- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
- પ્લાસ્ટીકમાં વપરાતા કલરો અંગે ઊંડાપૂર્ણ માહિતી પર નજર કરીએ તો,
એલ્યુમિનિયમ પીગમેન્ટ : એલ્યુમિનિયમ પીગમેન્ટ ખૂબ જ એટરેક્ટિવ અને પર્લી ઇફેક્ટ આપે છે. પરંતુ તેને પ્રમાણસર વાપરવામાં આવે તો ! એલ્યુમિનિયમ પીગમેન્ટની લાઇફ ટૂંકી હોય છે. ખાસ કરીને આ કલરનું ડીસ્પર્સન એ મેઇન પ્રોબલેમ છે. જેથી પ્રોપર ડીસ્પર્સન માટે હાઈસ્પીડ મિક્સર અને તેને સૌપ્રથમ બારિક ટૂકડા કરી ઇક્વિપમેન્ટમાં નાખવામાં આવે છે. જો આ બાબત પર ધ્યાન આપવામાં ન આવે તો તેની અસર અવળી પડે છે અને તેનો કલર બદલાઈ જાય છે. એલ્યુમિનિયમ પીગમેન્ટને સોલવન્ટ અથવા પ્લાસ્ટીસાઇઝરમાં પીગાળવામાં આવે છે. કારણ કે એલ્યુમિનિયમ પીગમેન્ટની ડેન્સ ૨.૫ ટાઈમ સોલવન્ટ કરતા નીચી હોય છે. જેથી તે વેસલ્સમાં બેસી જવાનો ભય રહે છે. જેથી વાપરતી વખતે કેર લેવી જરૂરી બને છે.
સ્પેક્ટ્રાક્રેમ માસ્ટર બેચ : આ પ્રકારના માસ્ટરબેચ ખાસ રકીને કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડક્ટસના પેકેજીંગ માટે અતિ ઉત્તમ સાબિત થયેલ છે અને આ પ્રોડક્ટસને એફ.ડી.એ. માન્યતા આપેલ છે. આ પ્રકારના માસ્ટર બેચ પીવીસી, સાન, પોલીઇથીલીન, પોલીપ્રોપલીન, અને પોલીકાર્બોનેટ પોલીમરના બનેલા હોય છે. આ કલર રેડ, ગ્રીમ, ઓરેન્જ, પરપલ, બ્લ્યુ અને યેલો પ્રકારના હોય છે. આ માસ્ટર બેચમાંથી ટોયઝ, લો-ગાર્ડન તેમજ બાથ સેનિટરીના પ્રોડક્ટસ બનાવી શકાય છેે. આ પ્રકારના માસ્ટર બેચમાં એન્ટીમની ટ્રાયોકસાઇડ વાપરવાની જરૂરત રહેતી નથી જેથી આ માસ્ટર બેસ કોસ્ટીંગમાં અનુકુળ રહે છે.
ડાયકેટો - પાયરોલ - પાયરોલે : પ્લાસ્ટીક માસ્ટર બેચમાં આ પીગમેન્ટ કલરનો મુખ્ય રોલ હોય છે. આ પીગમેન્ટ ટ્રાન્સપેરન્ટ પ્રોડક્ટસ માટે વાપરવામાં આવે છે. આ કલર ૩૦૦ં અંશ સે. ઉષ્ણતામાને ટકી રહે છે. તેની કલર ફાસ્ટનેસ ઉંચી આવે છે.
અર્થસલ્ફાઇડ કેડીયમ : આ કલરમાં મેટાલીક એલીમેન્ટ તરીકે કેડીયમ સેક્યુસલફાઇડ જે રેડ અને ઓરેન્જ હોય છે. બીજો કલર પ્રેઝોડાઇમિનિયમ ગ્રીન હોય છે અને લીથિયમ સલફાઇડ યેલો હોય છે. આ કલરોની ડીસ્પર્સ કેપેસિટી પોલીમર માટે ઘણી સારી હોય છે.
પર્લસેન્ટ કલર : પર્લ લસ્ટર પીગમેન્ટમાં લીડ કાર્બોનેટ પર્લ એસેન્સ અને ટીટાનિયમ ડાયોકસાઇડ કોટેડ માઇકાનો સમાવેશ થાય છે. જે ઓટોમોટીવ, પેઇન્ટ, પર્લ પેકેજીંગ, ફુગ્ગા, રમકડાં, પ્રીન્ટીંગ ઇન્ક અને હોમ એપ્લાયન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
અલ્ટ્રામરિન બલ્યું : અલ્ટ્રામરિન બલ્યું સખત હાઈડ્રોલીક મોઇશ્ચરને સરફેસ ઉપરથી ચૂસી લેવાનું કામ કરે છે. જે માસના બે ટકા જેટલો ઉપયોગમાં લેવાય છે જે હાઈ ટેમ્પ્રેસરને રીમૂવ કરવાનું કામ કરે છે. જેના કારણે ૧૦૫ અંશ સે. ઉષ્ણતામાને ૫ ટકા જેટલો લોસ્ટ થાય છે.
કલર : કલર ટેસ્ટીંગ મશીન વડે કલર કોનસનટ્રેશન, નોન-ડસ્ટીંગ કલર લોટ ટુ લોટ કનસીસ્ટનસી, કલર કંટ્રોલ, કલર મેચીંગ, કલર મેજરમેન્ટ સિસ્ટમ, કલર એડિટીવ અને કમ્પોઝીશન માટે લેટેસ્ટ ડીજીટલ મશીન કરી આપશે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ પોલ્યુસન બોર્ડ ઓથોરિટીઝ જરૂરી બને છે.


