બિસોઝ AI ની રેસમાં..કોપીકેટ
એમેઝોનના જેફ બિસોઝ મોડે મોડે આર્ટિફીશ્યલ (AI)ટેકનોલોજીની રેસમાં જોડાતા સૌથી પહેલો પ્રતિભાવ ટેસ્લાના ઇલોન મસ્કે કોપીકેટ કહીને આપ્યો હતો. અબજોપતિ જેફ બિસોઝ પાસે પૈસા ઉપરાંત AIની રેસમાં ઉતરી શકાય એવું નેટવર્ક છે. જેફ બિસોઝ પોતે તે કંપનીના સીઇઓ બનશે અને રેસમાં ઉતરવા ૬.૨ અબજ ડોલરનું ભંડોળ પણ ભેગું કરી ચૂક્યા છે. ૨૦૨૧માં અમેઝોનનું સીઇઓે પદ છોડનાર ફરીવાર સીઈઓ બની રહ્યા છે. ટેસ્લાના મસ્કની કંપનીનું નામ ટAI છે. જ્યારે મસ્કે જાણ્યું કે બિસોઝ પણ AI રેસમાં ઝૂકાવી રહ્યા છે ત્યારે એક લાઇનમાં પ્રત્યાઘાત આપ્યા હતાકે નથીંગ બટ કોપીકેટ...

બેંગલુરૂના ખાડા પુરો કે ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકો
બેંગલુરૂના રસ્તા પરના ખાડા અનેકની કમર તોડી રહ્યા છે. કર્ણાટકમાં કોણ મુખ્યપ્રધાન બનશે તે ઉકેલ માંગતો કોયડો મંદ બનાવવાના પ્રયાસ ચાલુ છે પરંતુ કોઇને રોડ રીપેર કરવાની પડી નથી. બેંગલુરૂના રોડનો શિકાર બનીને હોસ્પિટલમાં ૬ લાખ રૂપિયા સારવાર પાછળ ખર્ચનાર એક વ્યક્તિએ બહુ સંવેદનાથી ભરેલો મેસેજ વહેતો કર્યો છે. તેણે લખ્યું છેકે તુમ અપના રોડ કે લીયે કુછ કરો..સૌરભ પાંડે નામના આ ઇજા ગ્રસ્તે હોસ્પિટલની બેડ પરથી કહ્યું છે કે ખાડાથી ભરેલા રોડ પરના બમ્પ પર પણ ખાડા છે. બમ્પ પરના ઇન્ડીકેટર ના હોવાથી પાણીમાં તેની ખબર નથી પડતી. ટુવ્હીલરના ચાલકો રોજેરોજ જોખમ પરથી પસાર થઇ રહ્યા છે. તેણે લખ્યું છેકે જો રોડ રીપેર ના કરી શકતા હોતો ટુ વ્હીલર પર પ્રતિબંધ મુકી દો.

બિહારના યુવાનનો જાગૃતિ ફેલાવવા પ્રયાસ
એક યુવાને લોકોને વિનંતી કરીને જ્યાં ત્યાં ગંદકી નહીં કરવાના મેસેજ આપવાનું ચાલુ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. કોઇ વિડીયો નહીં, કોઇ જાહેરાત નહીં, કોઇ પેમ્ફલેટ નહીં, કોઇની સહાય નહીં અને કોઇ ધોંધાડીયો પ્રચાર વિના બિહારના એક યુવાને લોકોને સ્વચ્છતાના મેસેજ આપવાની પહેલ કરી છે. ગંદકી કરવામાં બિહારના લોકો બદનામ બસ્તી સમાન છે. ટ્રેનમાં પ્રવાસીઓને તે કહે છેકે સાંભળો....સાંભળો ગમે ત્યાં કચરો ના ફેંકો, તમારો ફોન બંધ કરો અને મને સાંભળો.સરકારે આપણને ટ્રેન આપી છે. તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. તે આપણું ઘર છે. તમે જ્યારે મોટી મસ બેગો લઇને પ્રવાસ કરો છો ત્યારે ખિસ્સામાં નાની પ્લાસ્ટીકની કોથળી પણ રાખો. તમારો પોતાનો કચરો તેમાં ભરી રાખો અને ડસ્ટબીન આવે તેમાં નાખો. તે લોકોને કાયમી ટેવોમાંથી બહાર લાવવા જાગૃતી ફેલાવે છે.

બોનેટ ચીરનાર ડોગીનું નામ ચીકુ
એક ડોગી પાર્ક કરેલી કારમાંથી ઉંદરને પકડવા કારની આગળના બોનેટ નીચેના ભાગને પુરી તાકાતથી ચીરી નાખે છે અને અંદરનો ઉંદર પકડી લેતો વિડીયો દેશભરમાં કરોડો લોકોએ જોયો છે. કેટલાકને તેના પર દાઝ ચઢે છે પરંતુ તેણે કરેલા કારને નુકશાન કરતાં વધુ નુકશાન ઉંદર કરી શકે એમ હતો. જો તે ઉંદર પકડાયો ના હોત તો તે કારનું વાયરીંગ કાપી નાખત. આ કૂતરો કોણ છે તે વાતની જીજ્ઞાાશાનો પણ અંત આવ્યો છે. તેનું નામ ચિકુ છે. તેના માલિક ગોવામાં રહે છે. કારનું બમ્પર ચીરી નાખતો વિડીયો તેના માલિકે પણ જોયો હતો અને તરતજ કહ્યું હતું કે આતો, આપણો ખોવાઇ ગયેલો ચીકુ છે.

ભારતની ડિફેન્સ ટેકનોલોજી પ્રશંસાને પાત્ર
સંરક્ષણ માટેના શસ્ત્રો બનાવવામાં ભારત હરણફાળ ભરી રહ્યું છે. જે મિસાઇલ પર કોમ્પ્યુટર કન્ટ્રોલના હોય તે સામાન્ય ટયુબ બની જાય છે. જે રડાર પર સિગ્નલ પ્રોસેસર ના હોય તે ગોળ ફરતા એન્ટેના સમાન છે જ્યારે ફ્લાઇટ કન્ટ્રોલ સિવાયનું ડ્રોન રમકડાં સમાન હોય છે. ડેટા પેચર્લ પર ભારતે ભાર મુક્યો છેે અને તેની ટેકનોલજી પર સફળતા મેળવી છે.નેક્સટ જનરેશન ઇલેકટ્રોનિક વોરફેર મોડયુલ વગેરેમાં ભારત કેટલીક સિધ્ધિ મેળવી શક્યું છે. જેમકે ભારત ઇલેકટ્રોનિક્સ રડાર સિસ્ટમ બનાવે છે. ભારત ડાયનેમિક્સ મિસાઇલ્સ બનાવે છે. હિન્દુસ્તાન એરોનેટીક્સ જેટ વિમાન બનાવે છે. ભારતની ડિફેન્સ ટેકનોલોજી પ્રશંસાને પાત્ર બની છે.

AI માં રોકાણનો પવન..રીલાયન્સ ટુ HCL
છેલ્લું અઠવાડીયું આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સી માટે ભરચક રોકાણો વાળું પસાર થયું છે એમ કહી શકાય. ભારતની દરેક મોટી કંપનીઓમાં રોકાણ માટે આયોજન કરી રહી છે. દરેક પાસે પોતાના નાના મોટા પ્રોજેક્ટ છે અને તે માટે બજેટ પણ ફાળવેલું છે. રીલાયન્સે કેનડીયન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બૂ્રકશિલ્ડ અને અમેરિકા સ્થિત ડેટા સેન્ટર કંપની ડિજીટલ રીયલ્ટી કંપની ૧ એક ગીગા વોટનું ડેટા સેન્ટર વિશાખાપટનમ ખાતે ઉભું કરવા ૧૧ અબજ ડોલર રોકશે. ડેટા સેન્ટરની રેસમાં લાર્સન એન્ડ ટૂબ્રો પણ છે. તેની કંપની વ્યોમા ૩૦૦ મેગાવોટનું ડેટા સેન્ટર ઉભું કરવા પ્લાન કરે છે. એવીજ રીતે એચસીએલ ટેક એએપી સાથે ભાગીદારી કરીને એડવાન્સ એઆઇ સોલ્યુશન માટે સેન્ટર ઉભું કરશે.


