Get The App

કોર્પોરેટ ગિફ્ટનો અબજો રૂપિયાનોવ્યવહાર બિઝનેસ વધારતું મહત્વનું પાસું નાની-મોટી કંપનીઓનું ખાસ ગિફ્ટ બજેટ

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
કોર્પોરેટ ગિફ્ટનો અબજો રૂપિયાનોવ્યવહાર  બિઝનેસ વધારતું મહત્વનું પાસું નાની-મોટી કંપનીઓનું ખાસ ગિફ્ટ બજેટ 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ભારતમાં ગિફ્ટનું માર્કેટ 754 અબજ ડોલરનું છે, જે 2030 સુધીમાં 92.32 અબજ ડોલર સુધી જ પહોંચવાની સંભાવના છે

- તહેવારોમાં ગિફ્ટ અને એક હાથ સે લે અને દૂસરા હાથ સે દે જેવા કોન્સેપ્ટને કોઇ લેવા દેવા નથી હોતી. ગિફ્ટ એક પ્રકારના લાઇવ વાયરનું કામ કરે છે. જેનો ઉપયોગ વર્ષ દરમ્યાન ભલે ના થઈ શકે પરંતુ ગિફ્ટ આપનાર અને લેનાર પ્રત્યે એક પ્રકારનું અદ્રશ્ય બોન્ડીંગ તૈયાર થાય છે

- કેટલીક કંપનીઓ સિનેમાં, નાટક કે ક્રિકેટના જંગની ટિકિટો ફાળવે છે તો કેટલીક કંપનીઓ તહેવારોની રાહ જુવે છે. દિવાળી, ધૂળેટી કે ક્રિસમસની રાહ જોવામાં આવે છે અને તે માટેની ગિફ્ટનું આયોજન એડવાન્સમાં કરાય છે

 ભારતમાં દિવાળી દરમ્યાન કોર્પોરેટ ગિફ્ટની માત્રામાં વધારો જોવા મળે છે. ભારતમાં ગિફ્ટનું માર્કેટ ૭૫૪ અબજ ડોલરનું છે જે ૨૦૩૦ સુધીમાં ૯૨.૩૨ અબજ ડોલર સુધી પહેંચવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

 વ્યક્તિગત સ્તરે  ગિફ્ટ એનિવર્સરી, બર્થડેના દિવસે કે રીટર્ન ગિફ્ટ તરીકે અપાય છે તેના કરતાં ૬૦ ગણી વધુ કોર્પોરેટ કંપનીઓ વારે તહેવારે ખાસ કરીને દિવાળીના દિવસોમાં શુભ દિપાવલી કે નૂતન વર્ષા અભિનંદન કહીને વિતરણ કરે છે.

  કોર્પોરેટ ગિફ્ટ હવે પબ્લીક રીલેશન્સને મજબૂત બનાવવાનું તેમજ લોબીંગ વર્કને પ્રસરાવવાનું મહત્વનું પાસું બની ગયું છે. મોટી કંપનીઓ લોબીંગ માટે લાખો રૂપિયા ખર્ચે છે. કોર્પોરેટ કંપનીઓ પોતાની ઓળખ માટે લોબીંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. બિઝનેસમાં સૌથી મહત્વનું બિઝનેસ રીલેશન્સ હોય છે.

 બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલા લોકો પોતાની મજબૂત પીઆર ટીમ રાખે છે. 

આ પીઆર ટીમ રાજ્ય સરકારથી કેન્દ્ર સરકાર સુધીના લોકો તેમજ કંપનીને ઉપયોગમાં આવતા સરકારી રખાતો સાથે સંબંધેા રાખે છે. આ જમાનામાં કોઇ પણ સંબંધો વારે તહેવારે રોકડ કે ગિફ્ટના વ્યવહાર વિના મજબૂત બનતા નથી. સરકારી અધિકારીઓ સુધી પહોંચવા કંપનીઓ વિવિધ તકો શોધતા હોય છે.

 કેટલીક કંપનીઓ સિનેમાં, નાટક કે ક્રિકેટના જંગની ટિકીટો ફાળવે છે તો કેટલીક કંપનીઓ તહેવારોની રાહ જુવે છે. દિવાળી, ધૂળેટી કે ક્રિસમસની રાહ જોવામાં આવે છે અને તે માટેની ગિફ્ટનું આયોજન એડવાન્સમાં કરાય છે.

કોર્પોરેટ ગિફ્ટનો બિઝનેસ સતત વધતો રહેવાનો છે કેમકે નાના વેપારીઓ પણ બિઝનેસ ગિફ્ટ આપતા થયા છે.તહેવારોમાં ગિફ્ટ અને એક હાથ સે લે અને દૂસરા હાથ સે દે જેવા કોન્સેપ્ટને કોઇ લેવા દેવા નથી હોતી. ગિફ્ટ એક પ્રકારના લાઇવ વાયરનું કામ કરે છે. જેનો ઉપયોગ વર્ષ દરમ્યાન ભલે ના થઈ શકે પરંતુ ગિફ્ટ આપનાર અને લેનાર પ્રત્યે એક પ્રકારનું અદ્રશ્ય બોન્ડીંગ તૈયાર થાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો આવું બોન્ડીંગ ઉભું કરવા તમામ પ્રયાસો કરે છે. 

 રાજકારણ સાથે સંકળાયેલા લોકો પોતાના તામામ મતદારો સુધી પહોંચી શકતા નથી પરંતુ તેમની સાથે અદ્રશ્ય પ્રકારનું બોન્ડ ઉભું કરતા હોય છે.

બિઝનેસ સાથે સંકળાયેલા દરેક તેમના ગ્રાહકો અને એજન્ટો સાથે સંબંધો મજબૂત રાખવાનું મહત્વ જાણે છે અને તેનો લાભ પણ ઉઠાવે છે.

દરેક ગિફ્ટ પાછળ લાભ નથી જોવાતો પણ સંબંધો જોવાય છે. આવા સંબંધો સુશુપ્ત અવસ્થામાં રહે છે અને જ્યારે કામ પડે તેને જીવંત કરી શકાય છે. દર દિવાળીએ ગિફ્ટ આપતી કંપનીઓ પોતાની ઇમેજ ઉભી કરતી હોય છે અને એક એવો વણલખેલો સંદેશ આપે છે કે અમે તમારૂં ધ્યાન રાખીએ છીયે.

બિઝનેસમાં પોતાના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરવા માટે કંપનીઓ દિવાળી ગિફ્ટ આપે છે. પોતાની કંપનીની કમાણી કર્મચારીઓની હોંશિયારીના કારણે છે એવું માનતા બિઝનેસ ગૃપો સ્ટાફને પ્રોત્સાહન આપવા સારૂં કામ કરનારાને કાર જેવી ગિફ્ટ આપતા હોય છે.

  મોટી કંપનીઓ મિઠાઈના બોક્સની સાથે નાની કોઇ અન્ય ચીજ ગિફ્ટ તરીકે મોકલે છે. એક સમય હતોકે  જ્યારે મોટી કંપનીઓ દિવાળીમાં ગિફ્ટ મોકલતી હતી પરંતુ હવે તો નાની કંપનીઓ પણ ગિફ્ટનું મહત્વ સમજવા લાગી છે અને તેને સ્ટેટસ સિમ્બોલ બનાવતી થઇ છે. કઇ કંપનીની ગિફ્ટ સારી છે અને તે કેટલી કિંમતની છે તેની ચર્ચા પણ થતી હોય છે.

     ગિફ્ટ માર્કેટ સતત વધતું રહેવા પાછળનું મુખ્ય કારણ ભારતનો વધતો ગ્રોથ છે. ભારતમાં ઉદ્યોગ કરનારાની સંખ્યા વધી છે. યુવાનો નોકરી કરવાના બદલે પોતાનુ ઉદ્યોગ સાહસ શરૂ કરવા તનતોડ પ્રયાસ કરે છે. સ્ટાર્ટઅપને અપાતા પ્રોત્સાહનના કારણે ભારતમાં ઉદ્યોગ સાહસિકો વધ્યા છે. ભારતની આર્થિક પ્રગતિ સરકારની પ્રોત્સાહક આર્થિક નિતીઓના કારણે છે.

કંપનીઓ ગિફ્ટ માટે ખાસ બજેટ ફાળવતી થઇ છે. બિઝનેસ ક્ષેત્ર સતત પોતાનો વ્યાપ વધારવા માંગે છે. જેમાં પીઆર વર્ક મહત્વનું બની જાય છે. કહે છે કે માટી કંપનીઓએેે આ વર્ષથી ગિફ્ટનું બજેટ વધાર્યું છે. 

લોકોને પરવડે એવી નાની ગિફ્ટનું માર્કેટ અમુલ,કેડબરી, ઓરિયો જેવી બ્રાન્ડ કે કેટલીક મિઠાઇની દુકાનો પાસે જોવા મળે છે. ઇકોમર્સના પ્લેટફોર્મ પર પણ ગિફ્ટની આઇટમો બહુ મોટા પાયે જોવા મળે છે. અહીં જથ્થાબંધ ગિફ્ટ પણ મળેે છે. ચીન તેમજ દિલ્હીથી આવતી ગિફ્ટની આઇટમો સસ્તી પડે છે. ભારત તહેવારોનો દેશ છે. રક્ષાબંધન જેવા તહેવારોમાં ગિફ્ટ બોક્સની ડિમાન્ડ જોવા મળેે છે.

-  ગિફ્ટમાં કાર, મોબાઇલ, હોલીડે પેકેજ...

 એક જ્વેલર્સ કંપનીએ પોતાને ત્યાં સારૂં કામ કરનારા સ્ટાફ ની ટીમને કાર ગિફ્ટ કરી હતી. અન્ય સ્ટાફ પણ આ ગિફ્ટ જોઇને પ્રોત્સાહીત થાય તે માટે ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ જાહેરમાં રાખ્યોે હતો. કંપનીઓ ૨૦૦ કરોડનું ટર્ન ઓવર કર્યું તેની ખુશીમાં ગિફ્ટ અપાઇ હતી. સુરતના નામાંકીત બિઝનેસ મેને જ્યારે  સ્ટાફને મારૂતિકાર ગિફ્ટ તરીકે આપી ત્યારે તે ટોક ઓફ ધ ટાઉન બની ગયા હતા.

- ગિફ્ટ આપવા પાછળના 5 કારણો પર એક નજર શાખ વધારો, કદર કરો...

પોતાના સ્ટાફ તેમજ બિઝનેસ સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા  લોકોને વારે તહેવારે યાદ કરીને ગિફ્ટ આપીને તેમની સાથેના સંબંધો મજબૂત બનાવવા પાછળના મુખ્ય પાંચ કારણો અહીં આપ્યા છે. વિદેશમાં કંપનીઓ ક્રિસમસ હોલીડે કે દેશની કોઇ ઉજવણી દરમ્યાન સ્ટાફને ગિફ્ટ આપીને તેમની લાગણી જીતવા પ્રયાસ કરે છે.

૧. ... કંપનીની બજારમાં શાખ-વેલ્યૂ વધે છે..

  બિઝનેસમાં સતત સ્પર્ધાનો માહોલ જોવા મળે છે. કંપનીની કામગીરી વારંવાર સોશ્યલ નેટવર્ક જેવા પ્લેટફોર્મ પર ચર્ર્ચાતી હોય છે. કંપનીમાં સ્ટાફ સાથે કેવો વ્યવહાર છ, કેન્ટીન કેવી છે, જેવી વાતોની સાથે ગિફ્ટમાં શું અપાય છે તે પણ ચર્ચાતું હોય છે. વારે તહેવારે ગિફ્ટ જેવા વ્યવહારથી કંપનીનો સ્ટાફ ખુશ થતો હોય છે.  આ રીતે શાખ-વેલ્યૂ ઉભી થતી હોય છે. 

 ૨....  સ્ટાફના કામની કદર કરવાનો અવસર

  કેટલીક કંપનીઓ માને છે કે બહારના લોકોને ગિફ્ટ આપીને ખુશ કરવાના બદલે પોતાની કંપનીના હાર્દ સમાન સ્ટાફને ગિફ્ટ આપીને ખુશ કરવો જોઇએ. માર્કેટીંગ કરનારા અને ઉત્પાદન સાથે સંકળાયેલા મેનેજમેન્ટની વિચારધારા અલગ હોય છે પરંતુ જ્યારે ગિફ્ટની વાત આવે ત્યારે સ્ટાફનું પહેલાં વિચારવું જોઇએ. અનેક કંપનીઓ પોતાની સફળતા પાછળ સ્ટાફ હોવાનું કબૂલે છે.

૩. .....અન્ય કંપની કરતાં મોખરે રહેવાની આવડત

   સ્પર્ધાના યુગમાં દેરક કંપની મોખરે રહેવાનું પસંદ કરે છેે અને તે માટે પ્રયાસો કરે છે. કેટલાક મોટા કાર્યક્રમો સ્પોન્સર કરે છેે તો કેટલાક ગણપતિ ઉત્સવ કે નવરાત્રીના કાર્યક્રમો સ્પોન્સર કરે છે. આવી સ્પોન્સરશીપ દેખાદેખી કંપનીઓ કરતી હોય છે. અન્ય કંપનીઓ કરતાં આગળ રહેવાની તક દરેક શોધતા હોય છે.

  ૪....નજીક જવાનો સરળ ઉપાય ગિફ્ટ

   સમાન્ય રીતે કંપનીનો સ્ટાફ કે કંપનીની પ્રોડક્ટ વેચતા સેલ્સમેન-એજન્ટ વગેરે કંપનીની મેનેજમેન્ટની નજીક નથી હોતા. કંપનીના બોસ તેમને નથી મળતા પરંતુ મેનેજરો સાથેે સંપર્ક રખાતો હોય છે. ગિફ્ટ એક એવું માધ્યમ છે કે તેને આપનારા અને લેનારા બંને જાણે અજાણે નજીજક આવતા હોય છે અને એક બીજાની પસંદ ઓળખતા થાય છે. સ્ટાફની નજીક જવાથી તેની કંપની પ્રત્યેની વફાદારીમાં વધારો થાય છે.

 ૫....હકારાત્મ માહોલ ઉભો થઇ શકે છે

   કંપનીમાં પોઝિટીવ માહોલ ઉભો કરવા માટે  ગિફ્ટ ઉત્તમ ઉપાય ગણાયો છે. માત્ર સ્ટાફ સાથે નહીં પણ બજારમાં એજન્ટો તેમજ રીટેલરો સાથે સંબંધો મજબૂત બને છે અને જેમની સાથે મતભેદ છે તેમનેે પણ ગિફ્ટ મોકલીને તે મારફતે પોઝિટીવ માહોલ ઉભો થઇ શકે છે. જેમની સાથે વ્યવહારો કડવાશ ભર્યા બન્યા હોય તેને પણ ગિફ્ટ મોકલીને સમાધાનનો સંકેત આપવો જોઇએ.