- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
આજકાલ નવી પેઢી સતેજ બનતી જાય છે. પોતાના જીવન અને શારીરિક સુંદરતા બાબતે સજાગ બનતી જાય છે. નવી પેઢી ઘણા નવા ઉન્મેષો લઈને જીવી રહી છે.
મડ થેરપી અને ફેસ માસ્ક વિશે :
બિઝનેસ સ્તરે મેનેજમેન્ટ અને માર્કેટીંગ ક્ષેત્રે હવે મહિલાઓએ પગપેસારો કર્યો છે. આજે ઉચ્ચ સ્તરે બિરાજતી માનુનીઓ બિઝનેસ ડેવલોપમેન્ટમાં પોતે આકર્ષક દેખાય તે રીતે સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ કરતી થઈ છે. પોતાના શરીરના અવયવોની સંભાળ માટે સજાગ બની છે. હવે મડ થેરપી અને ફેસ માસ્કનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. તે મડ થેરપી અને ફેસ માસ્ક અંગેની માહિતી પર નજર કરીએ તો,
મડ થેરપી : મડ થેરપી એટલે કાદવનો લેપ, આ થેરપી બીલકુલ નેચરલ હોય છે. સાથે વાતાવરણ નેચરલ પસંદ કરવું જરૂરી બને છે. જેવા કે ડુંગરોના કોતરો વચ્ચે ખળખળ વહેતી સરિતાના કિનારાની બાજુમાં સૂર્યપ્રકાશની વચ્ચે કે જ્યાં નેચરલ માટી ભીંજાયેલી હોય, પૂરો કાદવ બનેલ હોય એવા કાદવનો પૂરા શરીરે ઓછો લેપ કરી, સૂર્યપ્રકાશથી કાદવમાં રહેલ ભેજને સૂકાવી દઈ, ઠંડા પાણી વડે સ્નાન કરવાથી ચામડીમાં નવચેતના, સ્ફૂર્તિ અને ચમક આવી જાય છે.
આ પ્રયોગ ઘણાં લાંબા સમય સુધી કરવાથી ચહેરા ઉપરની કરચલી, ચરબી આ બધું જ નીકળી જાય છે. ત્યારબાદ કોસ્મેટિક પ્રસાધનનો ઉપયોગ કરી શકાય છે.
ફેસ માસ્ક - પેક : ફેસ માસ્ક એક જાતનું પોલીમર છે. તેના એટલા શરીર માટેના ગુણધર્મો હોતા નથી પરંતુ ફેસ પેક અતિ ઉત્તમ સાબિત થયેલ છે. કારણ કે ફેસ પેકમાં માટીનો ઉપયોગ થતો હોવાને કારણે ચહેરાને ઠંડક પહોંચે સાથે ચામડીમાં સ્નિગ્ધતા આવે છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
- ફેસ પેક બનાવવા માટે કી ઇન્ગ્રેડીયન્ટ : મુલતાની માટી, ઓલિવ ઓઈલ, ગુલાબજળ, ચંદન પાવડર, કપૂર, પરફ્યુમ્સ વડે ફેસ પેક બનાવી શકાય છે.
લાઈસન્સ : લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીઝ જરૂરી બને છે.


