Get The App

સેફ-અનસેફ ફુડ એડિટીવ્ઝ અંગે માહિતી

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
સેફ-અનસેફ ફુડ એડિટીવ્ઝ અંગે માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

૧૯૯૦ના દાયકાના આરંભમાં ભારતમાં આર્થિક સુધારાઓ અને ઉદારી-કરણનો દોર શરૂ થયો તે પછી ભારતની ગણના વિશ્વમાં એક મોટા બજાર તરીકે થવા લાગી, પરંતુ આ બજારોમાં મળતી અમૂક ખાદ્ય પ્રદાર્થ ફુડ એડિટીવ કેટલા સુરક્ષિત છે. 

આ પ્રકારના ફુડ એડિટીવમાં ચમકનો હોય છે. પરંતુ તેની પાછળ ખરેખર શું હોય છે ? કેટલાક એડિટીવ પ્રતિબંધિત છે છતાં પણ વેચાય છે. અને ખાદ્ય પ્રદાર્થમાં વપરાય પણ છે. ઘણાં વર્ષોથી આપણે ખાદ્ય પદાર્થમાં જે પ્રતિબંધીત કલરો ખાય રહ્યાં છીએ તે હેલ્થ રિસ્ક સાબિત થયેલ છે.

અનસેફ આર્ટિફીશીયલ સિન્થેટિક કલર :

બટર યેલો-ટોકસિક, લીવર કેન્સર સંભવિત બને છે. ગ્રીન-લીવર કેન્સર હકીકત બને છે. ઓરેન્જ-ઓરગેન ડેમેઈજ કરે છે. રેડ-લીવર કેન્સર સંભવિત બને છે. રેડ-ઓરગેન ડેમેઈજ કરે છે. સુદાન-ટોકસિક હોય છે. વાયોલેટ-કેન્સર ઉપસ્થિત કરી શકે છે. યેલો-હાર્ટ ડેમેઈજ કરે છે.

નીચેના ખાદ્ય પદાર્થ વધારે પડતા વાપરવાથી અન-સેફ સાબિત થયેલ છે.

- કોર્નસિરપ, ડેકસ્ટ્રોઝ, હાઈડ્રોજીનેટેડ સ્ટાર્ચ, હાઈડ્રોજીનેટેડ વેજીટેબલ ઓઈલ,

- ઈનવર્ટ સુગર, લેકટીઢોલ, માલટીટોલ, પોલીડેકસ્ટ્રોઝ, સોલ્ટ, સોરબિટોલ, સુગર

નીચેના ખાદ્ય પદાર્થ રિસ્કી છે. પરંતુ ટેસ્ટી હોય છે. બને તો એવોઈડ કરવા.

- સિટરુસ રેડ-૨, રેડ-૪૦ બુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલ, હેપ્ટાઈલ પેરાબીન,

- બુટાઈલેટેડ હાઈડ્રોકસી ટોલ્યુન, ક્યૂનાઈન, બ્રોમિનેટેડ વેજીટેબલઓઈલ,

નીચેના ખાદ્યપદાર્થ પૂરેપૂરા સેફ હોય છે -

- એલજીનેટ, ટોકોફોરોલ એસિટેટ, (વિટામિન-ઈ), એસ્કોર્બિક એસિડ, બેટા કેરેટોન

- સાઈટ્રીક એસિડ, કેલ્સિયમ પ્રોપોઈનેટ, ઈ.ડી.ટી.એ., જીલેટીન, ગ્લીસરિન, ગ્લુકોનેટ

- ફુમરિક એસિડ, ગમએરેબિક, લેકટિક એસિડ, પોટેશિયમ સોરબેટ, સી.એમ.સી

- સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ કેસિનેટ, કેસિન, સોરબિક એસિડ, મોડિફાઈડ સ્ટાર્ચ,

- વેનિલીન, ઈથાઈલ વેનિલીન, સોરબીતાન, પોલીસોરબેટ, ૬૦,૬૫,૮૦, પ્રોપાઈલીન

- ગ્લાયકોલ, ઝાન્થાન ગમ, ઘાટી ગમ, ગુઆર ગમ, કરાયા ગમ, લેકટિક એસિડ

- સુક્રાલોઝ, વેજીટેબલ ઓઈલ સ્ટેરોલ ઈસ્ટર, સોડિયમ સ્ટાયરોલ વિગેરે.

લાઈસન્સ ઃ- ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફ્રુડ એન્ડ ડ્રગ ઓથોરેટિઝ જરૂરી બને છે.