વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ કયો વેરો કયા વ્યવહાર ઉપર લાગશે તે એક જટિલ પ્રશ્ન છે. ઘણી વખત વેરા બાબતનો વિવાદ એટલો બધો કમરતોડ હોય છે કે ધંધો બંધ કરવાનો અવસર આવે. GST કાયદા હેઠળ રેસ્ટોરન્ટની સેવા ઉપર GST નો દર હાલ ૫% છે અને વેરાશાખ કોઈ મળતી નથી. જ્યારે રેસ્ટોરન્ટ 'સ્પેસિફાઇડ પ્રિમાઇસીસ'માં હોટલમાં સ્થિત હોય છે તે સમયે રેસ્ટોરન્ટ સર્વિસ ઉપર ૧૮% GST ભરવાનો થાય આના પગલે જ્યારે આવા રેસ્ટોરન્ટ દ્વારા ક્લાઉડ કિચનની સેવા પૂરી પાડવામાં આવે તે પ્રશ્ન છે આજના લેખમાં ક્લાઉડ કિચન બાબતે ચર્ચા કરવામાં આવી.
હોટલ અને રેસ્ટોરન્ટ
GST કાયદો આવ્યો તે વખતથી હોટલના રૂમના ભાડાને લઈને શુંં ટેરીફ છે તે પ્રમાણે રેસ્ટોરન્ટની સેવા ઉપર GST નો દર નક્કી થતો હતો. રેસ્ટોરન્ટ સેવાની વ્યાખ્યા નોટીફીકેશન નં. ૧૧/૨૦૧૭ સેન્ટ્રલ ટેક્સ રેટ હેઠળ આવે છે અને તે જ હેઠળ ખુલાસાની નોંધ પણ આપી છે તેઓ માટે સેવા ઉપર ૫% GST નો દર છે અને વેરાશાખનો લાભ મળતો નથી. અગાઉ ટૂંક સમય માટે ૧૮%નો વૈકલ્પિક દર આપ્યો હતો. સ્ટેન્ડ અલોન રેસ્ટોરન્ટ માટે જ્યારે કોઈ હોટલના પ્રિમાઇસીસમાં રેસ્ટોરન્ટ ચાલતો હોય છે તે વખતે રેસ્ટોરન્ટનો દર નક્કી કરવા માટે સ્પેસિફાઇડ પ્રિમાઇસિસની વ્યાખ્યા પ્રમાણે નક્કી કરવાનો થાય. તારીખ ૧.૪.૨૦૨૫ પહેલા સ્પેસિફાઇડ પ્રિમાઇસીસ એટલે જે જેના ડિકલેર્ડ ટેરીફ રૂમ ભાડાની રકમ રૂા. ૭૪૯૯થી વધુ હોય તારીખ ૧.૪.૨૫થી ડિક્લેર્ડ ટેરીફની જગ્યા ઉપર એક્ચ્યુઅલ રૂમ ભાડું અગાઉના નાણાંકીય વર્ષમાં રૂા ૪૪૯૯થી વધુ હોય તો પ્રવર્તમાન નાણાંકીય વર્ષ માટે રેસ્ટોરન્ટ ઉપર ૧૮% GST લાગશે.
પરિપત્રની ચોખવટ
CBIC દ્વારા પરિપત્ર ક્રમાંક ૧૬૪/૨૦/૨૦૨૧- GST તારીખ ૬ ઓક્ટોબર- ૨૦૨૧ના રોજ જાહેર કરીને તેમ ચોખવટ કરી અને સમજણ આપી કે ક્લાઉડ કિચનની સેવાને રેસ્ટોરન્ટ સર્વિસ ગણવાની થાય.
ક્લાઉડ કિચન પર GST
જ્યારે કોઈ સ્પેસિફાઇડ પ્રિમાઇસિસમાં સ્થિત રેસ્ટોરન્ટ ક્લાઉડ કિચનની સેવા આપે તેવા વખતે ૧૮% GST ભરવાનો થાય અન્યથા આવા કિસ્સામાં અથવા સ્ટેન્ડ અલોન રેસ્ટોરન્ટના કેસમાં ૪% GST લાગે.


