Get The App

બજારની વાત .

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

ભારતની આઇટી કંપનીઓ ડીપ ટેકથી દૂર રહે છે

માઇક્રોસોફ્ટ જેવી નામાંકીત કંપનીમાં તેમજ ભારતની આઇટી કંપનીમાં કામ કરી ચૂકલાએ સોશ્યલ નેટવર્ક પર લખ્યું છે કે ભારતમાં સ્કીલ્ડ વર્કફોર્સ વધુ છે તેમજ આઇટી ક્ષેત્રે આગળ વધવાની તકો પણ ઘણી છે છતાં ભારતનો દરેક આઇટી એન્જીન્યર વિદેશમાં જોબ માટે જવા ઇચ્છે છે. તેની પાછળનું મહત્વનું એક કારણ એ છે કે ભારતની આઇટી કંપનીઓમાં ડીપ ટેકનોલોજી પ્રોબલેમ પર કામ કરવાનું ભાગ્યેજ મળેે છે જ્યારે વિદેશમાં ડીપ ટેકનોલોજી પર કામ કરવાનું મળે છે. તેનાથી તે વિષયમાં માસ્ટરી આવે છે.ભારતની કંપનીઓ વર્તમાન ટેકનોલોજી સિસ્ટમને વળગી રહે છે. આવી કંપનીઓ પોતાની કોઇ નવતર ટેકનોલોજી ઉભી કરવાનું વિચારતા નથી.

બજારની વાત                          . 2 - image

લોસએંજલસમાં ચા  વેચતો ચાયગાય

અમેરિકામાં લે ઓફના પગલે નોકરી ગુમાવનારે બિહારના એક આઇટી એન્જીન્યરે ચા વેચવાનું શરૂ કરીને રોજની ૨૫,૦૦૦ રૂપિયાની આવક ઉભી કરવાની ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બિહારના એક એન્જીન્યરે નોકરી ગુમાવ્યા પછી પોતાની ઓળખ ચાયગાય તરીકે ઉભી કરી છે. બિહારના પ્રભાકર પ્રસાદે અમેરિકામાં કોર્પોરેટ જોબ ગુમાવતાં લોસએંજલસમાં ચાની દુકાન શરૂ કરી છે. તે ચાયગાય કે બિહારી ચાયવાલા તરીકે ઓળખાય છે. તે કહે છે કે મારી જોબ અચાનક આંચકી લેવાઇ હતી. અન્ય જોબ શોધવાના બદલે મેં લોસએંજલસમાં ચાની દુકાન શરૂ કરી હતી. તે કહે છે કે હું રોજના ૨૫,૦૦૦ રૂપિયા કમાઉં છું અને કોર્પોરેટ કંપનીની ગુલામીમાંથી મુક્ત થયો તેનો આનંદ લઉં છું.

બજારની વાત                          . 3 - image

જર્મની અને ભારતમાં કામની સિસ્ટમ

ફાયનાન્સ ક્ષેત્રમાં કામ કરતા એક પ્રોફેશનલે યુરોપ અને ભારતમાં કામ કરવાની સિસ્ટમ કેવી હોય છે તેની વાત કરી છે. ભારતમાં કામ કરતી વ્યક્તિ રવિવારે રજાના દિવસે પણ કોમ્પ્યુટર પર લોગીંગ કરીને બેઠો હોય છે જ્યારે તેજ કંપનીમાં જર્મનીનામાં કામ કરનાર રજાના દિવસોમાં કોમ્પ્યુટર ખોલતા પણ નથી. કંપની તેમને કોમ્પ્યુટર પર કામ સોંપતી હોય છે. જર્મનીના લોકો રજાના દિવસે કામ કરવા તૈયાર નથી હોતા માટે કોમ્પ્યુટર ખોલતા નથી જ્યારે ભારતમાં કામ કરનાર રવિવારે પણ કામ કરવા તૈયાર હોય છે. જર્મનીમાં કોઇ શનિવાર અને રવિવારે મેલ ચેક કરવા પણ તૈયાર નથી હોતું.કંપનીની ભારતની ઓફિસના લોકો રવિવારે કામ કરે છે જ્યારે જર્મનીના લોકો શનિ રવિમાં રજા એટલે રજામાં માને છે.

બજારની વાત                          . 4 - image

જા..જા..મારે પણ તારે ત્યાં જોબ નથી કરવી 

સિંગાપુરમાં એક જોબ વાંચ્છુ અને સીઇઓ વચ્ચેના ઇન્ટરવ્યૂની ઝલક અહીં આપી છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે સીઇઓ ગેટ લોસ્ટ કહે છે ત્યારે વળાંક આવે છે. સેલ્સમેનના રોલ માટેનો ઇન્યરવ્યૂ હતો. ફાઇનલ ઇન્ટરવ્યૂ સીઇઓે સાથે ફોન પર હતો. સીઇઓએ પૂછ્યું કે પહેલાં છ મહિનામાં તમે કેટલું વેચાણ કરશો? જોબ લેનારે કહ્યું કે પહેલાં હું પ્રોડક્ટનું હાલમાં કેટલું વેચાણ છે તે જોયા પછી કહી શકું. જોકે સીઇઓ પોતાની વાતને વળગી રહ્યા કે વેચાણનો ચાક્કસ આંકડો આપો. જોબ મેળવનારે કહ્યું કે સર, જ્યારે હું તમારી સાથે કામ કરૂં ત્યારે પ્રમાણિક બનવું પડે અને વેચાણના આંકડા અત્યારે ના આપી શકું. તરતજ સીઇઓએ ગુસ્સામાં આવીને કહ્યું કે તમારા જેવા લોકો જોબને લાયક નથી..વગેરે..વગેરે. સામે છેડે જોબ મેળવનારે પણ કહ્યું કે જા..જા..મારે પણ તારી જોબ ના જોઇએ, મને લાગે છેકે તમે બહુ જેન્ટલમેન બોસ નથી.

બજારની વાત                          . 5 - image

AI brainfry

હાર્વર્ડ યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાં જણાયું છે કે સતત આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ટૂલ્સ સાથે કામ કરતા લોકોના મગજ ખૂબ થાકી જાય છે. જેને  એઆઇ બ્રેનફ્રાય કહે છે. તમે કોઇ પણ વ્યવસાયમાં હોવ પણ એઆઇ ટૂલ્સનો ઉપયોગ લોકો રોજીંદા સ્તરે કરી રહ્યા છે. કેટલીક વાર એક વ્યક્તિ વિવિધ ટૂલ્સ વાપરતી હોય છે. તેના કારણે ઉત્પાદન ક્ષમતા વધે છે પણ વ્યક્તિગત રીતે તેના પર નેગેટીવ અસરો થાય છે. કેટલાક લોકોે છૈં ટૂલ્સનો વધુ પડતો ઉપયોગ કરે છે. આવા લોકો ધૂની બની જાય છે અને એકલા એકલા બબડવા લાગે છે. તેને છૈં મચિૈહકિઅ તરીકે ઓળખવામાં આવે છે. આવા લોકો સતતમાથાના દુખાવાનો અનુભવ કરે છે અને તેમની નિર્ણય શક્તિમાં ઘટાડો જોવા મળે છે.

બજારની વાત                          . 6 - image

કોફી બેજીંગ

જેન ઝેડમાં કોફી બેજીંગ શબ્દ બહુ પ્રચલિત બનતો જાય છે. ઓફિસમાં કામ કરતું આ એક  નવા પ્રકારનું કલ્ચર છે. તેમની ખાસિયત એવી હોય છે કે તે લોકો થોડો સમય ઓફિસમાં આવે છે પછી નજીકના કોફી હાઉસમાં બેસીને ટોળ ટપ્પા હાંકીને ઘેર જતા રહે છે અને પછી ઘેર બેસીને વર્ક ફ્રોમ હોમ શરૂ કરે છે.આખો દિવસ ઓફિસમાં પસાર કરવાના બદલે આ લોકો થોડો સમય ઓેફિસમાં આવીને લટાર મારી જાય છે અને પછી ઘેર કે બહાર બેસીને કામ કરે છે. આ નવા કલ્ચરને કોફી બેજીંગ તરીકે ઓળખવામાં આવે છે. અનેક ઓફિસોમાં આવું કલ્ચર જોવા મળતું આવ્યું છે પરંતુ હવે આ નવો ટ્રેન્ડ લોકો અપનાવતા થયા છે.