Get The App

બજારની વાત .

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

ઓફિસ રોમાંસમાં ભારત બીજા નંબરે

ઓફિસ રોમાંસમાં ભારત બીજા નંબરે આવે છે. ઓફિસ રોમાંસના મુદ્દે ૧૧ દેશોમાં સર્વે કરાયો હતો. ભારતમાં ઓફિસ રોમાંસ નવી વાત નથી. ઓફિસના કામોમાં ઉપાડાતા નવા કામના પડકારો અને એક બીજાને કરાતી મદદના કારણે પ્રેમના અંકુર ફૂટતા હોય છે. કહે છે કે ઓફિસોમાં કામ કરતા ૧૦માં થી ૪ લોકો ઓફિસ રોમાંસનો ટેસ્ટ કરી ચૂક્યા છે. મેક્સિકોની ઓફિસોમાં કામ કરતા ૪૩ ટકા અને ભારતના ૪૦ ટકાએ સ્વિકાર્યું હતું કે તે ઓફિસ રોમાંસમાં વ્યસ્ત રહે છે. ૧૮થી ૨૪ વર્ષના લોકો ઓફિસ રોમાંસનો ચાન્સ લેતા જોવા મળ્યા છે. સર્વે અનુસાર ભારતમાં કાંચીપુરમના લોકોએ ઓફિસ રોમાંસમાં વધુ માનતા હોય એમ લાગે છે. લગ્ન બહારના સંબંધો ઓફિસના સહ કર્મચારીઓ  સાથે વધુ સેટ થતા હોય છે.

બજારની વાત                          . 2 - image

રિસર્ચને વેગ આપવાનું મહત્વ

 ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહ્યું છે કે ભારતે ઝડપી વિકાસ કરવો હશે તો રિસર્ચ પર વધુ ધ્યાન આપવું પડશે. ભારતે સમૃધ્ધ થવું હશે તો રિસર્ચને પ્રધાન્ય આપવું પડશે. તેમણે કહ્યું છે કે રિસર્ચ લકઝરી માટે નથી પણ માનવ સમુદાયના ઉધ્ધાર માટે છે. ઇન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશનના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં કહ્યું હતું કે વૈશ્વિક નેતાઓ ફ્રેન્કલીન ડી.રૂઝવેલ્ટ, એલન ટર્નીંગ, જવાહરલાલ નહેરૂ વગેરેએ સમૃધ્ધિ ઉભી કરવા રિસર્ચ માટે રોકાણ કર્યું હતું. ભારતે રિસર્ચ પર ભાર મુકવો પડશે એમ કહીને નારાયણ મૂતિએર્ે કહ્યું હતું કે દેશમાં એક એવી ઇકો સિસ્ટમ ઉભી કરવી જોઇએ કે જેના કારણે રિસર્ચને વેગ મળી શકે.

બજારની વાત                          . 3 - image

લગ્નોના ફેરા અને દેવાનું ચક્કર

લગ્નોની મોસમ ટકોરા મારી રહી છે. હવે ભપકાદાર લગ્નો બાબતે ટીકા થઇ રહી છે. કેટલાક યુગલ લગ્નોમાં ભપકાનો દેખાડો કરવાના કારણે દેવામાં સરકી પડે છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એક યુગલનો ઉલ્લેખ કરીને સોશ્યલ નેટવર્ક પર લખ્યું છે કે આ યુગલે લગ્નમાં એટલો બધો ખર્ચ કર્યો છે કે હવે લગ્નના પાંચ વર્ષ થયા છતાં હપ્તા ભરી રહ્યા છે. પોતે પૈસાદાર છે એવું દેખાડવા લગ્નમાં લાખો રૂપિયા ખર્ચે છે અને પછી હપ્તા ભરે છે. કેટલાક લોકો લગ્ન એકજ વાર આવે છે એમ કહીને લાખો રૂપિયાની લોન લે છે. લોકો તો મહેમાનગતી માણીને વાહ વાહી કરીને જતા રહે છે જ્યારે યુગલ પાંચ વર્ષ સુધી હપ્તા ભર્યા કરે છે. લગ્નોમાં આડેધડ ખર્ચા કરનારાઓેે ચેતવાની જરૂર છે.

બજારની વાત                          . 4 - image

નલીન હેલી ઇમિગ્રેશનના વિરોધી

હવે મૂળ ભારતીયો અમેરિકામાં ઠેર ઠેર જોવા મળે છે. જ્યારે નિકી હેલી જેવા મૂળ ભારતીયો હતા ત્યારે લોકો ગૌરવભેર તેમના નામ આગળ કરતા હતા. પરંતુ હવે તેમના સંતાનોને તે ભારત સાથે કોઇ લેવાદેવા હોય એમ લાગતું નથી. તાજેતરમાં નિકી હેલીનો પુત્ર નલીન હેલીએ બહુ ભાર પૂર્વક પોતે અમેેરિકામાં રહેતા ઇમિગ્રન્ટસનો કટ્ટર વિરોધ કરે છે તે બતાવી દીધું હતું. નલીન હેલીએ કહ્યું છે કે વિદેશીઓને અપાતા વર્ક વિઝા પર કાયમી પ્રતિબંધ મુકી દેવો જોઇએ. તેમણે એચ વન-બી વિઝા સિસ્ટમની ટીકા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે મારી વફાદારી અમેરિકા સાથે રહેલી છે. ઇમિગ્રેશનના મુદ્દે છૂટછાટ મુકનાર અમેેરિકાના ભૂતપૂર્વ પ્રમુખની તેમણે ટીકા કરી હતી

બજારની વાત                          . 5 - image

13 અબજ ડોલરના બિટકોઇન હેક

ચીને તાજેતરમાં એવો આક્ષેપ કર્યો છે કે અમેેરિકાએ  તેના ૧૩ અબજ ડોલરના બિટકોઇન ચોરી લીધા છે. ચીનના સાયબર સિક્યોરીટી સત્તાવાળાઓેેએ કહ્યું છેકે ૧૩ અબજ ડોલરના બિટકોઇન ચોરાયા તેની પાછળ અમેરિકી સરકારનો હાથ છે. વાત ડિસેમ્બર ૨૦૨૦ની છે. જેને સૌથી મોટી બિટકોઇન ચોરી કહેવાઇ છે તેમાં ૧૨૭,૨૭૨ બીટકોઇન ચોરવાનો તખ્તો ઘડાયો  હતો. ચીનની નેશનલ કોમ્પયુટર  વાઇરસ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરે કહ્યું છેકે ૧૩ અબજ ડોલરના બિટકોઇન અમેરિકાની સરકારને ટેકા વગર શક્ય નથી. લુબિયાનના પ્લેટફોર્મ પરથી તેની ઉઠાંતરી કરાઇ હતી.

બજારની વાત                          . 6 - image

બિલગેટ્સની સફળતાના બે મહત્વના સૂત્ર

માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલગેટ્સે પોતાને મળેલી સફળતા પાછળ રહેલા બે મહત્વના સૂત્રો લોકો સાથે શેર કર્યા છે. સ્કુલ અને કોલેજના  વિધ્યાર્થીઓ માટે તે સોનાના સૂત્રો બની શકે છે. પહેલા સૂત્રમાં તે કહે છેકે તમે એવા લોકો સાથે વીંટળાયેલા રહો કે જે તમને પડકારે,તમને શિખવાડે અને તમને પગભર બનવાની સલાહ આપે. બીજા સૂત્રમાં તે કહે છે કે તેમને જે શિખવાડે છે અને મોટીવેટ કરે છે તેમનો આભાર માનવાનું ક્યારેય ના ચૂકતા. તેમના મિત્ર વોરેન બફેટ આ સૂત્રોમાં ઉમેરો કરતા કહે છે કે તમારા કરતાં વધુ કાર્યક્ષમ લોકોની સાથે હળો મળો.

બજારની વાત                          . 7 - image

ચીનમાં આપબળે આગળ આવેલી ટોપની મહિલા

ચીનની સૌથી પૈસાદાર અને આપબળે આગળ આવેલી મહિલા ટોચ પર છે. ઝોંગ હુઇજાનની સંપત્તિ ૨૦ અબજ ડોલરની છે. તેણે ફાર્માસ્યુટીકલ ક્ષેત્ર અપનાવ્યું છે. ફોર્બસ મેગેઝીને તાજેતરમાં તેમને આપબળે આગળ આવેલા મહિલાઓમાં  વિશ્વના ત્રીજા નંબરે જાહેર કર્યા છે. તે સાઇકોટ્રોપિક દવાઓનું ઉત્પાદન કરવામાં ચીનમાં મોખરે છે. ઝોંગ હુઇજાન ૧૯૬૧માં જન્મેલા છે. કેમેસ્ટ્રી ટીચર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ચીનમાં તેમણે ૧૦ લોકોના સ્ટાફથી ફાર્માસ્યુટીકલ કંપની શરૂ કરી હતી.