Get The App

સેનિટાઈઝેશન અને એન્ટીસેપ્ટીક પ્રોડક્ટસની માહિતી

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
સેનિટાઈઝેશન અને એન્ટીસેપ્ટીક પ્રોડક્ટસની માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

કેલ્સિયમ હાઈપોક્લોરાઇટ સેનિટેશન અને ડીસીનફેકટન્ટ માટેનું ખાસ ઇનગ્રેડીએન્ટ છે. જેનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે.

સેનિટાઇઝેશન- સ્વીમીંગ પૂલ : સ્વીમીંગ પૂલને ક્લોરીનેટ, બેક્ટેરીયા ફ્રી હાયજીનીક ઇફેક્ટ આપે છે અને પાણીને ક્રિસ્ટલ ક્લીયર બનાવે છે.

હાઈપો ક્લોરીનેશન-ડ્રીન્કીંગ વોટર : પોટેબલ ડ્રીન્કીંગ વોટરને ડીસીનફેક્ટીંગ ઇફેક્ટ આપે છે. હાયજીનીક ટ્રીટમેન્ટ થી પાણી ક્રિસ્ટલ ક્લીયર બને છે.

હોટેલ-રેસ્ટોરન્ટ : કીચન, ડીસ, કપ, ટી-સ્પૂન ડીસીનફેક્ટીંગ ઇફેક્ટ આપે છે. નેપકીન, ટોવેલ્સને હાયજીનીક અને બ્લીચીંગ ઇફેક્ટ આપે છે.

હોસ્પિટલ : રૂમ, બાથરૂમ, ટોયલેટ, ફ્લોર, લેબોરેટરીઝને ડીસીનફેક્ટીંગ ઇફેક્ટ આપે છે. હોસ્પીટલના વેસ્ટ કચરાને સેફ ડીસ્પોઝલ કરે છે.

ઓફિસ, ઘર : વોટર, પાણી રાખવાના સાધનો, ફ્લોર, કીચન, બાથરૂમ વિગેરેને ડીસીનફેક્ટીંગ ઇફેક્ટ આપે છે.

મિટ પ્રોસેસીંગ : બેડ ઓડોરને કંટ્રોલ કરે છે. મટનને બેક્ટેરીયા ફ્રી કરે છે.

ડેરી યુનિટ એપ્લીકેશન : ડેરી યુનિટને હાયજીનીક ઇફેક્ટ આપે છે. પ્રોસેસ ઇક્વીપમેન્ટને ડીસીનફેક્ટીંગ અને બેક્ટરીયા ફ્રી કરે છે.

ઇન્ડસ્ટ્રીયલ વોટર - ટ્રીટમેન્ટ : કુલીંગ ટાવર, કુલીંગ પોન્ડ, પાણીમા થતા બેક્ટેરીયાને ડીસીનફેક્ટીંગ ઇફેક્ટ આપે છે.

ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝ : કોટન અને કોટન યાર્ન બ્લીચીંગ,ક્લીરીંગ મટિરીયલને રીમૂવર કરે છે કોટન અને કોટન યાર્નને બ્રાઇટનેસ આપે છે.

પેપર ઇન્ડસ્ટ્રીઝ : વુડ પ્લપ અને સ્ટ્રોને બ્લીચ કરવાનું કામ કરે છે. પેપરની સફેદી ઇમ્પ્રુવ કરે છે.

લેધર ઇન્ડસ્ટ્રીઝ : રો-હાઇડને ક્યૂરીંગ કરે છે. એકસ્ટ્રા ઓર્ડિનરી શાઈનીંગ આપે છે.

પ્રોલ્ટ્રી પ્લાન્ટ : બેક્ટરીયા અને ઓડોરને દુર કરે છે. પોલ્ટ્રી ફીડીંગ એરિયાને સેનિટાઇઝ કરે છે.

બ્રેવરીઝ : ક્લીનીંગ પાઈપલાઈન, બ્રેવરીઝ પ્લાન્ટ સેનીટાઈઝેશન, સ્ટોરેજ ડીસીનફેટીંગ માટે વપરાય છે.

સુગર ઇન્ડસ્ટ્રીઝ : સુગર ઇન્ડસ્ટ્રીઝ વેસલ્સ અને પાઈપલાઈનને ડીસિનફેકટન્ટ ઇફેક્ટ આપી બેક્ટેરિયા રીમૂવ કરે છે.

ફ્રુટ અને વેજીટેબલ : ફ્રુટ અને વેજીટેબલને કેલ્સિયમ ક્લોરાઇટના સોલ્યુસનથી સાફ કરી પછીથી પેકીંગ કરવામાં આવે છે. જેથી હાર્મફુલ બેક્ટેરીયાને કન્ટ્રોલ કરે છે.

ઇન્ડસ્ટ્રીયલ - સાઇનાઇડ વેસ્ટ : ઇન્ડસ્ટ્રીયલ લીક્વીડ વેસ્ટમાં રહેલ સાઇનેટને ડીસ્ટ્રોઇ કરે છે.

એન્ટીસેપ્ટીક લોશન ફસ્ટ-એઇડ અને સ્ટરીલાઇઝ હોસ્પિટલ ઇક્વીપમેન્ટ માટેનું ઉપયોગી રસાયણ જે માયનોર કટ, જખમ, ઉઝરડા માટેનું અતિઆવશ્યક ટ્રીટમેન્ટ રસાયણ.

ધ ઇન્ડસ્ટ્રીઝ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોર્મ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.

નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબિડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.