પાંચ દેશોમાં રૂપિયો મજબૂત
તૂટતો રૂપિયો ભારતના અર્થતંત્રની ઉંઘ બગાડી રહ્યા છે. જોકે પાંચ દેશો એવા છે કે જ્યાં રૂપિયો મજબૂત છે તેમજ તેની વેલ્યૂ અન્ય કરંસી કરતા વધુ મજબૂત છે. આ પાંચ દેશોમાં વિયેટનામ આવે છે. જ્યાં એક રૂપિયા સામે વિયેટનામ ડોંગના ૨૯૩.૧૦ છે. જેના કારણે ેવિયેટનામમાં બધું બહુ સસ્તું લાગે છે. લાઓસની કરંસી એક રૂપિયા સામે ૨૪૧.૨૨ છે, જ્યારે ઇન્ડોનેશિયા પણ ભારત માટે સસ્તું છે જ્યાં એક રૂપિયા સામે ઇન્ડોનેશિયન રૂપિયાનો ભાવ ૧૮૫.૦૮ છે, કમ્બોડિયામાં એક રૂપિયા સામે કંબોડીયન રીયલ નો ૪૪.૫૩ છે, પાંચમે નેપાળ આવે છે જે ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ છે. નેપાળમાં એક રૂપિયા સામે ૧.૬ નેપાળી રૂપી છે.

22 વર્ષનો અબજોપતિ, ઝૂકરબર્ગનું ટાઇટલ છીનવાયું
હાર્વર્ડ યુનિવર્સિટીમાં સફળ નહીં થનાર જનરેશન ઝેડની યાદીમાં આવતો આદર્શ હીરેમથ વિશ્વમાં સૌથી નાની ૨૨ વર્ષની ઉંમરનો આપબળે અબજોપતિ બનેલાની યાદીમાં આવે છે. તેની મેક્રોન નામની કંપનીમાં ૩૦,૦૦૦ જેટલા નિષ્ણાત લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.તેની વાર્ષિક આવક ૫૦૦ મિલીયન ડોલરને વટાવી ગઇ છે. આશ્ચર્ય એ વાતનું છે કે તે મૂળ ભારતીય છે અને કર્ણાટકનો છે. તેના અન્ય બે ૨૨ વર્ષની ઉંમરના ભાઇબંધોએ સાથે મળીને કંપની ઉભી કરી છૈં મોડલ ટ્રેડીંગ સ્ટાર્ટઅપ મેક્રોન શરૂ કર્યું હતું. આ ત્રણેય મિત્રો પહેલાં બેએરિયાની એક હાઇસ્કુલમાં ડીબેટ દરમ્યાન મળ્યા હતા. ત્રણેય ડ્રોપ આઉટની યાદીમાં આવે છે. પરંતુ તેમનું સ્ટાર્ટઅપ હીટ ગયું હતું. સૌથી નાની ઉંમરના અબજોપતિ બનવાનું ટાઇટલ ફેસબુકના માર્ક ઝૂકરબર્ગ પાસે હતું તે હવે આદર્શ હીરેમથ પાસે આવી ગયું છે.

જેનીફરને ઉદયપુરમાં 20 લાખ ડોલર ચૂકવાયા
ગયા મહિને ભારતના અબજોપતિએ ઉદયપુરમાં કરેલા ભપકાદાર લગ્નમાં ટોચની સેલિબ્રિટી પોપ સીંગર જેનીફર લોપેઝ પણ હતી. આ ભવ્ય લગ્નને વેડીંગ ઓફ ધ યરનું બિરૂદ અપાયું છે. ઉદયપુર ખાતે મેરેજમાં બોલીવૂડ સેલિબ્રીટી, અમેરિકાના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.ચર્ચા એ છે કે ૫૬ વર્ષની જેનીફર લોપેઝને કેટલા ચૂકવાયા તે મહત્વનું છે. જેનીફર લોપેઝે વેઇટીંગ ફોર ટુ નાઇટ અને ગેટ રાઇટ પરફોર્મ કર્યા હતા. જેનીફરે લોકોને ડોલાવ્યા હતા તે વાત પણ સાચી છે. જેનીફરે શોમાં હાઇકટ બોડીશૂટ પહેરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. કહે છે કે જેનીફરે દુબઇના લગ્નમાં પરફોર્મ કરવા માટે બે મિલીયન ડોલર લીધા હતા. એટલેકે એક નાઇટ શોના ૨૦ લાખ ડોલર..

HR88B8888 માટે 1.17 કરોડ ખર્ચાયા
હરિયાણામાં વીઆઇપી નંબરની પ્લેટ દેશમાં સૌથી મોંઘી બની છે. ગયા બુધવારે તેની હરાજી થઇ ત્યારે તેના ૧.૧૭ કરોડ રૂપિયા બોલાયા હતા. આ પ્લેટનો નંબર લ્લઇ૮૮મ્૮૮૮૮ છે. કહે છેકે હજુ હરાજી પુરી નથી થઇ. ૪૫ લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો. ઓનલાઇન હરાજીમાં સૌથી વધુ બોલી બોલનારે જીત્યાના પાંચ દિવસમાં પુરી રકમ ભરવાની હોય છે. એક તરફ ટેકનીકલ કારણોસર સર્વર બંધ હતું તો બીજી તરફ હરાજીમાં જીતનારનું કુટુંબ નંબર પ્લેટ માટે આવી જંગી રકમ ચૂકવવાના વિરોધમાં હતું. એટલે હવે ફરી હરાજી થશે. પ્લેટમાં છ વાર આંઠ આવતા હોઇ તેને બહુ લકી ગણવામાં આવે છે.

74,000 ભારતીયોએ યુકે છોડયું
યુકે છોડતા લોકોમાં ભારતીયો મોખરે હોવાનું જણાયું છે. યુકેના માઇગ્રેશનના આંકડા પર નજર કરીયે તો ૨૦૨૩ની સરખામણીમાં તે આંકડામાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર ૭૪,૦૦૦ જેટલા ભારતીયોે યુકે છોડીને ગયા છે. યુકેમાં આવતા લોકો કરતાં જતા લોકોની સંખ્યા લગભગ બમણી છે. સ્કીલ્ વર્કર પણ યુકે છોડી રહ્યા છે. ભારતના લોકો પછી યુકે છોડનારામાં ચીનના લોકોનો વારો આવે છે. જોકે બીજી તરફ યુકેમાં આવનારા લોકોમાં પણ ભારતીયો મોખરે છે. જેમકે ૯૦,૦૦૦ લોકો સ્ટડી વિઝા પર આવ્યા છે તો ૪૦,૦૦૦ લોકો વર્ક વિઝા પર આવ્યા છે.

મિચ્ચેલ ઓબામાએ વજન ઉતાર્યું તેનો વિવાદ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિચ્ચેલ ઓબામાં આજકાલ તેમના સૂકલકડી થઇ ગયેલા શરીરના કારણે ચર્ચામાં છે. તેમણે ઉતારેલું વજન ઓઝેમ્પિક દવાના આધારે હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મિચ્ચેલના લેટેસ્ટ ફોટામાં તે સ્લીમ દેખાઇ રહ્યા હોવાનું સોશ્યલ નેટવર્ક પર ચર્ચા શરૂ થયા બાદ તે ઓઝેમ્પિક લે છે તે વાત ઉડી હતી. મિચ્ચેલ કહે છે કે જ્યારે બરાક ઓબામા પ્રમુખ પદે હતા ત્યારે તેમની પત્ની તરીકે તેમની સાથે બહાર જવાનું થતું હતું ત્યારે વજન બાબતે બહુ ધ્યાન રહેતું નહોતું જેના કારણે વજન બહુ વધી ગયું હતું. એટલેજ હવે વજન ઉતાર્યું છે. સોશ્યલ નેટવર્ક પર લોકો જાણવા માંગે છે કે શું ઓઝેમ્પિકનો ઉપયોગ કર્યો હતો? જોકે મિચ્ચેલ વજન કેવીરીતે ઉતાર્યું તે બાબતે કોઇ ફોડ પાડતા નથી.


