વિશ્વની પહેલી પ્રોટીન કોન્ડોમ
જીમમાં જતા લોકોને ફિટનેસ માટે વિવિધ પ્રોટીન સપ્લીમેન્ટ સજેસ્ટ કરવામાં આવે છે. ગૌરવ તનેજા નવા પ્રોટીન સપ્લીમેન્ટ સજેસ્ટ કરવા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે પ્રોટીન કોન્ડોમની વાત કરીને પ્રોટીન સપ્લીમેન્ટ સાથે સંકળાયેલા લોકોને ચોંકાવી દીધા છે. પ્રોટીન કોન્ડોમની વાતને સોશ્યલ નેટવર્ક પર બહુ ટીકા થઇ છે. કોઇએ તેને સસ્તી પ્રસિધ્ધિ કહી છે તો કોઇએ તેને પ્રોટીન ડોમ કહ્યું છે. એક જણે લખ્યું છે કે જેની જરૂર નથી એવા સંશોધનનું શું કામ છે. કેટલાકે લખ્યું છે કે લોકોને એપ્રિલ ફૂલ બનાવવા પ્રોટીન કોન્ડોમની વાતો ચલાવાઇ છે. કેટલાકે કહ્યું કે ડિજીટલ કોન્ડોમ બનાવવી જોઇએ. હકીકત એ છે કે આ પહેલી કોન્ડોમ એવી છે કે જેની જાહેરમાં ચર્ચા થઇ રહી છે.

મિત્તલ કહે છે નિષ્ફળતાથી ડરશો નહીં
સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે તાજેતરમાં કહ્યું છે કે નવોદિત ઉદ્યોગપતિઓેએ નિષ્ફળતાનો સામનો કરતા રહેવું જોઇએ. તેમને એક દિવસ સફળતા જરૂર મળે છે.તે કહે છેકે નિષ્ફળતામાંથીજ શીખવા મળે છે. નિષ્ફળતા વ્યક્તિને ઘણું શીખવાડી જાય છે. તેમાંથી મળતો અનુભવ વ્યક્તિને વધુ સ્માર્ટ બનાવે છે. તે કહે છેકે વર્તમાનમાં શરૂ કરાતા સ્ટાર્ટઅપમાં દરેક ગ્રોથ પાછળ પડે છે. પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં તે ડિપ્રેશનમાં આવી જાય છે. તે કહે છે કે સફળતાનું વિરોધી નિષ્ફળતા નથી પરંતુ નિષ્ફળતા પૂર્વ શરત છે તે આવવનીજ છે. આર્સેલર મિત્તલ કંપનીના લક્ષ્મી મિત્તલની વાત સમજવા જેવી છે.

હાથીને પીંક રંગે રંગાતા વિવાદ
જયપુરમાં એક ફોટો શૂટ દરમ્યાન રશિયન લેડી ફોટોગ્રાફરે એક હાથીને પીંક રંગે રંગીને ફોટો લેતા વિવાદ ઉભો થયો છે. કંઇક નવું કરવા અને પોતે ઇનોવેશન કરી શકે તે બતાવવા રશિયન ફોેટોગ્રાફરે હાથીને પીંક કલરે રંગી નાખ્યો હતો. વિવાદ થયોે એટલે કહ્યું કે હું કેટલાક દિવસ શહેરમાં રહી ત્યારે ત્યાંના વાઇબ્રન્ટ કલર જોઇને પ્રભાવિત થઇ હતી. જ્યારે ફોટો શૂટમાં હાથીનો ઉપયોગ થવાનો હતો ત્યારે મને કંઇક નવું કરવાનું મન થતાં મેં તેના પર સ્થાનિક કલરનો ઉપયોગ કર્યો હતો. જોકે એનિમલ પ્રોટેક્શન વાળા તેની સામે કેસ કરવા તૈયાર થયા છે. લેડી ફોટોગ્રાફર કહે છે કે મેં સ્થાનિક કલરનો ઉપયોગ કર્યો છે. તે પાણી છાંટવાથી પણ જતો રહેશે. પીંક કલરનો હાથી કેવો લાગે?

રાધિકા મરચન્ટના કાંડા પર 21 કરોડની ઘડીયાળ
૨૯ માર્ચે ઇન્ડિયન પ્રિમીયમ લીગના ઉદ્દઘાટન સમારોહમાં અંબાણી પરિવારની નાની વહુ તરીકે ઓળખાતી રાધીકા મર્ચન્ટ અને નીતા અંબાણી બાજુ-બાજુમાં ઉભા રહેલાં નજરે પડતા હતા. રાધિકાના કાંડા પર રહેલી ઘડીયાળે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું . તે ઘડીયાળ લીલાક રિચાર્ડ મિલે બ્રાન્ડની હતી. તેના માત્ર દશ પીસ બજારમાં ફરે છે. તેની કિંમત આંખો ફાટી જાય એવી છે. તેની કિંમત ૨૧ કરોડ રૂપિયાની છે. લકઝરી વોચની યાદીમાં ટોપ પર આવતી લીલાક રિચાર્ડ મિલેની ઘડીયાળો વિશ્વના દશ લોકો પાસે છે. તે રાધિકા મર્ચન્ટના હાથ પર જોવા મળી હતી અને ચર્ચાનો વિષય પણ બની હતી.

સોનામઢી નવવધુ
દુબઇ સોનાની નગરી સમાન છે. તાજેતરમાં દુબઇના એક લગ્ન સમારંભમાં જ્યારે નવવધુ પ્રવેશી ત્યારે તેના આખા શરીરને સોનાથી ઠાંકી દેવાયું હતું. તે સાચું સોનું હતું કે નહીં તેનો વિવાદ ચાલે છે પરંતુ દુબઇના લગ્નો પરંપરાગત રીતે થાય છે. તેમાં ચોરીમાં બેઠેલી નવવધુને પરપરાગત રીતે સોનું અપાય છે. તાજેતરમાં એક લગ્નમાં સોનાથી મઢેલી કન્યા જોઇને લોકો ગણત્રી કરવા લાગેલાં કે સોનાના ભાવ આસમાને છે ત્યારે નવવધુને આટલું બધું સોનું આપવા પાછળ કઇ પરંપરા છે? ઇન્ટરન્ટ પર લોકો કહે છેકે અંદાજે સાત કિલો જેટલું સોનું હશે. પોતાના શરીર પર સાત કિલો સોનું કેવી રીતે ઉંચક્યું હશે તેમ પણ પૂછાય છે.

વેગન ઇન્ક અને કોહલી
વેગન ફૂડ લેવામાં ક્રિકેટર વિરાટ કોહલીનું નામ ગાજી રહ્યું છે. લોકો તેનું અનુકરણ પણ કરી રહ્યા છે. વેગન ખાનારા વધે તેવા પ્રયાસો કરવામાં વિરાટ મોખરે છે. તાજેતરમાં વેગન ઇન્ક (શ્યાહી) બનાવવામાં આવી છે. સામાન્ય રીતે ઇન્ક બનાવવામાં પ્રાણીની ચરબી, જીલેટીન, હાડકાનો પાવડર વગેરેનો ઉપયોગ થાય છે તેની સામે વેગન ઇન્ક બનાવાઇ છે. વિરાટ કોહલી એક ટેટૂ કંપનીમાં ટેટૂ દોરાવતો નજરે પડે છે. આમ કરીને તે લોકોને એમ દર્શાવવા માંગે છે કે વેગન ટેટૂની શ્યાહીનો ઉપયોગ કરી શકાય છે. વેગન ફ્રેન્ડલી લોકોની સંખ્યા વઘતી જાય છે. પરંતુ ટેટૂ દોરવામાં વપરાતી શ્યાહીમાં પ્રાણીની ચરબી, જીલેટીન વગેરેમાંથી બનતી આવી છે. વિરાટ કોહલીએ બહુ ઉપયોગી પ્રચાર કર્યો છે.


