- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
સિન્થેટીક ડીટરજન્ટ (સાઈન ડેટ) બનાવવા માટેનું બેઝીક રો-મટિરીયલ લીનિયર આલ્કાઈલ બેન્ઝીન છે. લીનિયર આલ્કાઈલ બેન્ઝીન સલફોનિક એસિડ (એલ એ બી એસ એ), કે જેને એસિડ સ્લરી કહેવામાં આવે છે. એસિડસ્લરી ન્યુટ્રલાઈઝ બાય સોડા એસ અને એડિશન ઓફ ફીલર જેવાકે સોડિયમ સલફેટ, સોલ્ટ અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કરી ડીટરજન્ટ કે વોશીંગ પાવડર-બનાવવામાં આવે છે.
ભારતમાં ૨૦૦૭નું સાઈનડેટ ડીટરજન્ટ પ્રોડકશન ૩.૩ મિલીયન ટન જેટલું આકવામાં આવેલ હતું. જેમાં એડિશન ૦.૨૫ એમ ટી લોન્ડ્રીસોપ કે જે વેજીટેબલ ઓઈલ સેપોનિફીકેશન કરી બનાવવામાં આવેલ હતું.
૩.૩ મિલીયન ટન ડીટરજન્ટ બનાવવા માટે લગભગ ૦.૩૫ એમ ટી લીનિયર આલ્કાઈલ બેન્ઝીનની જરૂર રહે છે. સાથે બીજા પ્રકારના સર્ફેકટન્ટ તરીકે આલ્ફા ઓલીફીન સલફોનેટ (ર્છંજી) નો ઉપયોગ કરવામાં આવે છે.
ધ ઈન્ડીયન લેબ ઈન્ડસ્ટ્રીઝ : લીનિયર આલ્કાઈલ બેન્ઝીન રો-મટિરીયલ બનાવનાર ઈન્ડીયામાં ચાર કંપની છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નિરમા, તામિલનાડુ પેટ્રોપ્રોડકટસ, અને ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન છે. આ ચાર લેબ મેન્યુફેક્ચર્સનું ૨૦૦૭નું ટોટલ પ્રોડક્શન ૪૯૫,૦૦૦ ટીપીએ જેટલું આંકવામાં આવેલ હતું. આ દરેક લેબ મેન્યુફેકર્સના નોર્મલ પેરાફીન (શઁ) પ્રોડયુસીંગના પોતાના પ્લાન્ટ છે. પરંતુ કેરોસિન માટે નજદીકની રીફાઈનરી પર ડીપેન્ડ રહેવું પડે છે.
ઈન્ડીયન લેબ : ઈન્ડીયાના ચાર મેન્યુફેક્ચર્સની લેબ પ્રોડક્શન કેપેસિટી ૪૯૫,૦૦૦ ટીપીએ જેટલી આકવામાં આવે છે. તેમાં ૨૦૦૭નું લેબ પ્રોડક્શન ૪૬૦,૦૦૦ ટન જેટલું હતું તેની સામે ડીમાન્ડ ૩૭૦.૦૦૦ જેટલી હતી. તેની સાથે એકસ્પોર્ટ પ્રમોશન ઓર્ડર ૧૦૦,૦૦૦ ટન જેટલો થયેલ હતો. જે મેન્યુફેકર્સનું બેનીફીટ ગણી શકાય.
ઈન્ટરનેશનલ લેબ સિનારિઓ : ચાઈના લેબ મેન્યુફેકર્સને કેરોસિન સપ્લાય જેટ ફ્યુલ પ્રાઈસ ડીસ્કાઉન્ટે મળે છે. બીજી બાજુ ચાઈના લેબ મેન્યુફેકર્સને કેરોસિન પ્રાઈસમાં ૪૦ ટકા સબસીડી મળે છે. જ્યારે મિડલ ઈસ્ટ લેબ મેન્યુફેક્ચર્સને કેરોસિનનો સોર્સ આરબ ગલ્ફ પ્રાઈસ એડવાન્ટેજ છે. તેજ રીતે યુરોપ અને યુએસને પણ આ પ્રકારના લાભ મળી રહે છે.
આ કારણોસર વર્ડ લેવલે લેબના ભાવ આપણા કરતા ઓછા છે. તેથી ઈન્ટરનેશનલ લેવલે ડીટરજન્ટના ભાવમાં પણ ઘણો જ તફાવત છે. આજે આપણા ભારતમાં ડીટરજન્ટ પ્રોડકટસમાં ઈન્ટરનેશનલ કંપનીઓ જ આગળ છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.


