Get The App

એરોમા કેમિકલ્સ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
એરોમા કેમિકલ્સ વિશે વિસ્તૃત જાણકારી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

એરોમા કેમિકલ્સ એક જાતનું કેરિકટર્સ, મહત્વનો ભાગ અને ગુણધર્મ ધરાવતું એરોમા છે. એરોમા ધ્યાનાકર્ષક, નામાંકિત, સવિશેષ ફ્લેવર્સ અને ફ્રેગ્રેંસ પ્રકારનું હોય છે. તેનો ઉપયોગ ફ્લેવર કમ્પોઝીશન જેવા કે વેનિલીન, સિટ્રોનિલા એન્ડ ઇટ્સ ઇસ્ટર, ઝેરાનિઓલ/નેરોલ એન્ડ ધેર ઇસ્ટર લીનાલુલ એન્ડ ઇટ્સ ઇસ્ટર, એલ-મેન્થોલ એન્ડ ટર્પિનીઓલ એન્ડ ઇટ્સ ઇસ્ટર.

એરોમા કેમિકલ્સનો ઉપયોગ ફ્રેગ્રેંસ બનાવવા માટે થાય છે. વધતું જતું વર્લ્ડ પોપ્યુલેશન અને વધતી જતી ફુડ ફાર્મિંગના કારણે લેબર અને જગ્યાની પુષ્કળ પ્રમાણમાં જરૂરત રહેશે. મોટા પ્રોડક્શન માટે નેચરલ સોર્સ, જેવા કે ફ્લાવર્સની જરૂરત અને લેબર કોસ્ટ ખૂબ જ અગત્યની બાબત બની શકે છે. ખૂબ જ અગત્યનું ઓઈલ જેવું કે સેન્ડલવુડ કે તેના ઝાડ ખૂબ જ ઓછા પ્રમાણમાં રહ્યાં છે. અને સાથે પોલિટીક કારણ પણ નડે છે.

હાલમાં સિન્થેટીક વેરાયટીઓ પેટ્રોકેમિકલ્સ દ્વારા રીજનેબલ સોર્સથી મળી રહે છે. જેમાં એરોમેટિક કેમિકલ્સ કે જે એરોમા ફ્લેવર્સ એન્ડ ફ્રેગ્રેંસ માટે નીચે પ્રમાણેના ચાર પ્રોડક્ટસ ક્લાસીફાઈડ કરેલ છે. જેમાં બેન્ઝીનોઈડસ, ટર્પિન ઓઈલ અથવા ટર્પિનોઈડ, મસ્ક કેમિકલ્સ અને મિસલેનિઅસ.

બીજા પ્રોડક્ટસ તરીકે નેચરલ એરોમા કેમિકલ્સ, એસેન્સીયલ ઓઈલ, ઓલીયો રેઝીન અને અન્ય નેચરલ એકસ્ટ્રેક્ટસને મેળવવામાં આવે છે. બીજા પ્રકારના સિન્થેટીક એરોમા કેમિકલ્સને અલગ પ્રકારની ટેકનોલોજીથી મેળવવામાં આવે છે. જેમાં ક્લાસીક રીએક્શન સાથે નાઈટ્રેશન ફ્રાઈડેલ-કાફ્ટ રીએક્શન, ગ્રીગનાર્ડ રીએક્શન તેમજ ડીસ્ટીલેશન અને પ્યોરીફીકેશન ખૂબ જ અગત્યનું હોય છે. 

(ક્રમશઃ)