Get The App

બજારની વાત .

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

મેંગો ટ્રી ઉભું કરો અને ટેસથી પોતાની કેરી ખાવ

કેરીની સિઝન આવી ગઇ છે. કેરીના પાકને કમોસમી વરસાદથી નુકશાન પણ થયું છે. આ સિઝનમાં એક નવતર સ્ટાર્ટઅપ જોવા મળી રહ્યું છે. જેમાં લોકો પોતોના આંબાની કેરી ખાઇ શકશે.તેમાં જોડાવાથી તમને પોતાના આંબાની ૯૦ કિલો કેરી મળી શકે છે. તમારી પાસે પોતાનું ફાર્મ નથી કે નથી પોતાનો આંબો તેવા લોકો માટે આંબાનું ઝાડ લીઝ પર લેવોનું હોય છે. આંબાનું ઝાડ લીઝ પર લેવાની કિંમત અંદાજે રૂ.૧૦,૩૦૦થી શરૂ થાય છે. તેની સામે આંબા પર જેટલી કોરી થાય તે તેની થઇ જાય છે. આ ખેતરો મહારાષ્ટ્ર, તમિળનાડુ અને કેરળમાં આવેલા છે. પહેલી નજરે કોન્સેપ્ટ વિચિત્ર લાગે છે પરંતુ આપણે ખેતરના ખરીદી શકીએ પણ આંબા તો લીઝ પર લઇ શકીયેે એવી ભાવના ઘણાને જોગે તે સ્વભાવિક છે. આપણા આંબાની કેરી છે એમ કહેવાનો સ્વાદ પણ અનેરો હોય છે.

બજારની વાત                          . 2 - image

જેન ઝેડનો નવો રીલેશનશીપ ટ્રેન્ડ

જેન ઝેડની કેટેગરીમાં આવતા લોકો ()ના રીલેશનશીપ કે ડેટીંગ ટ્રેન્ડને હવ ે૬-૭  ડેટીંગ ટ્રેન્ડથી ઓળખાય છે. જેના કારણે સમતોલ સંબંધો અને હેલ્થ અવેરનેસ પર ધ્યાન આપી શકાય છે. કામના બિઝિ શિડયુલ વચ્ચે ડેટીંગ એપનો મારો પણ શરૂ થયો છે. યુવાનો પોતોના સમય પ્રમાણેની ઇન્ટીમસી શોધતા હોય છે.૬-૭ ડેટીંગ એટલે સાંજે ૬-૭ વચ્ચે કનેક્ટ થવાનો સમય. ટૂંકમાં આખો દિવસ કનેક્ટ રહેવાના બદલે ચોક્કસ સમયે મળવાનું.જેના કારણે મોડી રાત સુધીના કોલ અને સતત  ટેક્સટીંગમાંથી મુક્તિ મળે તેમજ તે સમય અન્ય ક્રિયેટિવિટીમાં વાપરી શકાય. આ લોકો માને છે કે આખો દિવસ રોમાન્સ ના હોય તે માટે ચોક્કસ સમય હોવો જોઇએ.

બજારની વાત                          . 3 - image

રીલ બનાવવનો ક્રેઝ ભારે પડયો

બેંગલુરૂમાં એક ફેમિલીએ તેમના ૬૦ વર્ષના પિતાને ઘઉંના એક થેલામાં ભરીને મેંગલુરૂ મોકલવા કુરીયર કરનારની ઓફિસે ગયા હતા. અંદર શું છે તેવી વિગતો ફોર્મમાં ભરવાનું તેમણે ટાળ્યું હતું. કુરીયર સ્ટાફે વારંવાર થેલામાં શું છે એમ પૂછ્યું છતાં જવાબ ના મળતા થેલો ખોલાયો ત્યારે તેમાંથી શ્વાસ લેવામાં ગૂંગળામણ અનુભવતા એક વૃધ્ધ ઉભા થઇ ગયા હતા. કોથળામાંથી વૃધ્ધ નીકળતા હોહા થઇ ગઇ હતી. પોલીસને બોલાવાઈ હતી. કુરીયર ઓફિસના સીસીટીવીમાં પાંચ લોકો ધઉંના થેલામાં બાંધેલી કોઇ ચીજને લઇને આવતા દેખાતા હતા. પોલીસે પૂછતા કહ્યું કે રમઝાન માસમાં બસના ભાવ વધારાયા તેના વિરોધમાં અમે રીલ બનાવવા માંગતા હતા. પોલીસે પૂઝ્યું કે આ વૃધ્ધ ગૂંગળાઇને મરી ગયા હોત તો? જવાબમાં સોરી કહેવાયું હતું. જેટલા વધુ લોકો રીલ જુવે તો વધુ પૈસા મળે તેની લાલચનું આ પરિણામ છે.

બજારની વાત                          . 4 - image

વજન ઓછું કરવાની દવાનો વિવાદ

ફાર્મા ઉદ્યોગને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે વજન ઓછું કરવા વપરાતી સેમાગ્લુટાઇડ આધારીત દવાઓનો પ્રચાર કરવો નહીં. મેડિકલ નિષ્ણાતોએ પણ કહ્યું છે કે અનેક બ્રાન્ડની દવાઓના કારણે હવે જનરલ ફિઝિશ્યન પણ તેનો ઉપયોગ કરવા લાગ્યો છે. શરીરમાં બ્લડ સુગરમાં નિયંત્રણ, ભૂખ પર નિયંત્રણ વગેરેના પગલે વજન ઓછું કરવા માટે વપરાતી ૫૦ જેટલી જેનરીક બ્રાન્ડ બજારમાં આવવા પેટન્ટ મેળવવા અરજી કરી ચૂકી છે. તરીકે ઓળખાતી દવાઓ પરના પ્રચાર બંધ કરવા કહેવાયું છે એેટલે હવે કંપનીઓ લોકો સુધી પહોંચવા નવા પ્લાન અપાનાવી રહી છે. ડાયાબીટસના દર્દીને GLP-1 ઉપયોગી છે એમ કહીને પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. ઇન્જેક્ટેબલ GLP-1ની ડિમાન્ડ ઉભી થયા બાદ સરકાર સફાળી જાગી હતી.

બજારની વાત                          . 5 - image

Sensex vs Middle East

જ્યારથી અખાતી યુધ્ધ શરૂ થયું છે ત્યારથી શેરબજારના રોકાણકારો ફફડી રહ્યા છે. સરકાર ગમે તેટલી હૈયાધારણા આપે પણ લોકોને ડર છેકે અખાતી યુધ્ધ મંદીને ખેંચી લાવશે. ૨૮ ફેબુ્રઆરીથી શરૂ થયેલી અનિશ્ચત સ્થિતિના પગલે બજારમાં અનેક ચડઉતર જોવા મળી છે. અખાતી દેશોના ઓઇલઆધારીત જે દેશો છે ત્યાં મોંધવારી વધે એવા સંકેતો શરૂઆતથી મળવાના શરૂ થઇ ગયા હતા. બજારના નિષ્ણાતો કહી રહ્યા છે કે યુધ્ધખોર દેશો યુધ્ધના ૨૦ દિવસ પછી પણ થાકતા નથી.માટે રોકાણકારોએ બહુ વિચારીને આગળ વધવું જોઇએ તેમજ પ્રજાએ પણ કરકસર શરૂ કરવી જોઇએ.

બજારની વાત                          . 6 - image

૫૩,૦૦૦ કરોડના  ટાઇલ્સ ઉદ્યોગને ગૂંગળામણ

દેશના ૫૩,૦૦૦ કરોડના ટાઇલ્સ ઉદ્યોગમાં ઉત્પાદન અટવાયું છે. હોર્મુઝની ખાડી ખલનાયક બનીને બહાર આવી છે. ભારતનો ટાઇલ્સ ઉદ્યોગ ભલે હોર્મુઝની ખાડીથી ૨૦૦૦ કિલોમીટર દૂર હોય પણ તેમાંથી આવતો ગેસ સપ્લાય અટવાયેલો છે. ગુજરાતમાં પણ મોરબી ટાઇલ્સ ઉદ્યોગનો હબ છે. અહીં યાદ રાખવું કે ભાવ વધારો અંતે કન્યાની કેડ પર આવે છે. અહીં કન્યા એટલે પ્રજા એમ સમજવું ટાઇલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ ફ્યુઅલ સરચાર્જ પાંચ ટકા નાખીને ભાવ વધારવાની છે. હાલમાં ટાઇલ્સના ભાવોમાં ૧૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.