- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ અરજદાર વિવાદિત આદેશની જાણ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. વધુમાં, જો અપીલ અધિકારીને ખાતરી થાય કે આવા વિલંબ માટે પૂરતું કારણ હતું. તો એક મહિના સુધીના વિલંબને માફ કરી શકે છે. વેપારીઓને ઘણી વખત એવું લાગે છે કે જો કોઈ ઓર્ડર સામે સમયસર અપીલ ન કરી શકાય તો 'કોર્ટ બચાવી લેશે.' ઘણા કેસોમાં એવું પણ બન્યું છે કે કોર્ટોએ માનવીય અભિગમ અપનાવી રાહત આપી હોય પરંતુ તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ ચુકાદાએ આ માન્યતાને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી છે. ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો તાપી રેડી પ્લાસ્ટ વિ. ગુજરાત રાજ્ય (સ્પેશિયલ એપ્લિકેશન નંબર- ૧૨૦૪૭/૨૦૨૫) આ ભ્રમને સંપૂર્ણપણે તોડી નાખે છે. આજના લેખમાં ગુજરાત હાઇકોર્ટના સ્પષ્ટ ચુકાદાની ચર્ચા કરવામાં આવી છે.
કેસની હકીકત
આ કેસમાં અરજદાર એક નાના વ્યવસાયિક એકમ છે GST વિભાગે નાણાંકીય વર્ષ ૨૦૧૮- ૧૯ માટે કાર્યવાહી કરી હતી. વિભાગે નોંધ્યું હતું કે, GSTR-9 (Annual Return માં આઉટવર્ડ સપ્લાય ઓછી દર્શાવવામાં આવી હતી. આ આધાર પર Section 73 હેઠળ Show Cause Notice આપવામાં આવ્યું અને ત્યારબાદ વિભાગે ઓર્ડર પસાર કર્યો. આ ઓર્ડર સામે અપીલ કરવાની કાયદેસર સમય મર્યાદા હતી ૩ મહિના, અને યોગ્ય કારણ હોય તો વધુમાં વધુ ૧ મહિનો એટલે કુલ ૧૨૦ દિવસ પરંતુ આ કેસમાં અપીલ ૨ મહિના ૧૬ દિવસ મોડેથી દાખલ કરવામાં આવી. અપીલ અધિકારીએ સ્પષ્ટ કહ્યું : 'અમે કાયદાથી બંધાયેલા છીએ. ૧૨૦ દિવસ પછી અપીલ સ્વીકારવાની અમારી પાસે શક્તિ જ નથી.' અને તેથી અપીલને માત્ર 'મોડું થયું છે' એ કારણસર રદ કરી દીધી.
કરદાતા તરફથી દલીલો
અરજદારે કોર્ટને વિનંતી કરી કે કોર્ટ માનવીય અભિગમ અપનાવી મોડું માફ કરી શકે છે. અરજદારે મુખ્યત્વે નીચેના કારણો રજૂ કર્યા ફર્મનો એકાઉન્ટન્ટ ગંભીર રીતે બીમાર હતો, બિઝનેસ બંધ હોવાથી પાર્ટનર્સ પરસ્પર સંપર્કમાં નહોતા, અપીલ માટે જરૂરી પ્રી- ડિપોઝીટ અને ફંડ એકત્ર કરવા સમય લાગ્યો.
સરકાર તરફથી દલીલો
સરકારનું કહેવું હતું કે જો હાઇકોર્ટ આવી રાહત આપે, તો GST Act ની જોગવાઈઓનો અર્થ જ ન રહે. Limitation Act ૧૯૬૩ અહીં લાગુ પડતો નથી. તેમાં Limitation સ્પષ્ટ રીતે લખેલ છે GST એક Special Law ન્ચુ છે.
ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય
હાઇકોર્ટે Appellate Authority ના નિર્ણયને સંપૂર્ણ રીતે યોગ્ય ઠેરવ્યો હાઇકોર્ટએ મહત્ત્વની વાત કરી, Article 226 હેઠળ અમારી Powers વિશાળ છે પરંતુ અમે કાયદાની મર્યાદા તોડી શકતા નથી.


