Get The App

નેનો ટેકનોલોજી બેઝ સન સ્ક્રીન ક્રીમ

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
નેનો ટેકનોલોજી બેઝ સન સ્ક્રીન ક્રીમ 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

નેનો ટેકનોલોજી બેઝ પ્રોડક્ટસ જેવા કે કન્ઝ્યુમર્સ, ફુડ, ફ્રેશ ફુડ પેકેજીંગ સ્ટેઇન રેઝીસ્ટેન્ટ, કોસ્મેટીક, ડોમેસ્ટીક, પેઇન્ટ, જેવી અનેક ઇન્ડસ્ટ્રીઝ નેનો ટેકનોલોજી લઇને આવી રહી છે. તેમાં અમૂક પ્રકારના પ્રોડક્ટસ ડેવલોપ થઇ ચૂક્યા છે. જેવા કે નેનો પાર્ટીકલ ટીટાનિયમ, નેનો ટયૂબ, નેનો મેગ્નેટ, નેનો કાર્બન વગેરે...

નેનો ટેકનોલોજી એટલે શું ?

નેનો ટેકનોલોજીનું વર્ણન એટલે જેમ અણુંનું કદ નાનું તેમ તેની ઉર્જાશક્તિનું પ્રમાણ વધારે, તે સિદ્ધાંતને અનુરૂપ મોલેક્યૂલનું કદ બનાવાયું એટલે કે ૧૦ હાઈડ્રોજન એટમ જેટલી સાઇઝ એટલે ટ્રાન્સલેટીંગ ભાષામાં હ્યુમન હેર ડાયામિટરની ગણત્રીએ ૧,૮૦,૦૦૦ ગણી શકાય. જેમ કે નેનો પાર્ટીકલ એક દાણાના અનેક દાણા, દાણાઓનું કદ ઘટાડીને અનેક ગણા દાણા બનાવવામાં આવ્યા.

નેનો ટેકનોલોજી નવા જનરેશનને ઘણું જ ઉપયોગી થઇ શકે તેમ છે. જેમાં મોલેક્યૂલર મશીન, પોલીમર અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થઇ શકે છે. નેનો ટેકનોલોજી ડેવલોપમેન્ટ માટે ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ અને ટેકનોલોજી પ્લાનીંગ સેન્ટર તેમજ કેમ્પો ખોલી રહ્યાં છે. જે ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસ ડેવલોપમેન્ટમાં સહાયી થશે. એવા જ એક પ્રોડક્ટસ વિશે.

નેનો પાર્ટીકલ યુ.વી સન સ્ક્રીન ક્રીમ :

યુવી સન સ્ક્રીનમાં જે પદાર્થો વપરાઇ રહ્યાં છે તે પદાર્થો મોટા સ્વરૂપમાં હોય છે. તે રાસાયણિક રીતે અક્રિયાસિલ રહેતા હતાં પરંતુ નેનો પાર્ટીકલ સ્વરૂપે આ પદાર્થો વધારે સક્રિય બન્યા છે. 

નેનો સ્કેલની ઉત્પાદન પ્રક્રિયામાં જે પદાર્થ વાપરવામાં આવે છે તેના ગુણધર્મો બદલાઈ જતાં હોય છે. જેવા કે ટીટાનિયમ ડાયોકસાઇડ ને બદલે નેનો પાર્ટીકલ ટીટાનિયમના માઇક્રો ફાઈન કણો વડે બનેલ સન સ્ક્રીન ચામડી ઉપર એક ફીલ્મ બનાવી ચામડીને પ્રોટેક્ટ કરે છે. જે સૂર્ય પ્રકાશના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે છે. આ પ્રકારની સન સ્ક્રીનને તડકામાં નિકળતા પહેલા શરીરના ખુલ્લા રહેતા ભાગ ઉપર લગાવવાથી ચામડીના બાહ્ય ભાગ ઉપર પ્રોટેક્ટ કરે છે. આજ રીતે સન સ્ક્રીનમાં વપરાતા મેઇન ઇનગ્રેડીએટના ગુણધર્મો વિશે લખીશું.

ટીટાનિયમ ડાયોકસાઇડ : આ પ્રોડ્કટસ બે ગ્રેડમાં ઉપલબ્ધ હોય છે. (૧) રૂટાઇલ અને (૨) એન્ટાસે જે માઇક્રોફાઈન સફેદ પાવડર હોય છે. ટીટાનિયમ ડાયોકસાઇડનો વધારે પડતો ઉપયોગ વાઇટ પિગમેન્ટ, પેપર, રબ્બર, પ્લાસ્ટીક, કોસમેટીક જેવાં ઘણા પ્રોડક્ટસમાં વપરાય છે. ટીટાનિયમ ડાયોકસાઇડ સન-સ્ક્રીન ક્રીમમાં એક એક્ટિવ ઇનગ્રેડીએન્ટની ભૂમિકા ભજવે છે.