Get The App

મેગ્નેશિયમ અને ડેરિવેશન વિશે માહિતી

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
મેગ્નેશિયમ અને ડેરિવેશન વિશે માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

મેગ્નેશિયમ આ એક મેટાલિક ઘટક હોય છે. તે સિલ્વરી, મોડરેટલી હાર્ડ આલ્કલાઈન-અર્થ મેટલ છે. એલ્યુમિનિયમ પ્રકારની ઇલેકટ્રીક કન્ડક્ટીવીટી ધરાવે છે. મેગ્નેશિયમ સેન્ટ્રલ એલિમેન્ટ ક્લોરોફાઈલ મોલેક્યૂલ છે. જે રેડ બ્લડ કોર્પસલ (પ્રાણી શરીરમાંનો અતિસુક્ષ્મ પદાર્થ) કણ, ખાસ કમ્પોનેન્ટ છે. સ્પે. ગ્રે. ૧,૭૪, મેલ્ટીંગ પોઈન્ટ ૬૫૦ સે.ગ્રે., બોઈલીંગ પોઈન્ટ ૧૧૦૭ સે.ગ્રેડ સોલ્યુબલ ઈન એસિડ, ઈન સોલ્યુબન ઇન વોટર

* સોર્સ : મેગ્નેસાઈટ અને ડોલોમાઈટ, દરિયાના પાણીમાંથી અથવા બ્રાઈન

* ડેરિવેશન : (૧) ઇલેક્ટ્રોલાઈસિસ ઓફ ફ્યુઝ્ડ મેગ્નેશિયસ ક્લોરાઈડ (૨) રિડક્શન ઓફ મેગ્નેશિયમ ઓક્સાઈડ વીથ ફેરોસિલીકોન

મેગ્નેશિયમ : ફાઈન પાવડર ૯૯.૫% પ્યોરિટી ધરાવે છે. જે બાર, સીટ, રોડ, પ્લેટ, ટયુબીંગ, રિબન, ફ્લેકના રૂપમાં મળે છે.

* હેઝર્ડસ : (સોલિડ મેટલ) જે ૬૫૦ સે.ગ્રેડ તાપમાન સળગી ઉઠે તેવું ઘટક છે. ડેન્ઝરસ ફ્લેમેબલ ફાયર રિસ્ક, ફાયર કન્ટ્રોલર તરીકે રેતી અથવા ટાલ્કનો ઉપયોગ કરી શકાય છે.

* ઉપયોગ : એલ્યુમિનિયમ એલોય પાર્ટ્સ, ડાય-કાસ્ટ, ઓટોપાર્ટ્સ, ફ્લેશ ફોટોગ્રાફી, પ્રોડક્શન ઓફ આર્યન, નિકલ, ઝીંક, ટિટાનિયમ, ઝીર્કોનિયમ, કેથોડિક પ્રોટેક્શન, ઓપ્ટીકલ મિરર, ડ્રાય અને વેટ બેટરીમાં ઉપયોગ લઈ શકાય છે.

* મેગ્નેશિયમ ઓક્સાઈડ : (મેગ્નેશિયા) - બે પ્રકારે પ્રોડયુસ કરવામાં આવે છે. (૧) નીચે ટેમ્પ્રેચરે હાઈડ્રોક્સાઈડને ડીહાઈડ્રેશન કરી પફી (હલકું) મટિરીયલને મેળવવામાં આવે છે. (૨) ડેન્સ મટિરીયલ્સને ઉંચા ટેમ્પ્રેચરે ઓક્સાઈડને મેળવવામાં આવે છે.

* પ્રોપર્ટી : વાઈટ પાવડર, લાઈટ અથવા હેવી પાવડર, મેગ્નેશિયમ કાર્બોનેટને હીટીંગ કરી અથવા બેઝીક મેગ્નેશીયમ કાર્બોનેટ વડે બનાવવામાં આવે છે. મેલ્ટીંગ પોઈન્ટ ૨૮૦૦ સે.ગ્રેડ, બોઈલીંગ પોઈન્ટ ૩૬૦૦ સે.ગ્રેડ, સોલ્યુબન ઇન એસિડ અને એમોનિયા સોલ્ટ સોલ્યુશન

મેગ્નેશિયમ અને ડેરિવેશન વિશે

* ડેરિવેશન : (૧) કેલ્શિનીંગ મેગ્નેશિયમ કાર્બોનેટ અથવા મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ

(૨) બાય ટ્રીટીંગ મેગ્નેશિયમ ક્લોરાઈડ વીથ લાઈમ એન્ડ હીટીંગ, અથવા હીટીંગ ઇટ ઇન એર

(૩) ફ્રોમ સી વોટર વાયા ધ હાઈડ્રોક્સાઈડ

* ઉપયોગ : રીફ્રેક્ટરી, પોલિકીસ્ટલાઈન સિરામિક ફોર એરક્રાફ્ટ વીન્ડ શીલ્ડ, ઇલેકટ્રીક ઇન્સ્યુલેશન, ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક, ઇનઓર્ગેનિક રબ્બર એસિલેટર, ઓક્ઝીક્લોરાઈડ અને ઓક્ઝીસલફેટ સિમેન્ટ, પેપર મેન્યુફેક્ચરીંગ, ફર્ટીલાઈઝર, ફુડ એન્ડ ફીડ એક્ટિવ