- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
નિમ : લીમડો : નેચરલ સોર્સ દ્વારા યુનિક બેઝ કમ્પાઉન્ડ જેવાકે મેડિસીન અને ઈનસેકટીડલ પ્રોડકટસ તરીકે નિમ-એકસ્ટ્રેક્ટનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. નિમ-સિડઝ કેરેનલ અને નિમ-ઓઈલનો એગ્રીકલચર-તેમજ સ્ક્રીન-કેર તરીકે તેમજ નિમ-ઓઈલમાંથી બાયો-ફ્યૂલ બનાવવામાં આવી રહ્યા છે. નિમ-ફ્રૂટ, નિમ-સિડઝ અથવા નિમ-સિડઝ કેરનલમાંથી એકસ્ટ્રેક્ટ કરીને મેળવવામાં આવતું ઓઈલ સિન્થેટીક પેસ્ટીસાઈડ અને હાર્મફૂલ મેડિસીન સામે ઘણું જ સારુ રિજલ્ટ આપે છે.
વિશ્વમાં બાયો-સાઈડ પધ્ધતિના એગ્રીકલચર પ્રોડક્ટસો ડેવલોપ થઈ રહ્યાં છે. તેમાનું એક ફોર્મ્યુલેશન નીચે પ્રમાણે છે.
બાયોસાઈડ રસાયણ ફોર્મ્યુલેશન : નિમ ઓઈલ ૫૦૦ ગ્રામ, સિટ્રોનિલા ઓઈલ ૨૫૦-ગ્રામ, ઈમલસીફાયર ૯.૫ મો.વે. ૨૫૦ ગ્રામ, અને પાણી ૯ લીટર વાપરી આ રસાયણ બનાવી શકાય છે. તેનો ઉપયોગ છંટકાવ કરીને થઈ શકે છે.
નિમ-સોપ નાકી-ઈનગ્રેડીએન્ટ : નિમ-ઓઈલ ૬૦ ટકા, કોકોનટ ઓઈલ-૪૦ ટકા, કોસ્ટીક સોડા અંદાજે ૧૫ ટકા, પાણી ૪૦ લીટર, આ ચારેય રસાયણનું ૮૦. સે.ગ્રેડ તાપમાને સેપોનિફીકેશન કરવું, સેપોનિફીકેશન પુરુ થયા બાદ આ પદાર્થને ૨.૫, ટકા એસિટીક એસિડ સોલ્યુસન વડે ન્યુટ્રલ કરવું. છેલ્લે ગ્લીસરીન ૨ ટકા અને પરફ્યુમ્સ નાખી મિક્સ કરી ટ્રે-ડીસમાં જમાવી દેવું. ત્યારબાદ તેને કટીંગ કરવા-જેથી નિમ-સોપ તૈયાર થયો સમજવું.
નિમ-સોપ ના કી-ઈનગ્રેડીએન્ટ-૨ : નિમ-એકસ્ટ્રેક્ટ, સોડિયમ પાલમેટ,-સોડિયમ કોકોએટ, સોડિયમ પામ કેરનેટ, સોડિયમ કલોરાઈડ, ગ્લીસરીન, ટીટા નિયમ-ડાયોકસાઈડ, ઈ.ડી.ટી.એ, કલર અને પરફ્યુમ્સને મિકસીંગ, રોલીંગ અને પ્લોડરીંગ-કરી નિમ-સોપ બનાવી શકાય છે.
નિમ-ઓઈન્ટમેન્ટ ના કી-ઈનગ્રેડીએન્ટ : નિમ-એકસ્ટ્રેક્ટ, પેરાફીન વેક્સ, માઈક્રો ક્રિસ્ટલાઈન વેકસ, લાઈટ લીકવીડ પેરાફીન ઓઈલ, મિથાઈલ સેલિસાઈલેટ, મેન્થોલ, પી.ઈ.જી. ૨૦૦ વડે નિમ-ઓઈન્ટમેન બનાવી શકાય છે.
નિમ-હેર ઓઈલ ના કી - ઈનગ્રેડીએન્ટ : નિમ-એકસ્ટ્રેક્ટ, કોકોનટ ઓઈલ, કેસ્ટર-ઓઈલ, ગ્રીન કલર, પરફ્યુમ્સ વગેરેને ૯૦. સે.ગ્રેડ ઉષ્ણતામાને ઉકાળીને બનાવી શકાય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીઝ જરૂરી બને છે.
નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઈન્ડીયન નેશન્સ ફૂડ એન્ડ ડ્રગ ઓરગેનાઈઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.


