- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
કંઈ પણ ખાતી કે ચાવતી વખતે જે પાચન રસ છૂટે છે તેને આપણે થૂંક કહીએ છીએ આ થૂંક મોઢાની અંદર પાચક રસમાંથી તૈયાર થાય છે. થૂંકની અંદર મુખ્યત્વે સીલવા હોય છે. જે રંગ વગરનો પ્રવાહી છે.
આપણા દેશના લોકો વધારે પડતું થૂંકે છે તેનું મુખ્ય કારણ ગરમ પ્રદેશ અને ભેજવાળી આબોહવા, શિક્ષણનો અભાવ, સામાજિક ઘડતરમાં ઉણપ વિગેરે મુખ્ય ભાગ ભજવે છે.
થૂંકથી ફેલાતો ખૂબ જ સામાન્ય 'ટયૂબરકલોસીસ' ક્ષયનો રોગ છે. આ રોગમાં દર્દીને મોઢામાંથી થૂંક ખૂબ જ આવતું હોય છે. આ રોગી ગમે ત્યાં થૂંકે તો આ ચેપી રોગ બીજાને પણ થવાની શક્યતા વધે છે.
થૂંક આપણા ભારતીયો માટે અતિઉતમ રસાયણ સાબીત થયેલ છે. થૂંકનો મોટો જથ્થો આપણે ટપાલ ટીકીટ, પરબિડીયા કે નોટોને ગણવા માટે કરીએ છીએ.થૂંકમાં બેકટેરિયાનું પ્રમાણ ખૂબ જ હોય છે. આવી વ્યક્તિઓમાં દિવસ દરમ્યાન પણ મોઢાંમાંથી દુર્ગંધ આવતી હોય છે. રાત્રી દરમ્યાન આ દુર્ગંધ ખૂબ જ વધતી રહે છે. જેથી આ વાસી થૂંક ઝેરી બની જાય છે. આ પ્રકારના ઝેરથી બચવા માટે નો ખાસ ઉપાય માઉથ-વોશથી થઈ શકે છે. તેવા જ માઉથ-વોશ વિશેની માહિતી પર નજર કરીએ તો
માઉથ-વોશના કી-ઈનગ્રેડીએન્ટ : સોડિયમ સાઈટ્રેટ, મિથાઈલ સેલીસાઈલેટ, થાઈમોલ, મેન્થોલ, સોડિયમ સેકરીન, ગ્લીસરીન, આલકોહોલ, કલોર હેકઝાડાઈન, ડી.એમ.વોટર, કલર અને ફ્રેગ્રેંસ વડે આ પ્રકારનું માઉથ-વોશ બનાવી શકાય છે.
માઉથ - વોશના કી-ઈનગ્રેડીએન્ટ-૨ : બોરેકસ, બેન્ઝાલ કોનિયમ ક્લોરાઈડ, સોડિયમ સેકરીન, નિલગીરી તેલ, મેન્થોલ, ગ્લીસરીન, સોડિયમ સેલી સાઈલેટ, સોડિયમ સાઈટ્રેટ, ડી.એમ. વોટર, કલર અને ફ્રેગ્રેસ વડે આ પ્રકારનું માઉથ-વોશ બનાવી શકાય છે.
માઉથ-વોશના કી-ઈનગ્રેડીએન્ટ - ૩ : ટ્રાયકલોસન, મિથાઈલ સેલીઆઈલેટ, કલો ઓઈલ, સોડિયમ સેકરીન, સોરબીટોલ, વિટામિન કે, ગ્લીસરીન, સોડિયમ સાઈટ્રેટ, સાઈટ્રીક એસિડ, ડી.એમ. વોટર, કલર અને ફ્રેગ્રેસ વડે આ પ્રકારનું માઉથ-વોશ બનાવી શકાય છે.
પ્રિઝર્વવેટિવ : ઉપરના માઉથ-વોશ માટેના પ્રિઝર્વવેટિવ તરીકે બેન્ઝીઈક એસિડ, સોડિયમ બેન્ઝીએટ, સેલિસાઈલીક એસિડ, બેન્ઝાલ સેલિસાઈલેટ જેવા પ્રિઝર્વવેટિવ વાપરી શકાય છે.
લાયસન્સ : ધ લાયસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરાટીઝ ઈઝ એ મસ્ટ.
નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઈન્ડીયન્ નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઈઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.


