Get The App

બ્યુટી-ટોયલેટ સોપ અંગે વિસ્તૃત માહિતી

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
બ્યુટી-ટોયલેટ સોપ અંગે વિસ્તૃત માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

- ટોયલેટ સોપ ઉંચી જાતના પામફેટીમાંથી બનતા હોય છે

મેઘધનુષ્યના વિવિધ સાત રંગોમાં બનતા બ્યુટી-ટોયલેટ સોપનું માર્કેટ ખૂબ જ બહોળા પ્રમાણમાં વિકસેલ છે. આજે મલ્ટીનેશનલ કંપનીઓના ટોયલેટ સોપ માર્કેટમાં ખૂબ જ વેચાઈ રહ્યાં છે. આ પ્રકારના ટોયલેટ સોપ ઉંચી જાતના પામફેટીમાંથી બનતા હોય છે.

* ઓટો-ટોયલેટ સોપ પ્લાન્ટ પ્રોસેસ : આ પ્રકારના ટોયલેટ સોપ પ્લાન્ટમાં સેપોનિફીકેશન, ડ્રાઈંગ, મિલીંગ, બ્લેન્ડીંગ, અને પ્લોડીંગ એકી સાથે થઈ શકે છે. અને ટોયલેટ સોપ બાર- (લાટા)ના રૂમમાં બહાર આવે છે. છેલ્લે કટિંગ અને પેકિંગ મેન્યુઅલ હોય છે.

ટોયલેટ સોપ પ્લાન્ટ (વેસલ્સ)માં પામફેટી, કોસ્ટીક પોટાશ અને પાણીને ૮૦ થી ૯૦ સે.ગ્રેડ તાપમાને સેપોનિફીકેશન કરવામાં આવે છે. સેપોનિફીકેશનનો સમય લગભગ ત્રણ કલાક જેટલો સેટ કરેલ હોય છે. પામફેટી ન્યુડ્રલાઈઝ માટે ૧૫ ટકા જેટલી આલકલીની જરૂરત રહે છે. જેમ કે ૧૦૦૦ કીલો પામફેટીની સામે ૧૫૦ કીલો કોસ્ટીક પોટાશની જરૂરત રહે છે.

આ રીતે સેપોનિફીકેશન થયેલ સોપ-માસને સેપ્રેટર વેસલ્સમાં મોકલવામાં આવે છે. ત્યાં સ્પેન્ટ લાઈને જુદી પાડવામાં આવે છે. સોપ-માસમાંથી સ્પેન્ટ છુટુ પાડવા માટે પોટેશિયમ ક્લોરાઈડનો વોશ આપવામાં આવે છે. જેથી પ્યોર સોપ-માસ મળે છે. બીજી બાજુ રીફાઈન કરી ફ્રેસ ગ્લીસરીનને વેચાણ માટે મોકલવામાં આવે છે.

આ તૈયાર થયેલ સોપ માસને ફરી ટ્વીન એક્સચેન્જરમાં મોકલવામાં આવે છે. ત્યાં સોપ-માસમાં રહેલ મોઈચરને ઘટાડવામાં આવે છે. છેલ્લે આ સોપ-માસને હીટ-એક્ચેન્જરમાંથી પસાર કરવામાં આવે છે. જેથી ત્યાં આ સોપ-માસ સૂકાયેલા રૂપમાં મળે છે. ત્યારબાદ આ સોપ-માસને મિલીંગ મશીનમાંથી પાસ કરવામાં આવે છે. ત્યારબાદ આ માસને પરફ્યુમ્સ અને કલર નાંખી બ્લેન્ડર મશીનમાં મિક્સ કરવામાં આવે છે. આ રીતે મિક્સ થયેલ માસને ટ્રીપલ વોટર કુલ્ડ રોલ મિલમાંથી પાસ કરવામાં આવે છે. ત્યારબાદ આ માસને પ્લોડરમાંથી પાસ કરવામાં આવે છે. ત્યાં આ સોપ-માસના ન્યૂડલ બને છે. અને છેલ્લ આ બનેલ ન્યૂડલને ફરી પ્લોડીંગ કરીને બાર (લાટા) ના રૂપમાં લાવવામાં આવે છે છેલ્લે આ બાર (લાટા) ના ફેનસી ટૂકડા કરી, પેકીંગ કરવામાં આવે છે. જેથી આ તૈયાર થયેલ સોપને બ્યુટી-સોપ તરીકે બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. (ક્રમશઃ)