- વેચાણવેરો - સોહમ મશરુવાળા
એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન સતત કરદાતાઓને ચિતિત કરતો રહ્યો છે. જો એક વિભાગ પહેલેથી જ તપાસ કરી રહ્યો હોય તો શું બીજો વિભાગ પણ સમન્સ અથવા તપાસ શરૂ કરી શકે ? આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ સુપ્રિમ કોર્ટે Armour security (India) Ltd. v. કમિશ્નર સીજીએસટી (2025 INST 982) કેસમાં આપ્યો છે. જે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરુ પાડે છે.
કેસની હકીકતો
અરજદાર કંપની સુરક્ષા સેવા આપતી જાહેર લિમિટેડ કંપની હતી અને GST હેઠળ નોંધાયેલ હતી. રાજ્ય GST વિભાગ દ્વારા Section- 73 હેઠળ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સમયગાળા માટે. જેમાં આરોપીને ટર્નઓવર મિસમેચ અને વધુ Input Tax Credit (ITC)નો દાવો લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ ભGST વિભાગ દ્વારા સેક્શન ૬૭ હેઠળ સર્ચ કામગીરી હાથ ધરી અને દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કબ્જે કર્યા. તથા કંપનીના ડિરેક્ટર્સને સેક્શન ૭૦ હેઠળ સમન્સ આપ્યા કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરી કે એક જ મુદ્દા પર રાજ્ય વિભાગ પહેલેથી જ કાર્યવાહી કરી રહ્યો છે તેથી CGST વિભાગ દ્વારા સમન્સ જારી કરવું સેક્શન ૬(૨) (બી) હેઠળ ગેરકાયદેસર છે. દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી અને કહ્યું સમન્સ માત્ર માહિતી મેળવવા માટે છે, તે કોઈ formal proceedings નથી અને સેક્શન ૬ (૨) (બી)નો પ્રતિબંધ માત્ર assessment, demand અથવા Penalty જેવી કાર્યવાહી માટે લાગુ પડે છે. જેના કારણે અરજદારે માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી.
સુપ્રીમ કોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન
શું (section 70) હેઠળ સમન્સ જારી કરવું "Proceedings initiated" ગણાય ?
સુપ્રીમ કોર્ટનું વિશ્લેષણ
કોર્ટે સ્પષ્ટ કર્યું સેક્શન ૭૦ સમન્સનો અર્થ છે પૂછપરછ, અને કલમ 73/74 હેઠળ Scn એટલે કાર્યવાહી અર્થાત્ સમન્સ માત્ર તપાસનો પ્રારંભિક તબક્કો છે. તે કાનુની કાર્યવાહી ગણાતી નથી. કલમ ૬ (૨) (બી)નો વ્યાપ જો રાજ્ય અથવા કેન્દ્રમાંથી કોઈ એક authority એ જ વિષય પર કાર્યવાહી શરૂ કરે, તો બીજી authority ફરી કાર્યવાહી શરૂ કરી શકતી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું "proceedings"નો અર્થ છે adjudication સંબંધિત કાર્યવાહી inquiry અથવા investigation તેમાં આવતી નથી. કોર્ટે GSTના બે મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો સમજાવ્યા. કેન્દ્ર અને રાજ્ય બંનેને intelligence આધારિત કાર્યવાહી કરવાની સત્તા GST Council ના નિર્ણયો અનુસાર બંને વિભાગોને enforcement માટે સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. જો એક વિભાગ SCN આપે અને બીજો વિભાગ તપાસ કરે- તે ગેરકાયદેસર નથી.


