Get The App

બજારની વાત .

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

રૂપિયા 63,61,79,82,000 પગાર

અહીં દર્શાવેલો આંકડો ગુગલના સુંદર પિચાઇનો નવો નક્કી કરાયેલો પગાર છે. જે ૬,૩૬૧ કરોડ રૂપિયા થવા જાય છે (અંદાજે ૬૯૨ મિલીયન ડોલર) ગુગલની મૂળ કંપનીનું નામ આલ્ફાબેટ છે. આ સાથે સુંદર પિચાઇ વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ બની જશે. કંપનીની સારી કામગીરીના પગલે પગારના સ્લેબ નવેસરથી તૈયાર કરાયા છે. મૂળ પગાર ઉપરાંત સ્ટેાક અધારીત૮૪ મિલીયન ડોલર દર મહિને ત્રણ મહિના સુધી મળશે. પિચાઇની લીડરશીપ આલ્ફાબેટની અન્ય કંપની વાયમો અને વીંગ એવિયેશનના સ્ટોક આધારીત રકમ પણ મળશે. ૨૦૧૫માં સુંદર પિચાઇ જ્યારે ગુગલમાં જોડાયા ત્યારના પગાર કરતાં નવો સ્લેબ સાતગણો વધારે છે. માઇક્રોસોફ્ટના સીઇઓે સત્યનડેલાનો પગાર ૯૬.૫ મિલીયન ડોલર છે.

બજારની વાત                          . 2 - image

સ્ટાર્ટઅપ લેડી, ઓફિસમાંજ સુઇ જતી હતી

સ્ટાર્ટઅપ તૈયાર કરવું અને તેને બજારમાં મકવું તે બહુ આસાન વાત નથી. તે માટે દિવસ રાત જોયા વિના લોકો મહેનત કરતા હોય છે. સ્ટાર્ટઅપમાં આવતી નાની મોટી ક્ષતિઓને નિવારવી અને તેને લોકોપયોગી બનાવવા પાછળ ઇનોવેશન સાથે સંકળાયેલા લોકો પરસેવો પાડતા હોય છે. બંગલુરૂ ખાતે સ્ટાર્ટઅપ શરૂ કરનાર ૨૩ વર્ષની યુવતી અંજલી સરદાનાએ લખ્યું છેકે સફળતા મેળવવી બહુ આસાન નથી . ૧૦ મિનિટમાં હોમ સર્વિસ ખાસ કરીને ક્લીનીંગ અને  કૂકીંગની સર્વિસ પુરી પાડતા સ્ટાર્ટઅપની એક વર્ષમાંજ ૧૦૦ મિલીયન ડોલરની વેલ્યૂ આંકવામાં આવી છે. પોતાની સંધર્ષ કથામાં તે કહે છે કે હું નવ મહિના પહેલાં કંપનીમાં સુઇ રહેતી હતી. કેમકે અમે ૨૪ કલાક કામ કરતા હતા. ત્યારે અમારી કંપનીને રોજના ૧૭૦ બુકીંગ મળતા હતા જ્યારે આજે રોજના ૧૮,૦૦૦ બુકીંગ મળે છે. તેના સ્ટાર્ટઅપનુંનામ પ્રોન્ટો છે.

બજારની વાત                          . 3 - image

ગુગલ જેમિની સામે કેસ

જેમિની ચેટબોટે મારા પુત્રને ખોટી માહિતી આપીને મૃત્યુ કરવા તરફ પ્રેર્યો છે એવો આક્ષેપ કરીને અમેરિકામાં એક પિતાએ ગુુગલ અને આલ્ફા બેટ સામે કેસ કર્યો છે. તેમનો પુત્ર ગેવલ્સ ઓગષ્ટ ૨૦૨૫થી જેમિની પર અપાતા ટાસ્કના રવાડે ચઢ્યો હતો. જેમાં શોપીંગ માટે મદદ, મદદ માટે લેખિતમાં માગણી વગેરે ટાસ્ક અપાતા હતા. સમય જતાં તે છૈં ને પોતાની પત્ની માનવા લાગ્યો હતો. જેમિની તેને એવી સલાહ આપતું હતું કે તું તારું શરીર છોડી દે તો પછી ઉપર તારી છૈં પત્નીને મળી  શકાય. આવી ભ્રામક વાતોમાં આવી જઇને ગઇ  બે ઓક્ટોબરે તેણે આપધાત કર્યો હતો. પિતાએ કોર્ટમાં કહ્યું છે કે જેમિની જેને કિસ બોક્સ કહે છે તેમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ગેવલ્સે આપધાત કર્યો હતો.

બજારની વાત                          . 4 - image

AI નો ઉપયોગ કરવામાં સરકારી ખાતા નિષ્ફળ

કેટલીક કંપનીઓેના તેમના રોજીંદા કામમાં AIનો ઉપયોગ કરે છે. પોતાના ગ્રાહકોને નડતી સમસ્યા નિવારવા પણ AIનો ઉપયોગ કરાઇ રહ્યો છે. સરકારી ખાતાઓમાં હજુ AIનો ઉપયોગ ઓછો થતો હોવાનું જોવા મળે છે. ઇનોવેશન જેટલી ઝડપથી થાય છે એટલી ઝડપથી સરકારી ખાતામાં તેનો ઉપયોગ કરાતો નથી. સરકારી ખાતામાં AIનો ઉપયોગ નવા સશોેધનો સાથે ભાગ્યેજ કદમ મિલાવતા હોય છે. સરકારી  ખાતાઓમાં AI નો મહત્તમ ઉપયોગ થવો જોઇએ. સરકારી ખાતાઓમાં વિગતો આપવા માંગવા આવતા લોકોનું કામ ઝડપથી થાય તે માટે  કર્મચારીઓને ટેકનોલોજીથી સજ્જ બનાવવા જોઇએ. કોર્પોરેટ કંપનીઓ ને અમલમાં મુકીને તેનો લાભ ઉઠાવી રહી છે. દરેક રાજ્ય સરકારોએ કર્માચારીઓને AI ટેકનોલોજીથી સજ્જ બનાવવા જરૂરી છે.

બજારની વાત                          . 5 - image

મહિલાઓની સલામતીમાં સિંગાપુર નંબર વન

અત્યંત આધુનિક લકઝરી હોમનું સેન્ટર હવે સિંગાપુર બની ગયું છે. પૈસાદાર લોકો કરોડો રૂપિયાના બંગલા ત્યાં ખરીદી રહ્યા છે.તેને ટ્રોફી પ્રોપર્ટી કહે છે. વિશ્વમાં સિંગાપુર રીયલ એસ્ટેટની રાજધાની બની ગઇ છે. હાઇ નેટવર્થ ધરાવતા લોકો પ્રોપર્ટી ખરીદવા પહેલા સિંગાપુરને પસંદ કરે છે. ભારતના કેટલાક રોકાણકારો સિંગાપુરમાં પ્રોપર્ટી ખરીદે છે તેની પાછળનું કારણ લાંબાગાળાનું રોકાણ પણ હોય છે અને સંપત્તિમાં થનારા ભાવ વધારોનો લાભ પણ હોય છે. પ્રોપર્ટીમાં રોકાણ માટે સિંગાપુર પછી બીજા નંબરે ન્યૂયોર્ક સિટી આવે છે જ્યારે દુબઇ ત્રીજા નંબરે આવે છે.

બજારની વાત                          . 6 - image

મેટા ગ્લાસીસનો વિવાદ

મેટાના ગ્લાસીસનો ઉપયોગ કરનારા સામેવાળાને નેકેડ(નગ્ન) જોઇ શકે છે. નૈરોબીમાં એક વ્યક્તિએ મેટા ગ્લાસીસનો ઉપયોગ કરીને નેકેડ ચિતાર કરીને બધું જોયું હતું. વેરેબલ ડિવાઇસમાં અત્યંત આધુનિક ટેકનોલોજી હોય છે પરંતુ રેબાનના ગ્લાસીસે તો અનેકને મૂંઝવણમાં નાખી દીધા છે. મેટાના સબ કોન્ટ્રાક્ટરે નૈરોબી અને કેન્યામાં ટેસ્ટીંગ કર્યું હતું. ગ્લાસીસે ઉતારેલા વિડિયોનું ચેકીંગ ચાલે છે અને તેમાં વધુ પરફેક્શન કેવી રીતે લાવવું તેનું સંશોધન ચાલે છે. કેટલાક વિડીયોમાં કોઇને ટોઇલેટ જતા બતાવાયા હતા, તો કેટલાક ને કપડાં બદલતા બતાવાયા હતા. લોકો ને શું રેકોર્ડ થાય છે તેની ખબર નથી હોતી.  સામે આવેલું કે જે દિશામાં જોવાય તેની તમામ ચીજો રેકોર્ડ થાય છે.