- બિહારમાં 50 લાખ કરોડનું રોકાણઃ ફૂડ પ્રોસેસીંગને વેગ આપવા મેઇડ ઇન બિહાર બ્રાન્ડ તૈયાર કરાશે
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- બિહારમાં રહેવાના બદલે લોકો બહારના રાજ્યમાં પરસેવો પાડે છે કેમકે બિહારમાં રોજગારીના કોઇ ચાન્સ નથી મળતા. બિહારમાં શિક્ષકો વિનાની સ્કુલો, ડોક્ટરો વિનાની હોસ્પિટલો, ખાડા ટેકરા વાળા રોડ વગેરે કાયમી ઓળખ સમાન બની ગયા હતા.
- નિ-મો (નિતીશ અને મોદી) ભેગા મળીને બિહારના જંગલરાજને વિકસીત રાજ બનાવી શકે છે
- બિહારની ગુંડાગીરીનો સફાયો બોલાવાય તોજ નવા ઉદ્યોગો ત્યાં આવી શકે અને તેના પગલે રોજગારી વધી શકે. ગુંડાઓ, ખંડણી ઉઘરાવતી ગેંગો વગેરેનો સફાયો કરીને ત્યાં ટેક્ષટાઇલ પાર્ક કે આઇટી પાર્ક ઉભા કરી શકાય છે. એકાદ મોટો ઉદ્યોગ બિહારમાં સ્થપાય તો અન્ય બિઝનેસ ગૃહો પણ ત્યાં જવા તૈયાર થઇ શકે છે.
બિહારના લોકોએ એનડીએ તરફી જંગી મતદાન કરીને બિહાર પરનું જંગલરાજનું લેબલ દુર થાય તેવું કરીને એનડીએ સરકાર પર વિશ્વાસ મુક્યો છે. જંગલ રાજના ટાઇટલના કારણે મોટા બિઝનેસ ગૃહો બિહારથી દુર રહેતા હતા. નિતીશકુમારની સરકાર ૧૫ વર્ષથી છે પરંતુ તે લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતાદળનો પ્રભાવ નિર્મૂળ કરી શકી નહોતી. બિહારમાં ગુંડાગીરી અટકતી નહોતી અને ખંડણી તેમજ બળાત્કાર જેવી ધટનાઓ સાથે સંકળાયેલાઓ લાલુ યાદવ પરિવારનું રાજકીય પીઠબળ ધરાવતા હતા.
રાજ્ય સરકારે બિહારને ઔધ્યોગિક ટચ આપવા તેમજ લોકોની સુખાકારી માટે વિવિધ પ્રોજક્ટ હાથમા લીધા છે.
ઉદ્યોગ ઉભો કરનારને આકર્ષવા એરપોર્ટ સાથે કનેક્ટ કરાયેલા એક્પપ્રેસ હાઇવે અને ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ઉભા કરાશે. આગામી પાંચ વર્ષમાં બિહારમાં ૫૦ લાખ કરોડનું રોકાણ, ૧૦ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ૧૦૦ એમએસએમઇ પાર્ક તેમજ ૫૦,૦૦૦ કરતાં વધુ કોટેજ ઉદ્યોગો ઉભા કરાશે. બિહારને સિલ્ક હબ બનાવવાનું આયોજન છે. બેગુસરાઇમાં ફાર્માસ્યુટીકલ પાર્ક ઉભો કરીને શિક્ષિત બેરોજગારોને નોકરી અપાશે. ફૂડ પ્રોસેસીંગ ને વેગ આપવા મેઇડ ઇન બિહાર બ્રાન્ડ તૈયાર કરાશે.
બિહારમાં ઔધ્યોગિક વિકાસની તકો ધણી છે પરંતુ રાજકીય કારણોસર તે પછાતની યાદીમાં આવી ગયું હતું. તેને આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગ સાથે સંકળાયેલું રાજ્ય બનાવી શકાશે કેમકે ત્યાં હવે સ્થિર સરકાર બની છે. કહે છે કે નિ-મો (નિતીશ અને મોદી) ભેગા મળીને બિહારના જગલરાજને વિકસીત રાજ બનાવી શકે છે. એટલેજ ડબલ એન્જીનની સરકાર મહત્વની બની શકે છે. ગઇ ટર્મમાં પણ ડબલ એન્જીનની સરકાર હતી પણ સામે છેડે વિપક્ષ મજબૂત હતો અને દરેક કામમાં ચંચુપાત કરતો હતો. શુક્રવારના પરિણામોએ વિપક્ષનો સફાયો કરી નાખ્યો છે એટલે નિતીશ સરકાર વિકાસના નિર્ણયો ઝડપથી લઇ શકશે.
એનડીએ સરકારે તેમના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે સરકાર વિકાસ માટે અનેક નિર્ણયો લેવા તૈયાર છે જેમાં રાજ્યમાં આદ્યોેગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, રાજ્ય બહાર ગયેલા યુવાધનને પાછું રાજ્યમાં લાવવા પ્રયાસો વગેરે પર ભાર મુકાયો હતો.
બિહારની નવી પેઢી જંગલરાજમાં રહેવા તૈયાર નહોતી. છાશવારે ગુંડાગીરી વગેરેથી પ્રજા ત્રસ્ત હતી. બિહારમાં દારુબંધીના પગલાંને નવી પેઢીએ આવકાર્યું હતી. અન્ય રાજ્યોમાં પ્રસરેલી બિહારની પ્રજાને પણ પોતાના રાજ્યને સમૃધ્ધ કરવાની ઇચ્છા હતી. એક તરફ શિક્ષણનો વ્યાપ વધ્યો અને બીજી તરફ સોશ્યલ નેટવર્કના પગલે કોઇ તેજસ્વી યાદવની વાતોમાં આવ્યું નહોતું.
કેન્દ્ર સરકારના ટેકા વગર રાજ્યનો વિકાસ શક્ય નથી તે પણ લોકો સમજતા હતા. લોકોએ એ પણ જોયું હતું કે પ.બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી પોતાના રાજ્યમાં બિઝનેસ ખેંચી લાવવા તનતોડ પ્રયાસ કરે છે છતાં રોજગારી વધારી શક્યા નથી.
બિહારના લોકોએ સમૃધ્ધિ તરફ જવા જંગી મતદાન કર્યું છે હવે બોલ સત્તાવાળાઓના કોટમાં છે તે કેવા પ્રોજક્ટ કરે છે તે મહત્વનું સાબિત થશે.
દરેક ચૂંટણીમાં બિહારના વિકાસ માટે પ્રજાને વિવિધ વચનો અપાય છે.પરંતુ તે ભાગ્યેજ અમલમાં મુકાય છે. વર્ષોથી બિહાર જૈસે-થેની સ્થિતિમાં છે. આઝાદી પછી તે કોઇના કાઇ કારણ સર મોટા રાજ્યોની સાથે કદમ મિલાવી શક્યું નહોતું. રાજકીય રીતે તે રાજ્યની વગ વધી હતી પરંતુ આર્થિક રીતે અને સામાજીક રીતે તેની પર પહેલાં ગરીબ અને પછી લાલુપ્રસાદના શાસનમાં જંગલ રાજનું લેબલ વાગી ગયું હતું.
બિહારને મળતી સહાયમાં કોઇ કમાયું હોય તો તે રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારી વર્ગ કમાયો હતો. પ્રજાના ફાળે તો અન્ય રાજ્યમાં જઇને મજૂરી કરવાનું આવ્યું હતું.
બિહાર વિશેના વિરોધાભાસ ઉડીને આંખે વળગે એવા છે. જેમકે બિહારના લોકો દેશમાં અનેક સ્થળે જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરી શક્યા છે પરંતુ પોતાના રાજ્યમાં ઝુંપડપટ્ટીથી આગળ નથી વધ્યા. ગુજરાતના મોટા ટેક્સટાઇલ પ્રોજક્ટો અને બ્રીજ બનાવવામાં બિહારના મજૂરો પરસેવો પાડે છે અને તેમના કુટુંબના ભરણ પોષણ માટે પૈસા મોકલે છે.
બિહારમાં રહેવાના બદલે લોકો બહારના રાજ્યમાં પરસેવો પાડે છે કેમકે બિહારમાં રોજગારીના કોઇ ચાન્સ નથી મળતા. બિહારમાં શિક્ષકો વિનાની સ્કુલો, ડોક્ટરો વિનાની હોસ્પિટલો, ખાડા ટેકરા વાળા રોડ વગેરે કાયમી ઓળખ સમાન બની ગયા હતા.
બિહારમાં કૃષિ ક્ષેત્રે રોજગારી દેખાય છે પરંતુ ફેક્ટરી ઉત્પાદન માંડ દશ ટકા છે. બિહારમાં માઇગ્રેશન કાયમી બની ગયું હતું. લોકો પોતાના વતન સાથે જોડાઇ રહેવા માંગે છે એટલે તો છઠ પૂજામાં લોકો પોતાના વતનમાં પાછા ફરે છે.
રાજ્ય જ્યારે રોજગારી આપવામાં નિષ્ફળ જાય ત્યારે લોકોને બીજા રાજ્યમાં જવાની ફરજ પડે છે હવે ચૂંટાયેલી સરકારની પણ ફરજ છે કે લોકોને આપેલા વચનો પુરા કરે અને રાજ્યને ઔધ્યોગિક રીતે સમૃધ્ધ બનાવે.
બિહારની ગુંડાગીરીનો સફાયો બોલાવાય તોજ નવા ઉદ્યોગો ત્યાં આવી શકે અને તેના પગલે રોજગારી વધી શકે. ગુંડાઓ, ખંડણી ઉઘરાવતી ગેંગો વગેરેનો સફાયો કરીને ત્યાં ટેક્ષટાઇલ પાર્ક કે આઇટી પાર્ક ઉભા કરી શકાય છે. એકાદ મોટો ઉદ્યોગ બિહારમાં સ્થપાય તો અન્ય બિઝનેસ ગૃહો પણ ત્યાં જવા તૈયાર થઇ શકે છે.
નિતીશ કુમારે બિહારમાં મહિલાઓને સ્ટાર્ટઅપ તૈયાર કરવા માટેની લોનની જાહેરાત કરી છે. હવે ક્યા સ્ટાર્ટઅપ કરી શકાય તેની યાદી તૈયાર કરાઇ છે અને તેના માટે શિક્ષણ તેમજ મોટિવેશન માટેની ટીમ તૈયાર કરાઇ છે. બિહારના કિસાનોને તેમના ઉત્પાદનની પુરી કિંમત મળતી નથી કેમકે ટ્રાન્સપોર્ટેશનના ધાંધીયા, કોલ્ડ સ્ટોરેજનો અભાવ, ડિજીટલનો ઓછો વ્યાપ વગેરેનો અભાવ વર્તાતો હતો.
બિહારના લોકોએ હવે અન્ય રાજ્યોની સમૃધ્ધિ સાથે રહેવાનો પ્રયાસ કરવાની જરૂર છે. સ્માર્ટ સિટી મિશનમાં બિહારના શહેરોને મુકાય તેવો આગ્રહ કરવાની જરૂર છે કેમકે ૧૦માંથી ૮ બિહારી ગામડામાં રહે છે. સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ વિલેજ મિશન હેઠળ આવતા પ્રોડક્ટ પણ રોજીંદા જીવનની તકલીફો ઓછી કરી શકે છે.
બિહારના ગામડા રાજ્ય માટે ગ્રોથ એન્જીન સમાન સાબિત થઇ શકે છે.
બિહારને વર્ષોથી પછાત રાખવા પાછળ ભારતની કંપનીઓ નહીં પણ ભારતના રાજકરાણીઓ જવાબદાર છે. ગુજરાત અને મહારાષ્ટ્રની હરોળમાં બિહારને લાવવું જોઇએ.
- બિહારના પરિણામોએ બિઝનેસની તકોના દ્વાર ખોલી નાખ્યા
શુક્રવારે બિહારના પરિણામોએ લાલુપ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતાદળના સૂપડાં સાફ કરી નાખ્યા હતા. ટૂંકમાં હવે બિહારની નિતીશ સરકારને રાજ્યનો વિકાસ કરવાનું મોકળું મેદાન મળશે. બિહારના લોકો પોતાના રાજ્યને સમૃધ્ધ જોવા ઇચ્છે છે અને દેશના અન્ય રાજ્યોની હરોળમાં રાખવા માંગે છે. બિહારની પ્રજો બહુ લાંબુ વિચારીને તેજસ્વી યાદવને દુર હડસેલી દીધા છે. તેજસ્વી યાદવ સત્તા પર હોય કે સત્તાના ભાગીદાર હોય તો પણ દેશના ઉદ્યોગો તેમની સાથે હાથ મિલાવવા તૈયાર નથી થતા.
રાજ્યના વિકાસ માટે ઉદ્યોગો બહુ મહત્વના છે. ઉદ્યોગો રાજ્ય માટે આવક અને રોજગારી ખેંચી લાવે છે. દેશના રાજ્યોનો વિકાસ અને ત્યાં ધમધમતા ઉદ્યોગો જોઇને બિહારના લોકો પોતાને ત્યાં વિકાસનું સપનું જોવા લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ બિહારમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એમ્સ હોસ્પિટલનું ખાતમૂહર્ત કરીને એવા સંકેત આપ્યા હતા કે ડબલ એન્જીનની સરકાર બિહારને પ્રગતિશીલ બનાવી શકે છે.


