Get The App

બજારની વાત .

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                                  . 1 - image

બિહારના મખાના હવે વૈશ્વિક તખ્તા પર 

મખાનાથી સૌ પરિચિત છે. બિહારની મખાના બ્રાન્ડ હવે વૈશ્વિક સ્તરે પહોંચી રહી છે. લોકો તેના ફાકા મારીને ખાય છે. તે પ્રોટીન યુક્ત હોઇ પોપકોર્નની જગ્યાએ લોકો તેને પસંદ કરી રહ્યા છે.  મખાના હવે વૈશ્વિક સ્તરે મજબૂત બ્રાન્ડ બની રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસથી મખાનાની ખેતી કરતા કિસાનોની આવકમાં વધારો થયો છે. મખાનાને જીઆઇટેગ મળતાં બે મેટ્રીક ટન મખાના ગઇ ૨૧ જાન્યુઆરીએ દરિયાઇ માર્ગે દુબઇ મોકલાયા હતા.  વૈશ્વિક ગુણવત્તા અને પેકિંગમાં તેને સફળતા મળતા હવે મખાના વિદેશમાં મોટા પાયે મોકલાશે અને તેનાથી કિસાનોની આવકમાં વધારો થશે. બિહારમાં મખાના વિકાસ બોર્ડની પણ સ્થાપના કરાઇ છે.

બજારની વાત                                  . 2 - image

ટીસીએસના 300 સિનિયરોેએ જોબ છોડી 

ટીસીએસના નામે ઓળખાતી ટાટા કન્સલટન્સી સર્વિસમાં છેલ્લા આઠ મહિનામાં ટોપની પોસ્ટ પરના ૩૦૦ જેટલા સિનીયર અધિકારીઓએ રાજીનામાં આપીને અન્ય કંપનીમાં જોડાઇ ગયા છે. ટીસીએસના ટોચના ૧૮૦૦ એક્ઝિક્યુટીવમાંથી ૧૮ ટકા જેટલાઓેએ જોબ છોડી છે. જોબ છોડનારા લોકોને પગાર સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાથી નારાજગી જોવા મળતી હતી. માત્ર ટીસીએસ નહીં પણ કોગ્ઝિનેટમાં પણ આવીજ દશા છે. સિનીયરોની ગેરહાજરીમાં જુનિયરો ્અટવાયેલા નજરે પડે છે અને કોઇ જવાબદારી સ્વિકારવા તૈયાર નથી હોતું. જ્યારે જુનિયરો જોબ છોડે કે તેમની સાગમટે હકાલપટ્ટી કરાય તો  પણ કંપની પર કોઇ અસર નથી પડતી પરંતુ સિનીયર લોકો જ્યારે અન્યત્ર જોડાયા ત્યારે શૂન્યાવકાશ સર્જાય છે.

બજારની વાત                                  . 3 - image

પાળેલા ડોગે કહ્યું કે હમારે મેં ભી દિલ હૈ

કન્યાની વિદાયનો પ્રસંગ બહુ ગમગીન હોય છે. દરેક કન્યાને અશ્રુભીની વિદાય આપતા હોય છે. પરંતુ કન્યાના ઘરનો પાળેલા બે ડોગ પણ વિદાય સમયની ક્ષણોને વધુ ગમગીન બનાવી ગયો હતો. વાત દિલ્હીની છે. જ્યાં પરંપરાગત રીતે દિકરીને વિદાય અપાતી હતી. તે લાલ સાડીમાં સજ્જ હતી. લોકો તેને વિંટળાઇને ઉભા હતા અને ભેટીને વિદાય આપતા હતા. આ બધુંજ પરંપરાગત હતું પરંતુ ત્યાંજ દિકરીના ઘરના પાળેલા બે ડોગ આવી ચઢ્યા અને એકે દિકરીના ખભા સુધી ઉંચા થઇને તેના ખભા પર માથું મુકી દીધું હતું તે બીજો તેના પગ પકડી લીધા હતા. એવું લાગતું હતું કે બંને ડોગ દિકરીને વિદાય આપવા રાજી નહોતા. કન્યાએ બંનેની પીઠ થપથપાવી પરંતુ બંને તેને વળગી રહ્યા હતા. આ વિડિયો સોશ્યલ મિડિયા પર જોઇ અનેક લોકોએ ડોગની સંવેદનાની પ્રશંસા કરી હતી. કેટલાકે લખ્યું છે કે અરે..વરરાજા આ બંનેને પણ સાથે લેતા જાવ..

બજારની વાત                                  . 4 - image

ડોગ લાંબુ જીવે તે માટેના પ્રયાસો..LOY-002

  ડોગ વિશે વધુ એક વાત. પોતાનો ડોગ લાંબુ જીવે એટલે કેટલાક ડોગ પ્રેમીઓ તેનું ડાયટ નક્કી કરે છે અને તેનો ઓછો ખોરાક આપીને જતન કરે છે. પરંતુ ડોગ લાંબુ જીવે એવા પ્રયોગો શરૂ થઇ ગયા છે. ન્ર્ંરૂ-૦૦૨ નામનું ડ્રગ જે ડોગ માટે એન્ટી એજીંગ તરીકે ઓળખાય છે તેના પર સફળ પરિક્ષણ થયું છે. સાનફ્રાન્સિસ્કોના લોયલ નામના સ્ટાર્ટઅપે કરેલા સંશોધન જેવું ક્યારેય કોઇ પ્રાણીની એજ વધારવા કરાયું નથી.આ સંશોધનના કારણે ડોગનું ડાયટ ઓછું પણ નહીં કરવું પડે અને માત્ર એક  ગોળીથી તે લાંબુ જીવી શકે છે. વિશ્વભરના ડોગ લવર્સ માટે આ સંશોધન મહત્વનું સાબિત થઇ શકે છે. આ ડોગ માટેની લોન્જીટીવીટી પીલને ન્ર્ંરૂ-૦૦૨ નામ અપાયું છે.

બજારની વાત                                  . 5 - image

નવતર સ્ટાર્ટઅપ

સ્ટાર્ટઅપ માટે લોકોના મગજમાં કેવા આઇડયા હોય છે અને તે અમલમાં મુકવાથી શું થાય છે તેની વાત અહીં આપી છે. કેરળમાં ઉંચી નાળીયેરી પરથી નાળીયેર ઉતારવાની સમસ્યા હતી. દેશી સિસ્ટમ એટલેકે ઉપર ચઢીને નાળીયેર ઉતારવા પડયા હતા. દરક લોકોને ત્યાં નાળીયેરી જોવા મળે છે. નાળીયેર ઉતારવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા નવા સ્ટાર્ટઅપનું નામ હેલ્લો નાળીયેર અપાયું છે. જેમાં તમે રીક્ષા કે કાર ઓનલાઇન બુક કરાવો છો એમ નાળીયેર ઉતારવા માટે બુકીંગ કરાવી શકે છો. કંપની સ્પેશ્યલ નાળીયેર ક્લાઇમ્બીંગ ગીયર લઇને આવે છે અને થોડી મિનીટોમાં કામ કરી આપે છે. કરેળમાં સ્ટાર્ટઅપ ખુબ ચાલે છે. નવા સ્ટાર્ટઅપના વખાણ આનંદ મહેન્દ્રએ પણ કર્યા છે.

બજારની વાત                                  . 6 - image

એક મહિનામાં 1600 કરોડના ફ્લેટ વેચાયા

ગુરૂગ્રામ ખાતે નવા ફ્લેટો ખરીદવા લોકો પડાપડી કરે છે. બિરલા એરિકી ફેઝ-ટુના નવા ફેલેટના બુકીંગની જાહેરાત થઇ તેના એક મહિનામાંજ ૧૬૦૦ કરોડના ફ્લેટો વેચાયા છે. જેને રોકોર્ડ બુકીંગ કહી શકાય. કેટલાક ૨૬,૦૦૦ સ્કેવર ફૂટના છે તો કેટલાક ૪૩,૦૦૦ સ્કેવર ફૂટના છે. ગ્રાહકોની લકઝરી ફ્લેટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને બનાવેલા ફ્લેટમાં અત્યંત આધુનિક સવલતો રખાઇ છે. કંપનીનીની વિવિધ શહેરોમાં સ્કીમ ચાલે છે જેમાં બેગલુરૂ, પૂણેને વરલીનો સમાવેશ થાય છે.