- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ઇન્ડિયન પ્લાસ્ટીક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનું એવરેજ કન્ઝપ્શન લેવલ લગભગ ૧૫૦ ટન/યુનિટ જેટલું હતું (જેમાં ૨૨૦૦૦ યુનિટ, એક્રોસ ધ કન્ટ્રી), તેની પ્રોસેસિંગ કેપેસિટી 10 મિલિયન ટન જેટલી આકવામાં આવેલ હતી.
પેટ્રોકેમિકલ પ્રોડક્ટ કેટેગરી : પોલિઇથાઈલીન (એલડીપીઈ, એલએલડીપીઈ, એસડીપીઈ), પોલિપ્રોપાઈલીન (પીપી), પોલિવિનાઈલ ક્લોરાઈડ (પીવીસી), પોલિ સ્ટાયરીન (પીએસ), પોલિબુયાડાઈન રબ્બર (પીબીઆર), સ્ટાયરીન બુટાડાઈન રબ્બર (એસબીઆર)
બીજા પ્રકારના એપ્લીકેશન સેક્ટરમાં ફીલ્મ ફાઈબરે સારો એવો બીઝનેસ કર્યો છે. કારણ કે સિમેન્ટ ઉદ્યોગ વધવાને કારણે સિન્થેટિક વોવન બેગનો પેકેજીંગ તરીકે મોટાપાયે ઉપયોગ થવા લાગ્યો છે. તે સાથે ફુડ ગ્રેઈન પ્રોડક્ટસ માટે જ્યુટ બેગનો ઉપયોગપણ વધતો ગયો છે.
તેમ તેનું માર્કેટ પણ વધતું ચાલ્યું છે. ઇન્ડિયન પ્લાસ્ટીક અને પોલિમર ઇન્ડસ્ટ્રીઝમાં ગ્લોબેલાઈઝેશન પછીથી અર્થપ્રદર્શક રીતે ઇન્ડિયન ઇકોનોમિમાં ૧૨ થી ૧૩% નો પર એન્યુઅલ વધારો થયો છે.
* BOPP અને BOPET ફીલ્મસ રજીસ્ટર્ડ ઇમ્પ્રેસિવ ગ્રોથ રેટ અને આ બન્ને સેક્ટરમાં વધારે કેપેસિટી ડેવલોપ થઈ રહી છે.
* PET બોટલનો મેન્યુફેક્ટરીંગ ગ્રોથ વધતો જાય છે. કારણ કે કન્ઝુમર પ્રોડક્ટસ પેકેજીંગ જેવા કે ફુડ, ફાર્મા કોસ્મેટિક, ડોમેસ્ટીક પ્રોડક્શન વધતા જાય છે તે કારણે પેટ બોટલનું માર્કેટ ખૂબ જ મોટું થતું જાય છે.
* ABS ઓટો સેક્ટરમાં પૂષ્કળ પ્રમાણમાં વપરાઈ રહ્યું છે. તેમજ એવીએસમાંથી એસેસરી પણ બનાવવામાં આવી રહી છે. હાલનું એબીએસનું માર્કેટ ૬૦ થી ૬૫ કેટી જેટલું આકવામાં આવી રહ્યું છે.
* બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક : રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટે સાબિત કર્યું છે કે બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક એટલે એલિથેટિક પોલિકાર્બોનેટ, ક્લાસ ઓફ કમ્પાઉન્ડને ઇપોક્સાઈડ કહેવામાં આવે છે. પરંતુ આ પ્રોસેસ ખૂબ જ ખર્ચાળ સાબિત થયેલ છે.
આ પ્રોસેસ કેટાલાઈટ્સ, સાથે ઊંચા ટેમ્પ્રેચર અને પ્રેશરે બને છે. આ રીતે બનેલ પ્લાસ્ટીક પ્રોસેસ પ્રોડક્ટસનો ઉપયોગ બાયો મેડિકલ પ્રોડક્ટસ માટે કરવામાં આવે છે.
* આ પ્રોડક્ટસ એનવીરોનમેન્ટલ ફાયદાકારક નીવડેલ છે. સાથે પેટ્રોકેમિકલ્સ અને ટોક્સીન સોલવન્ટ વાપર્યા વગરના પ્લાસ્ટીક પ્રોડક્ટસ છે. આ પ્રોડક્ટસ ગ્રીન હાઉસ ઇફેક્ટ ઓછી કરવામાં મદદરૂપ બને છે. આ પ્રકારનું નવું પ્લાસ્ટીક ખૂબ જ સારી પ્રોપર્ટી અને બાયોડીગ્રેડેવીલીટી ધરાવે છે.
લાયસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.


