Get The App

બજારની વાત .

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

26-26-26એ જીજ્ઞાસા ઉભી કરતા આંકડા 

૨૦૨૬ના વર્ષમાં આગામી મહિને ૨૬ જાન્યુઆરીએ યોજાનારી પરેડના દિવસે ૨૬-૨૬-૨૬નો સંયોગ જોવા મળે છે. ૨૬મી જાન્યુઆરી અને વર્ષ ૨૦૨૬ આમ સંયોગ ઉભો થયો છે. પહેલી નજરે વચ્ચેના ૨૬ એ મહિનો નથી પણ મહિનાનો ૨૬મો દિવસ છે. આમ ૨૬મી તારીખ મહિનાના ૨૬ દિવસ અને ૨૦૨૬નું વર્ષ ગણાયું છે. આ દિવસે યુરોપના બે નેતાઓ ભાગ લેવા આવવાના છે. તેમાં ઉર્સુલા વોન અને એન્ટોનિયો કોસ્ટાનો સમાવેશ થાય છે. આ દિવસે ઇન્ડિયા-યુરોપ સમિટ પણ છે જેમાં ફ્રી ટ્રેડના કરાર પણ થવાના હોવાની માહિતી મળી છે. ૨૬-૨૬-૨૬ એ જીજ્ઞાાસા ઉભી કરતા આંકડા છે.

બજારની વાત                          . 2 - image

ભારત અને ચીન..ઉત્પાદન ક્ષમતા

ભારત અને ચીન એમ બંનેએ પોતાના દ્વાર આર્થિક બજારો માટે ખુલ્લા મુકેલા છે. પરંતુ બંનેમાં ઇત્પાદન ક્ષેત્રે ચીન આગળ વધી ગયું છે. જ્યારે મધ્યમ વર્ગની વાત આવે ત્યારે પહેલો વિચાર ભારતના મધ્યમ વર્ગનો આવે છે પરંતુ ચીનમાં પણ બહુ મોટો મધ્યમ વર્ગ છે. ચીનમાં મધ્યમ વર્ગની અનેક કેટેગરી ઉભી કરાઇ છે જ્યારે ભારતમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જેવી બે જ કેટેગરી છે. વિશ્વમાં ચીન નાની-મોટી ફેક્ટરીઓનું મથક બની ગયું છે જ્યારે ભારત ચીન જેટલું ઉત્પાદન ફેક્ટરીઓના અભાવે કરી શક્યું નથી. વિશ્વમાં વસ્તીના મુદ્દે આગળ રહેલા ચીન અને ભારત ઉત્પાદન ક્ષેત્રે સમાંતર ચાલી શક્યા નથી. ચીનની તાકાત તેની ઉત્પાદન ક્ષમતા છે.

બજારની વાત                          . 3 - image

Ixigo v/s ક્લીયર ટ્રીપ

પ્રવાસ માટે  સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી સાઇટ મેક માય ટ્રીપ છે પરંતુ બીજા નંબર માટે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. બીજા નંબર માટે Ixigo અને ક્લીયર ટ્રીપ વચ્ચેની કોલ્ડવોર લોકોની નજરમાં આવી ગઇ છે. બંને ફાસ્ટ ગ્રોઇંગની યાદીમાં આવે છે. ક્લીયર ટ્રીપનું પીઠબળ ફ્લીપકાર્ટ છે. જ્યારે નંબર વનની પોઝિશન પર પહોંચાય તેમ ના હોય ત્યારે લોકો નંબર ટુ પર પહોંચવાની દોડ લગાવે છે. પોતાના નંબર ટુ ના દાવામાં કહે છંે કે અમે વધુ પ્રવાસીઓ સુધી પહોંચી શક્યા છીયે જ્યારે ક્લીયર ટ્રીપ કહે છે કે અમારૂં નેટવર્ક બહુ વિશાળ બની ચૂક્યું છે. પ્રવાસીઓ તો જે સારી સર્વિસ અને માહિતી આપે તે તરફ વળે છે. પ્રવાસીના માર્કેટનો ૫૦ ટકા શેર મેક માય ટ્રીપ પાસે છે.

બજારની વાત                          . 4 - image

ભારતના 74 ટકા જેટલા બિઝનેસને AI પસંદ

ભારતના ૭૪ ટકા જેટલા બિઝનેસ આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સીને (AI) પસંદ કરી રહ્યા છે, તેમની બીજી પસંદગી પછી ક્લાઉડ કોમ્પ્યુટીંગ છે જ્યારે ત્રીજી પસંદગી ડિજીટલ એસેટ્સ પર હોય છે. વૈશ્વિક સ્તરે જોઇએ તો ટોચના બિઝનેસ ગૃહ ટેકનોલોજી આધારીત ડેવલોપમેન્ટ પર ભાર મુકતા હોય છે. તેમના માટે પણ AI, ક્લાઉડ કોમ્પયુટીંગ અને ડિજિટલ એસેટ્સ ટોપ પર છે. તેમનું માનવું છેકે આ ત્રણ મુદ્દા મજબૂત હોય તો તેના પગલે ઇનોવેશનને ચાન્સ આપી શકાય છે અને કંપની સ્તરે ડેવલોપમેન્ટ કરી શકાય છે. એક અહેવાલ અનુસાર કેટલીક કંપનીઓ વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાં પોતાના સેન્ટર ખોલવાનું વિચારી રહ્યા છે. ૧૨૦૦ જેટલા ટોપના એક્ઝિક્યુટીવના ઓપીનીયનના આધારે ઉપરોકત આઇડિયા જાણી શકાયા છે.

બજારની વાત                          . 5 - image

ટૂરીસ્ટેાની સંખ્યા ઘટી

ભારતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ચિંતાજનક ધટાડો થયો છે. જાન્યુઆરી થી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમ્યાન ભારતમાં ૬.૧૮ મિલીયન ટૂરીસ્ટો આવ્યા હતા જે ગયા વર્ષના આ સમયગાળામાં ૭.૦૬ મિલીયન હતા. આંકડા પરથી કહી શકાય કે વિદેશના ટૂરીસ્ટો માટે ૨૦૨૫નું વર્ષ બહુ ફેવરેબલ નથી એમ કહી શકાય. કોવિડના સમયગાળામાં પણ વિદેશના ટૂરીસ્ટોની સંખ્યા ઘટી હતી પરંતુ ત્યારબાદ વિદેશી ટૂરિસ્ટો ફરી પાછા આવવા લાગ્યા હતા. બાંગ્લાદેશથી આવનારાની સંખ્યા ઘટી છે,પહેલગામ ખાતેના ત્રાસવાદી હુમલાની અસર અને ઇન્ડિગોની ઠપ થઇ ગયેલ વિમાન સર્વિસ વગેરેની અસરના કારણે પ્રવાસીઓની સંખ્યા ઓછી થઇ રહી છે.

બજારની વાત                          . 6 - image

દિલ્હીમાં ICE અને EVની ડિમાન્ડ

દિલ્હીની હવામાં વઘતા પ્રદૂષણના કારણે બે ચીજોનું નવું માર્કેટ ઉભું થયું છે. જેમાં આઇસીઇ અને ઇવીનો સમાવેશ થાય છે. હવાના પ્રદૂષણને ઘટાડવા સરકારે લીધેલા કડક પગલાંના કારણે લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા તેમજ સરકારને સાથ આપવા ઇવી વગેરેનો ઉપયોગ શરૂ કર્યો છે. સરકારે ઇવી પરનો જીએસટી ઘટાડતાં તેની ડિમાન્ડ પણ વધી છે. ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જીન (ICE) નો ઉપયોગ ડિઝલના વિકલ્પ તરીકે થાય છે  જ્યારે ઇલેકટ્રીક વ્હીકલ દિલ્હીમાં ફરજીયાત બની રહ્યા છે. સીએનજી વાહનોની આવરદા ૧૫ના બદલે ૧૦ વર્ષની કરાતાં ઇવી વ્હીકલ વસાવનારા વધ્યાં છે. એક અંદાજ અનુસાર ૨૦૨૬માં ૪ અબજ ડોલરના ઇવી વેચાશે.