- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
આજે આપણો દેશ પ્રગતિને પંથે જરૂર છે છતાં પર્યાવરણને લગતા પરિબળો જેવા કે કેમિકલના કારખાના, પેટ્રોલ-ડીઝલના કાર્બન ઓકતા ધૂમાડા, બાયો હેઝર્ડ, નળમાંથી ટપકતા મર્ક્યુરી (ઝેર) જે માનવ વપરાશ માટે અતિ નુકસાનકારક સાબિત થઇ શકે તેમ છે. જે અર્થતંત્રને માટે ફટકારૂપ બને છે. જેથી તેનો ઉકેલ પણ જરૂરી બને છે. અહીં આપણે ઉપર બતાવેલ પાસા વિશે લખીશું.
મર્ક્યુરી (ઝેર) : દિલ્હી સ્થિત ડાઉન ટુ અર્થ અને સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવીરોનમેટ ને દરેક રાજ્યના ભૂગર્ભ જળના નમૂના એકત્રીત કરી ટેસ્ટીંગ માટે મોકલવામાં આવે છે.
જેમાં ઘણા રાજ્યોનાં પાણીમાં સલામત કહી શકાય તેના કરતાં વધારે મર્ક્યુરીનું પ્રમાણ જણાતું આવે છે. તેના કારણોમાં કેમિકલના કારખાના પર્યાવરણની ઘોર ખોદી રહ્યાં છે.
બાયો હેઝર્ડ : મેડીકલ જૈવિક કચરો એનવીરોનમેન્ટ સિસ્ટમ પ્રમાણે માથાનો દુ:ખાવો સાબિત થઇ શકે તેમ છે. હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં સારવાર લેતા દર્દીઓના રોગિસ્ટ ચેપવાળા ડ્રેસિંગ, આઈવી બેગ્સ, લીનના લોહીવાળા ડૂચા, ઓપરેશન કર્યા બાદના માનવ શરીરમાંથી નીકળેલ હાડકાં, માસના લોચા, ગાંઠો, ચામડી તેમજ ડીલેવરી બાદ નીકળતો જૈવિક પદાર્થ, સિરીન્જ જેવા કચરાના ઢગ ખડકાયેલા હોય છે. આવા કચરામાં પેદા થતા વિષાક્ત જીવાણુંને કારણે રોગ ફાટી નીકળવાની શક્યતા રહેતી હોય છે.
આ માટે અમૂક હોસ્પિટલમાં જૈવિક કચરાને બાળવા માટે ભઠ્ઠીઓ હોય છે. પરંતુ આવી ભઠ્ઠીઓમાં થતી દહનક્રિયા દરમ્યાન બળતા કચરામાંથી આર્સેનિક જેવા વિષાક્ત વાયુઓ હવામાં ભળી જઇ વાતાવરણને પ્રદૂષિત કરતા હોવાથી લોકોના આરોગ્યનું જોખમ ઉભું થતું હોય છે.
નોંધ : જૈવિક કચરાના નિકાસ અંગે બાષ્પીભવન ભઠ્ઠીમાંથી બહાર નીકળતા વાયુના નિયંત્રણ અને તેના ધારાધોરણ પ્રમાણે વર્તવાની ખાત્રી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવાની હોય છે.
પીયુસી : આજે મેટ્રોસિટીમાં ટ્રાફીક વધતો જાય છે. સાથે આ વાહનોમાંથી નીકળતાં પેટ્રોલ ડીઝલના ધૂમાડા આમ આદમી માટે બાધારૂપ બનતા જાય છે. આમ ન બને તે માટે પીયુસી સિસ્ટમ છે. પરંતુ આ માટેનું પાલન ઓછું થતું હોય છે. નુકસાન કરતા સાબિત થઇ શકે છે.
એનવીરોનમેન્ટલ પોલિસી : આપણા ભારતમાં પણ એનવીરોનમેન્ટલ સિસ્ટમ અને બીજી ન્યુસિસ્ટમ ફોર એનવીરોનમેન્ટલ એસેસમેન્ટ અને મેનેજમેન્ટ (સી.ઈ.એ.એમ.) જેવી સંસ્થાની સ્થાપના થઇ ચૂકી છે. જેથી દરેક નાગરિકે એનવીરોનમેન્ટલ પોલિસી પ્રમાણે વર્તવુ જરૂરી બને છે.
નોંધ : બાષ્પીભવન ભઠ્ઠી સંબંધિતની અરજી મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે.


