Get The App

ટી-ટૂથપેસ્ટ અને જેલ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
ટી-ટૂથપેસ્ટ અને જેલ વિશે વિસ્તૃત જાણકારી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

આજના ઉદ્યોગોને બદલતું સૌથી મોટું પરિબળ વૈશ્વિકરણ છે. સ્થાનિક કે પ્રાદેશિક કંપનીઓ વૈશ્વિક થઈ રહી છે. જગતના ધનિક દેશોની કંપનીઓ પોતાના પ્રોડક્ટસ અથવા પાર્ટ્સના ઉત્પાદન કેન્દ્રો ભારતમાં સ્થાપી રહ્યા છે. ઉદ્યોગોમાં ફેરફાર લાવનારું બીજું મહત્વનું પીઠબળ બદલાતી જતી ઉત્પાદન અને માહિતી ટેકનોલોજી છે.

બદલાતી નવી પેઢીને જે અત્યાધુનિક વસ્તુઓ મળી રહી છે તે જુની પેઢીનું એક સ્વપ્નું હતું. આજે નવી ટેકનોલોજી અને વિજ્ઞાાન એવું સાબિત કરવા તત્પર છે કે જે ક્યારેય શકય ન હતું. 

એકવીસમી સદીના પ્રવેશના આરંભમાં વિજ્ઞાાને ટી-ટૂથપેસ્ટ અને ટી-જેલ ટૂથપેસ્ટ આપી છે જે દાંતની સફાઈ અને ચા નો પૂરેપૂરો રસકસ આપવા તત્પર બની રહેશે. કહેવાનો આશય એ છે કે આ પ્રકારની ટી-ટૂથપેસ્ટ વાપર્યા પછીથી ચા ની તડપ નહીં રહે. સાથે ટી-ટૂથપેસ્ટમાં રહેલ ચા નું તત્વ ટીટેન જીભને અડકવાથી ચા પીધી હોય તેવું અથવા ચા પીધા પછી જે સ્ફૂર્તિ માણસ અનુભવે છે તેવી જ અસર ટી-ટૂથપેસ્ટ અથવા જેલ ટૂથપેસ્ટમાંથી લોકો મેળવી શકશે. આ પ્રોડક્ટ્સ ચા ના અર્ક સાથે સ્કીમ્ડ મીલ્કના પ્રિઝર્વેશન સાથે ન્યુટ્રલાઈઝ કરી ટૂથપેસ્ટના બાકીના ઇનગ્રેડીએન્ટ સાથે મેળવવામાં આવશે.

ટી-ટૂથપેસ્ટ બનાવવાના કી ઇનગ્રેડીએન્ટ : ટીટેન (ચા નો અર્ક) સ્કીમ્ડ મિલ્ક, સોરબીટોલ, સ્ટેવિયા, જીંજર એકસ્ટ્રેક્ટ, ગ્લાસરાયણ મોનોસ્ટીરીટ, ડી.આયોનાઈઝ, વોટર, ઇથાઈલ, મિથાઈલ પેરાબીન વડે ટી-ટૂથપેસ્ટ બનાવી શકાય છે.

ટી-ટૂથપેસ્ટ જેલ બનાવવાના કી-ઈન્ગ્રેડીએન્ટ :- ટીટેન (ચાનો અર્ક)

સ્કીમ્ડ મિલ્ક, સોરબીટોલ, સ્ટેવિયા, કાર્બોચર, ટ્રાય ઇથેનોલ એમાઈન, પ્રેસિપિટેટેડ સિલીકા, જીંજર એક્સ્ટ્રેક્ટ, ડી-આયોનાઈઝ વોટર ઇથાઈલ, મિથાઈલ પેરાબીન વડે ટી-ટૂથપેસ્ટ જેલ બનાવી શકાય છે.

ધ ઇન્ડસ્ટ્રીઝ : ધ લાયસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ, એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.

નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઈબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઈઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.