Get The App

ટેકિનકલ કારણોસર સમાધાન યોજનાનો લાભ ફગાવી ન શકાય

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
ટેકિનકલ કારણોસર સમાધાન યોજનાનો લાભ ફગાવી ન શકાય 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

સરકાર દ્વારા વિવાદના નિવારણ માટે સમાધાન યોજના લાવવામાં આવતી હોય છે અને તેનો લાભ લેવા માટે રકમ ચૂકવણું કરવાની વિશિષ્ટ શરતો પણ જાહેર કરવામાં આવતી હોય છે. કોઈ વખત યોજનાનો લાભ લેનાર વેપારી-વ્યક્તિ દ્વારા રકમ ચૂકવણું કરવામાં કંઈ આઘુંપાછું થાય તો ઘણી વખત સમાધાન યોજનાનો લાભ અમાન્ય થાય છે. 

આવો બનાવ મે. કામનાથ પ્રા. લી. માં બન્યો અને ટેકનીકલ ખામીના કારણે ૨ દિવસનો વિલંબ થયો. સમાધાન યોજના માટેના નિયત ચૂકવણા માટે અધિકારી દ્વારા યોજનાનો લાભ નકારતા આ તકરાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગઈ ્રઇ/જીભછ ર્શ. ૧૨૩૧ ર્ક ૨૦૨૪ૃ જેમાં હાઈકોર્ટ દ્વારા ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેના વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદાર મે. કામનાથ પ્રા. લી. દ્વારા વેરા સમાધાન યોજના (વેટ- ભજી્ કાયદાની) અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માટે સમયસર અરજી કરવામાં આવી હતી. અરજદારે તારીખ ૩૧.૮.૨૦૨૧ પહેલા રૂા. ૧૨,૫૦,૨૫૮ કુલ ભરવાના હતા. પ્રથમ ૫ હપ્તા માટે રૂા. ૧,૨૫,૦૨૫.૮૦ ભરવામાં આવી હતી જે સરભર કરવામાં આવી હતી. સમયસર ચૂકવણા તરીકે ત્યારબાદ ખાતાના પોર્ટલ દ્વારા છઠ્ઠા હપ્તા માટે સ્વમેળે રૂા. ૧,૦૨,૨૯૩.૮૪ સરભર કર્યા જેના લીધે તારીખ ૩૧.૮.૨૦૨૧ ના રોજ તેમ પરિસ્થિતિ થઈ કે સમાધાન યોજના હેઠળ રૂા. ૩૪,૧૦૨/- ઓછા ભરાયા. 

આના લીધે અરજદારે બાકી રકમ રૂા. ૩૪,૧૦૨/- ભરવાનો એકથી વધુ વાર ભરવાનો પ્રયાસ કર્યો અને સિસ્ટમની તકલીફના લીધે આ બાકી રકમ બે દિવસ મોડી ભરાઈ. 

આના પગલે ખાતાના અધિકારીએ સમાધાન યોજનાની અરજી ફગાવી કાઢતો આદેશ તારીખ ૭-૧૦-૨૦૨૧ ના રોજ એસ.ટી.ઓ, ઘટક-૨, રાજકોટ દ્વારા જેમાં વિલંબીત ચૂકવણી કારણ દર્શાવવામાં આવ્યું હતું. આનાથી નારાજ થઈ તે અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિટ દાખલ કરી.

અરજદારની રજૂઆત

અરજદાર ઠોસપૂર્વક દલીલ કરવામાં આવી કે ખાતાની સિસ્ટમ દ્વારા કિસ્તોની સ્વૈચ્છિક રીતે રી-એડ્જસમેન્ટ કરવામાં આવેલ, ટેકનીકલ ખામી હતી જેનાથી બે દિવસનો વિલંબ થયેલો. જેના લીધે યોજનાનો લાભ નકારી ના શકાય.

ખાતાની દલીલ

ખાતાએ સ્વીકાર્યું કે અરજદારે તમામ હપ્તા નિયમિત ચૂકવ્યા અને તેનો ભાવ સચોટ અને બોનાફાઈડ હતો.

ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધવામાં આવ્યું કે સરકાર દ્વારા નકારવામાં નથી આવ્યું કે અરજદારનો હેતુ અને આશય સમાધાનનો લાભ લેવાનો નથી.

 એમનેસ્ટી સ્કીમનો હેતુ કરદાતાઓને સહાય કરવાનો છે, સજા કરવાનો નથી. આમ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૨ દિવસનો વિલંબ માફ કર્યો અને ખાતાનો આદેશ ફગાવી નાખ્યો.