- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
વાળ માથાની ત્વચાની નીચે આવેલ (ફોલિકલ) કોષોમાંથી ઉગે છે. દરેક વાળ મેડયુલાનો બને હોય છે. માથાની ત્વચા ઉપર કોર્ટેક્સનું ભૂરા રંગનું આવરણ હોય છે. આ કોર્ટેક્સ વાળને મજબુત, જાડા, પાતળા બનાવે છે. જ્યારે મેલાનિન વાળનો કુદરતી રંગ નક્કી કરે છે. આ મેલાનિન વાળનો રંગદ્રવ્ય બ્લેક અથવા બ્રાઉન (પિગમેન્ટ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જે કોર્ટેક્સના સહારાથી ઉદ્ભવે છે. આ કોર્ટેક્સને વિટામીન એ-અને બીની ઉણપ તેમજ કેલ્શિયમ, આયર્ન, પ્રોટિન, ફોસફરસ જેવા દ્રવ્યો ઓછા મળવાને કારણે પણ વાળ ખરતા હોય છે. વધારે વાળ ખરવાનું કારણ માત્ર ખોડો જ આધારભૂત ગણાય.
ડેન્ડ્રફ શેમ્પૂ : ઝેડ પી.ટી. ઝીંક પાયરિથિઓન !
કેમિકલ નામ : બીસ (૧-હાઈડ્રોક્સી-૨ (૧એસ) - પાયરિડાયને સોલોનેટો-ઓ.એસ.) ઝીંક.
ઝીંક પાયરિથિઓન એક જાતનું ડેન્ડ્રફ રીમૂવીંગ એજન્ટ છે. સાથે એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી ધરાવે છે. આ રસાયણને ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને માન્યતા અર્પેલ છે. ઝીંક પાયરિથઇઓનનો કોનસન ટ્રેડ ફોમમાં ઉપયોગ કરવાથી પણ હ્યુમન બોડીને કે સ્કીનને કોઈપણ જાતની એલર્જી ઉદ્ભવતી નથી. ઝીંક પાયરિથિઓન બે પ્રકારમાં ઉપલબ્ધ છે. જેમાં પાવડર ફોમ - ૯૫ ટકા, મોલેક્યુલર વેઇટ ૩૧૭, ૭, પી.એસ.વેલ્યુ ૬-૫ થી ૮-૫, મેલ્ટીંગ પોઇન્ટ ૨૪૦ થી ૨૫૦ં સે.ગ્રે. સફેદ-ગ્રે પાવડર ફોમ હોય છે.
ઝીંક પાયરિથિઓન પ્રવાહી : ૫૦ ટકા વાઇટ લેટેક્સ પ્રકારનું હોય છે.
ક્લીમ્બાઝોલ : આ રસાયણ એક જાતનું એન્ટીડેન્ડ્રફ એન્ટીબેક્ટેરિયલ એજન્ટ છે.
ઝીંક પાયરિથિઓન બેઝ શેમ્પૂના કી-ઇન ગ્રેડીએન્ટ : ગુઆર ગમ (૨) હાઈડ્રોક્સી (૩) ડ્રાયમિથાઇલ એમોનિયમ પ્રોપાઇલ ઇથર ક્લોરાઇડ-કેટ આયોનિક, સોડિયમ લોરેલ સલફેટ ઇથર, સોડિયમ લોરેલ સરકોસિનેટ, પોલીકોર્ટેનિયમ-૧૧, ઇ.જી.એમ.એસ. ઇ.ડી.ટી.એ. કોકો ડાઈ, કોકોમોનો ઇથેનોલ એમાઇડ, એસ્કોર્બીક એસિડ, ડાય મેથિકોન, ગ્લાયકોલ ડાય સ્ટીયરિએટ, જીરાનિઓલ, ઝીંક પાયરિથિઓન, બેન્ઝાઇલ સેલિસાઇલેટ, ઇથાઇલ પેરાબીન, પરફ્યુમ્સ, ડી.એમ.વોટર, વગેરે રસાયણોથી ડેન્ડ્રફ શેમ્પૂ બનાવી શકાય છે.
ક્લીમ્બાઝોલ બેઝ શેમ્પૂના કી-ઇનગ્રેડીએન્ટ : ૨-હાઈડ્રોક્સી પ્રોપાઇલ ઇથર ઓફ ગુઆર ગમ-એનઆયોનિક, સોડિયમ લોરેલ સલફેટ ઇથર, સોડિયમ લોરેલ સરકોસિનેટ, કોકો ડાઈ, ઇ.ડી.ટી.એ. કોકો એમિનો પ્રોપાઇલ બીટેઇન, ટી.એલ.એસ. ડાયમેથિકોન, મિથાઇલ સેલિસાઇલેટ, સાઇટ્રીક એસિડ, મિથાઇલ પેરાબીન, પ્રોપાઇલ પેરાબીન, ક્લીમ્બાઝોલ, પરપ્યુમ્સ, ડી.એમ.વોટર વગેરે રસાયણોથી ડેન્ડ્રફ શેમ્પૂ બનાવી શકાય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ.


