25 લાખની ચાંદીની કંકોત્રી
ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. છતાં પોતાની પુત્રીના લગ્નમાં ૨૫ લાખને ખર્ચે પ્યોર ચાંદીની કંકોત્રી બનાવી હતી. જેમાં પ્રેમ અને આશિર્વાદના પ્રતિક સમાન ૬૫ જેટલા દેવી દેવતાઓના ફોટા હતા. ચાંદીના બોક્સના આકારમાં કંકોત્રી બનાવાઇ હતી. ૮ ટ ૬.૫ ઇંચનું બોક્સ જેની ઉંડાઇ ૮ ટ ૬.૫ ઇંચ જેટલી હતી. પિતો કહ્યું હતુંક મારી દિકરીના લગ્નમાં હુ માત્ર સગા સંબંધીઓને બોલાવવા નથી માંગતો પણ દરેક દેવ-દેવીને પણ આમંત્રવાનો છું. હવે દેવને કાગળની કંકોત્રી કેવી રીતે મોકલાવાય? કંકોત્રી પર ભગવાન ગણેશ-પાર્વતી, લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુ અને તિરૂપતિ બાલાજી નજરે પડે છે. કંકોત્રી તૈયાર કરતાં પિતાને એક વર્ષ થયું હતું.

સ્વચ્છતા આપણા હાથમાં
વ્યક્તિગત સ્તરે સ્વચ્છતા અભિયાન શરૂ કરવા માટે કોઇ સરકારી ખાતાની જરૂર નથી પડતી, વ્યક્તિ ધારે તો તરતજ તે શરૂ કરી શકે છે. તે દેશના લાભની વાત છે. કહે છેકે ઉત્તરભારતના લોકો ટ્રેનમાં ગંદકી બહુ કરે છે. તેમના પાન મસાલાની થૂંકોથી ટ્રેનના કોર્નરો ગંધાઇ ઉઠતા હોય છે. ટ્રેનના પ્રવાસીઓ તેમના ખાધા ખોરાકીની ચીજો અને વેસ્ટ સીટ નીચે ફેંકી દેતા હોય છે. દરેકની સીટ સાથે એક વેસ્ટ બેગ જેવી કોથળી બાંધેલી હોય તો લોકો તેમાં વેસ્ટ નાખી શકે છે. એક વ્યક્તિએ ટ્રેનના દરેક ડબ્બાની સીટ પર પ્લાસ્ટીકની કોથળી બાંધી દીધી હતી. દરેક તેમાંજ કચરો નાખતા થયા હતા. પ્રવાસીઓ તેમની જુની ટેવો છોડીને તેમાં કચરો નાખતા થયા હતા.

કરતા જાળ કરોળીયો...
સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓએ નિરાશ થવાના બદલે ગુજરાતના જાણીતા કવિ દલપતરામની કવિતા ..કરતા જાળ કરોળીયો ભોંય મહીં પટકાય..ખંતથી પ્રયત્ન કરે તો અંતે સફળ થાય.. તે કવિતાને ઓફિસમાં ચીપકાવી દેવી જોઇએ. શેરચેટના સાથી ફાઉન્ડર અંકુશ સચદેવાની વાત કરીયેતો તે આઇઆઇટી ગ્રેજ્યુએટ છે તેમણે ૪૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય ઉભું કરતા પહેલાં ૧૭ વાર નિષ્ફળતા જોઇ હતી. વાંરવાર તેમના આઇડયા નિષ્ફળ ગયા પછી પણ તેમણે ઇનોવેશન છોડયું નહોતું અંતે શેરચેટમાં સફળતા મળી હતી. લોકલ લેન્ગવેજ પર ભાર મુકીને તેમણે મિત્રોને સાથે રાખીને બનાવેલી શેર ચેટને સફળતા મળી હતી. ..કરતા જાળ કરોળીયાનું તે સાચું ઉદાહરણ છે.

ક્રિયેટર ઇકોનોમીની બોલબાલા
સોશ્યલ નેટવર્ક સાથે સંકળાયેલા ક્રિયેટર વર્ક માટે ફાંફા મારતા હોય છે. જે રીલ બનાવાય છે તેની પાછળ પૈસો ફરતો હોય છે. તમારા ફોન માં તમે એેકાદ મેસેજ ખોલો કે વોટ્સ પર મેસેજ ખોલો કે તરતજ પાંચ છ રીલ જોવા મળે છે. જેમાં એકાદ ફૂડ બનાવવાનો હોય છે, એેકાદ પ્રવાસનો હોય છે એકાદ આયુર્વેદીક સારવારનો હોય છે. લોકોને તેમાં જાણવા થોડું મળતું હતું પરંતુ સામાવાળાને પૈસા મળતા હોય છે. બોસ્ટોન કન્સલટન્સીના એક રિપોર્ટ અનુસાર દેશમાં હાલમાં ૨૦ લાખ જેટલા ક્રિયેટર્સ છે. તેમની એક ચોક્કસ સિસ્ટમ હોય છે. જે સૌથી વધુ ક્રિયેટીવ મેસેજ મુકે છે તે સૌથી વધુ કમાય છે.

ઘોડા સાથે સ્ટોરમાં પ્રવેશ
અમેરિકાના ટેક્સાસમાં સ્ટાફન હાર્મોન નામનો એક પ્રોફેશનલ હોર્સ ટ્રેનર પોતાના ઘોડા સાથે ટાર્ગેટ સ્ટોરમાં ઘૂસ્યો હતો અને તેમાંથી પસાર પણ થયો હતો. હાજર સૌને અચંબો થયો હતો. સ્ટોરમાં હાજર કેટલાક ગ્રાહકો હસી પડયા હતા તો કેટલાક દૂર ખસી ગયા હતા. સ્ટોરના સ્ટાફે તેમને બહાર જવા કહ્યું હતું તો કેટલાકે આડા હાથ કરીને તેમને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાર્મેન અટક્યા વગર સ્ટોરમાં ઘોડા સાથે ફર્યો હતો અને થોડા સમય બાદ ત્યાંથી બહાર જતો રહ્યો હતો. સ્ટોરવાળાની કમનસીબી એ હતી કે ઘોડાએ સ્ટોરમાં ફરતાં ફરતાં સ્ટૂલ પાસ કર્યો હતો જેના કારણે સ્ટોર ગંધાઇ ઉઠયો હતો.

શેરબજાર ફેંકાઇ જશે
આજ કાલ સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવો તૂટી રહ્યા છે. જોકે સોશ્યલ નેટવર્ક પણ આ ભાવ ઉછાળાને વધાવતું હોય એમ લાગે છે. લોકો રાતોરાત સોના ચાંદીના સંભવિત ભાવો જાણતા હોય એમ નિષ્ણાત બનીને ચર્ચા કરતા નજરે પડે છે. ચાંદીના ભાવ સોના કરતાં વધી જશે તેની કોઇએ કલ્પના પણ નહોતી કરી. સોશ્યલ નેટવર્ક ફરતો એક મેસેજ..
Silver is the New Gold
Copper is the New Silver
Aluminium is the New Copper
Iron Scrap is the new Aluminium
And Equity...
Equity is new Scrap...


