Get The App

પ્રતિષ્ઠિત બિઝનેસ ગુ્રપમાં સત્તા માટેની ખેંચતાણ.. ટાટા સન્સ v/s ટાટા ટ્રસ્ટ

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
પ્રતિષ્ઠિત બિઝનેસ ગુ્રપમાં સત્તા માટેની ખેંચતાણ.. ટાટા સન્સ v/s ટાટા ટ્રસ્ટ 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ટાટા ગુ્રપના ટોચના બોસ દિલ્હીમાં  નાણાપ્રધાન નિર્મલા સીતારામનને મળવા ગયા ત્યારે ટાટાના બોર્ડમાં કંઇક મોટું રંધાઇ રહ્યું હોવાનું  બહાર આવ્યું હતું.. 

- ટાટા સન્સ જે પણ રોકાણ રૂપિયા ૧૦૦ કરોડ (ઇં૧૧ મિલિયન) થી વધુ કરે, તેના માટે ટાટા ટ્રસ્ટીઓની મંજૂરી જરૂરી છે

- ટાટા ગુ્રપ માત્ર એક બિઝનેસ પાવરહાઉસ નથી, પરંતુ તે સરકારના ઘણા રોકાણ નિર્દેશોને પણ સક્રિયપણે ટેકો આપે છે જેમકે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપવા માટેનું ઇં૧૧ બિલિયનનું રોકાણ છે 

ટાટા ટ્રસ્ટ ફરી વિવાદમાં આવ્યું છે. જે ટાટા ગુ્રપને દેશમાં માનથી જોવામાં આવે છે ત્યાં જ્યારે ખુરશી માટે ખેંચતાણ ચાલે ત્યારે લોકોની વિવાદ જાણવાની જીજ્ઞાાસા વધે છે. ટાટા ટ્રસ્ટના બોર્ડ રૂમમાં ચાલી રહેલો વિવાદ સામાન્ય રીતે બોર્ડ રૂમની બહાર ના આવત પરંતુ જ્યારે ટાટા ગુ્રપના ટોચના બોસ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ અને નાણાપ્રધાન નિર્મલા સીતારામનને   મળવા ગયા ત્યારે ટાટાના બોર્ડમાં કંઇક મોટું રંધાઇ રહ્યું હોવાનું  બહાર આવ્યું હતું.  ટાટા ગુ્રપમાં ઉભા થયેલા વિવાદે ભારતના કોર્પોરેટ જગતને હચમચાવી દીધું છે.

ટાટા ગુ્રપની માર્કેટ કેપ ૩૮૬ અબજ ડોલરની છે. ટાટા ટ્રસ્ટ એક પરોપકારી કંપનીના યાદીમાં આવે છે પરંતુ ટાટા સન્સમાં તેનો હિસ્સો ૬૬ ટકા છે. ટાટા  સન્સ અને ટાટા ટ્રસ્ટમાં ચાલતા વિવાદો લોકો સુધી પહોંચ્યા નહોતા પરંતુ હવે ૨૪ કલાક ચાલતી ન્યૂઝ ચેનલોએ દિલ્હીમાં તેમની મુલાકાતને દર્શાવી હતી અને શું રંધાઇ રહ્યું છે તેની વિગતો આપીને કોર્પોરેટ જગતને ચોંકાવી દીધું હતું.

ટાટા ગુ્રપમાં ચાલતા વિવાદના વટાણા વેરાઇ ગયા પછી બોર્ડમાં ચાલતી હૂંસાતૂંસીની વધુ વિગતો બહાર આવી હતી. દિલ્હી ખાતેની બેઠકમાં ટાટા ગુ્રપ તરફથી  ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને ટ્રસ્ટીઓ ડેરિયસ ખંભાતા અને વેણુ શ્રીનિવાસન પણ હાજર હતા.

 ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે દિલ્હીમાં   શું ચર્ચા થઈ તે અંગે મૌન રાખ્યું હતું પરંતુ એવા વ્યાપક અહેવાલો છે કે ભારતના સૌથી શક્તિશાળી બિઝનેસ સામ્રાજ્યમાં સત્તા સંઘર્ષ (ર્ૅુીિ જાિેયયની) ચાલી રહ્યો છે. ટાટા ગુ્રપના ટોચના લોકોને સરકાર ચર્ચા માટે બોલાવે છે કેમકે તેમાં ચાલતા ડખા  ભારતની આર્થિક અને  કોર્પોરેટ સર્કલની ઇમેજ બગાડી શકે છે.

ટાટા ગુ્રપ માત્ર એક બિઝનેસ પાવરહાઉસ નથી, પરંતુ તે સરકારના ઘણા રોકાણ નિર્દેશોને પણ સક્રિયપણે ટેકો આપે છે જેમકે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપવા માટેનું ઇં૧૧ બિલિયનનું રોકાણ છે. આ ઉપરાંત, તે દેશની ઘણી સપ્લાય ચેઈનનો મહત્વનો ભાગ છે જેમકે  તે ભારતમાં એપલ આઈફોન બનાવે છે અને ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી આપે છે.

જ્યારે ટાટા ટ્રસ્ટ્નું બોર્ડ શુક્રવારે આંતરિક વિવાદના અહેવાલો પછી પ્રથમ વખત મળી ત્યારે ઘણા રોકાણકારો અને સરકાર એવી આશા રાખશે કે આ બોર્ડ રૂમ લડાઈનો ઉકેલ આવશે પરંતુ દરેકની આશા ઠગારી નિવડી હતી.

મુખ્ય વિવાદ એ છેકે  ટ્રસ્ટીઓને લાગે છે કે તેમની સત્તામાં ઘટાડો થયો છે. કેમકે કેટલાક રોકાણો બાબતે તેમનું ધ્યાન દોરવામા નથી આવતું.

વર્તમાન વિખવાદના કેન્દ્રમાં એ વાત છે કે ટાટા સન્સે કોઈપણ મોટા નાણાકીય રોકાણ માટે ટાટા ટ્રસ્ટ્ની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. એક માહિતી અનુસાર જણાવ્યા અનુસાર, આ મંજૂરી લેવામાં આવી રહી નથી.

અગાઉ નક્કી થયા અનુસાર  ટાટા સન્સ જે પણ રોકાણ રૂપિયા ૧૦૦ કરોડ (ઇં૧૧ મિલિયન) થી વધુ કરે, તેના માટે ટાટા ટ્રસ્ટીઓની મંજૂરી જરૂરી છે.

પરંતુ ફરિયાદ એ છેકે  છેલ્લા કેટલાક વર્ષોથી આવું કરવામાં આવ્યું નથી, જેના કારણે કેટલાક ટ્રસ્ટીઓને લાગે છે કે તેમની શક્તિઓ મર્યાદિત કરવામાં આવી છે.

એક ઘટના એવી પણ છેકે તેના પગલે અસંતોષ જોવા મળ્યો છે. ગયા મહિને આ વિવાદ  ત્યારે સપાટી પર આવ્યો જ્યારે મેહલી મિસ્ત્રી સહિત ટાટા ટ્રસ્ટના ચાર ટ્રસ્ટીઓએ વિજય સિંહની ટાટા સન્સના બોર્ડમાં ફરીથી નિમણૂકનો વિરોધ કર્યો હતો.

છેલ્લા દાયકામાં આ બીજી વખત છે જ્યારે ટાટા સન્સ પર ટાટા ટ્રસ્ટના પ્રભાવને લઈને સત્તા સંઘર્ષ જોવા મળ્યો છે. અગાઉ ૨૦૧૬માં, ટાટા સન્સના તત્કાલીન ચેરમેન સાયરસ મિસ્ત્રીને અચાનક પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જે બાદ તેમણે આરોપ લગાવ્યો હતો કે ટાટા ટ્રસ્ટના સતત હસ્તક્ષેપને કારણે તેઓ  ચેરમેન બની ગયા હતા.

નિષ્ણાતોના મતે ટાટા ગુ્રપમાં ચાલતો વિવાદનો ઉકેલ લાવવાની જરૂર છે.

આ મુદ્દાને ઉકેલવાની એક રીત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ઇમ્ૈં)ના આદેશનું પાલન હોઈ શકે છે, જે મુજબ ટાટા સન્સે શેરબજારમાં લિસ્ટ થવું જરૂરી છે.

 જો ટાટા સન્સ પબ્લિક લિસ્ટ થાય છે, તો ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ વચ્ચેની કામગીરીની  રેખાઓ સ્પષ્ટ થશે. ટાટા ટ્રસ્ટ માત્ર એક શેરહોલ્ડર બની રહેશે અને ટાટા સન્સનું બોર્ડ સ્વતંત્ર રીતે કંપની ચલાવશે.

જીઁ ગ્રુપ તરીકે ઓળખાતા શાપૂરજી પાલનજી (જીઁ) ગ્રુપ ટાટા સન્સમાં ૧૮% થી વધુ હિસ્સો ધરાવે છે અને તેઓ પોતાનું દેવું ચૂકવવા માટે આ હિસ્સો વેચીને બહાર નીકળવા માંગે છે. ટાટા સન્સ લિસ્ટ થાય તો તેમના માટે શેર વેચવા સરળ બનશે, પરંતુ ટાટા ગ્રુપને ડર છે કે ૧૮% હિસ્સો વેચવાથી કંપની પર ટેકઓવરનો ખતરો વધી શકે છે.

- ટાટા સન્સના લિસ્ટિંગ  પર ટૂંક સમયમાં નિર્ણય

જ્યારે એવા સંકેતો મળી રહ્યા છે કે ટાટા સન્સની 'અપર-લેયર' શમ્ખભ તરીકેની સ્થિતિ વિચારણા હેઠળ હોઈ શકે છે, ત્યારે ઇમ્ૈં એ કોઈ ચોક્કસ કંપનીના મુદ્દે ટીકા કરી નથી.

મીઠું થી લઈને સોફ્ટવેર સુધીના વ્યવસાયો સાથે સંકળાયેલા ટાટા ગુ્રપની હોલ્ડિંગ કંપની, ટાટા સન્સનું શેરબજારમાં લિસ્ટિંગ થશે કે નહીં, તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા સમયે જ્યારે ટાટા ટ્રસ્ટ્ (જે ટાટા સન્સમાં ૬૬% હિસ્સો ધરાવે છે) વિવાદોમાં ઘેરાયેલું છે, ત્યારે હોલ્ડિંગ કંપનીનું લિસ્ટિંગ ગુ્રપમાં સ્થિરતા લાવી શકે છે.

ટાટા સન્સની 'અપર-લેયર' નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (શમ્ખભ) તરીકેની સ્થિતિ ચર્ચામાં છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં) એ આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

૨૦૨૨ માં, ઇમ્ૈં એ ટાટા સન્સ સહિત ૧૫ સંસ્થાઓને 'અપર-લેયર' શમ્ખભ તરીકે વર્ગીકૃત કરી હતી, જેમના માટે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં લિસ્ટિંગ કરાવવું ફરજિયાત હતું.

લિસ્ટિંગ ટાળવા માટે ટાટા સન્સે પોતાનું દેવું ચૂકવીને 'નેટ ડેટ-ફ્રી' બનીને પોતાની 'કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની' (ભૈંભ) તરીકેની નોંધણી રદ કરવાની વિનંતી કરી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદા પસાર થઈ ગઈ હોવા છતાં ટાટા સન્સ હજુ પણ ખાનગી કંપની જ છે.

ઇમ્ૈં ગવર્નરે સંકેત આપ્યો છે કે શમ્ખભના વર્ગીકરણ માટેનું સુધારેલું માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આનાથી સ્પષ્ટ થશે કે ટાટા સન્સે લિસ્ટિંગ કરાવવું પડશે કે નહીં.

ટાટા ટ્રસ્ટ્ના વાઇસ-ચેરમેન વેણુ શ્રીનિવાસન અને અન્ય કેટલાક ટ્રસ્ટીઓ લિસ્ટિંગનું સમર્થન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. શાપૂરજી પાલનજી ગુ્રપ (જે ૧૮% હિસ્સો ધરાવે છે) પણ પારદર્શિતા અને મૂલ્ય અનલોક કરવા માટે લિસ્ટિંગની માંગ કરી રહ્યું છે.

વિરોધમાં ટાટા ટ્રસ્ટ્ના ચેરમેન નોએલ ટાટા એ કથિત રીતે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન પાસે એવી ખાતરી માંગી છે કે ટાટા સન્સ એક ખાનગી અનલિસ્ટેડ કંપની જ રહેશે.

લિસ્ટિંગની અસરો

જો ટાટા સન્સ લિસ્ટેડ થાય છે, તો આર્ટિકલ ૧૨૧છ હેઠળ ટાટા ટ્રસ્ટ્ને મળેલા વિશેષ 'વીટો પાવર' ને નાબૂદ કરવા પડી શકે છે. શાપૂરજી પાલનજી ગુ્રપ માટે આ એક તક સમાન છે, કારણ કે તેઓ પોતાનો હિસ્સો વેચીને દેવું ઓછું કરવા માંગે છે.