- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- ચીનમાં કારનું ઉત્પાદન કરતી જાપાનની કંપનીઓ ટોયેટો, હોન્ડા સુઝુકી હવે ભારતમાં ઉત્પાદન કરશે
- ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો બજાર છે. હોન્ડાએ ગયા અઠવાડિયે પણ જાહેરાત કરી હતી કે તે ભારતને તેની આગામી ઇલેક્ટ્રિક કાર માટે ઉત્પાદન અને નિકાસ આધાર બનાવશે
- ઓટો ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનને ડેટાની નજરે પણ જોવાની જરૂર છે. ૨૦૨૧ અને ૨૦૨૪ વચ્ચે ભારતના ઓટો ક્ષેત્રે જાપાનનું વાર્ષિક સીધું રોકાણ સાત ગણું વધીને ગયા વર્ષે ૨૯૪ બિલિયન યેન (આશરે રૂા. ૧.૭૦ ટ્રિલિયન) થયું હતું. દરમિયાન, આજ સમયગાળામાં ચીનના ઓટો ક્ષેત્રે જાપાનનું રોકાણ ૮૩% ઘટીને ૪૬ બિલિયન યેન (આશરે ૨૬.૫૪ બિલિયન) થયું.
જાપાની કાર કંપનીઓ ચીનથી નિરાશ હોય એમ લાગી રહ્યું છે કેમકે ટોયોટા, હોન્ડા અને સુઝુકી ભારતમાં કાર ઉત્પાદન કરવા વિચારી રહી છે.
જાપાની ઓટોમેકર્સ ચીનમાં ઉત્પાદન ઓછું કરીને ભારત તરફ સ્ટીયરીંગ ફેરવી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ટોયોટા, હોન્ડા અને સુઝુકી ભારતમાં ઇં૧૧ બિલિયન (આશરે રૂપિયા૧૦ ટ્રિલિયન)નું રોકાણ કરી રહ્યા છે. તેઓ ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડી રહ્યા છે અને ભારતને વૈશ્વિક ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં પરિવર્તિત કરી રહ્યા છે. ભારતમાં ઉત્પાદન કરવાથી તેમને લાભ એ પણ છે કે ચીનની ઈફ કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની પણ જરૂર નથી.
જાપાની ઓટોમેકર્સ ટોયોટા, હોન્ડા અને સુઝુકી ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા છે. આ કંપનીઓ ભારતમાં નવી કાર અને ફેક્ટરીઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતનું વધતું મહત્વ દર્શાવે છે. જાપાની ઓટો કંપનીઓ હવે ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે તેમની વૈશ્વિક સપ્લાય ચેઇનનું પુનર્ગઠન કરી રહી છે.
વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ટોયોટા અને ભારતીય બજારનો આશરે ૪૦% હિસ્સો ધરાવતી સુઝુકીએ બંનેએ કુલ ઇં૧૧ અબજ (આશરે ૧૦ ટ્રિલિયન રૂપિયા) ના રોકાણની જાહેરાત કરી છે. આ નાણાંનો ઉપયોગ ભારતમાં ઉત્પાદન અને નિકાસ ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો બજાર છે. હોન્ડાએ ગયા અઠવાડિયે પણ જાહેરાત કરી હતી કે તે ભારતને તેની આગામી ઇલેક્ટ્રિક કાર માટે ઉત્પાદન અને નિકાસ આધાર બનાવશે.
ભારતમાં ઉત્પાદનમાં ઓછો ખર્ચ અને સ્કીલ લેબર મોટાપ્રમાણમાં હોઇ ઉત્પાદકો માટે મુખ્ય આકર્ષણનો મુદ્દો રહ્યો છે. ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલ નિષ્ણાતો કહે છે કે ચીનમાં ઉત્પાદન કરતી જાપાનની ઓટો કંપનીઓ હવે ચીન છોડવાનું વિચારી રહી છે. ચીન પર આધાર રાખવાનું તેમને પસંદ નથી એમ દેખાઇ આવે છે. ભારત આવવાથી ચીનને એક મોટો ફાયદો એ છે કે ભારતીય બજાર ચીની ઇલેક્ટ્રિક વાહનો (ઈફજ) માટે લગભગ સંપૂર્ણપણે બંધ છે. તેથી, જાપાની કાર કંપનીઓને હાલમાં ચીનના ઇવીનો સામનો કરવો પડશે નહીં. ચીનમાં મ્રૂઘ જેવી કંપનીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો પરંતુ ભારતમાં તેમને કોઇ કંપનીનો સામનો કરવો પડશે નહીં.
જાપાનની કાર ઉત્પાદક કંપનીઓને ચીનમાં સમસ્યા એ નડે છે કે ચીનમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો વચ્ચે તીવ્ર પ્રાઇસ વોર ચાલી રહી છે તેના કારણે નફો કમાવવાનું મુશ્કેલ બની ગયું છે. મહત્વની વાત એ પણ છે કે ચીની કાર કંપનીઓ હવે વિદેશમાં વિસ્તરણ કરી રહી છે અને દક્ષિણપૂર્વ એશિયા જેવા બજારોમાં જાપાની કંપનીઓનો હિસ્સો છીનવી રહી છે.
જાપાનના ઓટો ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ચીનમાં નફાનું માર્જીન ઓછું થતું જાય છે.આ માર્જીનને જોતાં, રિપ્લેસમેન્ટ માર્કેટ તરીકે ભારત એક સારો વિકલ્પ છે. આ નિષ્ણાતો માને છે કે જાપાનની કંપનીઓની નજરે ભારત તગડું માર્કેટ છે તેમજ ચીનની જેમ સ્થાનિક કંપનીઓ સાથે સ્પર્ધા પણ નથી હોતી.
ઓટો ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનને ડેટાની નજરે પણ જોવાની જરૂર છે. ૨૦૨૧ અને ૨૦૨૪ વચ્ચે ભારતના ઓટો ક્ષેત્રે જાપાનનું વાર્ષિક સીધું રોકાણ સાત ગણું વધીને ગયા વર્ષે ૨૯૪ બિલિયન યેન (આશરે રૂા ૧.૭૦ ટ્રિલિયન) થયું હતું. . દરમિયાન, આજ સમયગાળામાં ચીનના ઓટો ક્ષેત્રે જાપાનનું રોકાણ ૮૩% ઘટીને ૪૬ બિલિયન યેન (આશરે ૨૬.૫૪ બિલિયન) થયું.
આંકડા બતાવે છેકે જાપાનના કાર ઉત્પાદકો સ્ટીયરીંગ ભારત તરફ લાવી રહ્યા છે. ટોયોટા હવે હાઇબ્રિડ કમ્પોનન્ટનો ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે જાપાની અને ભારતીય વિક્રેતાઓ સાથે કામ કરી રહ્યા છે. આવી કંપનીનું ધ્યાન હવે 'વૈશ્વિક' વાહનોને બદલે 'સ્થાનિક' જરૂરીયાતો પર છે.
ટોયોટા આ દાયકાના અંત સુધીમાં ભારતમાં ૧૫ નવા અને તાજા મોડેલો લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની આ દાયકાના અંત પહેલા પેસેન્જર કાર બજારમાં તેનો હિસ્સો વર્તમાન ૮% થી વધારીને ૧૦% કરવાનો લક્ષ્ય રાખે છે. ગયા વર્ષે, ટોયોટાએ ઇં૩ બિલિયન (આશરે રૂા. ૨.૬૬ ટ્રિલિયન)થી વધુના રોકાણની જાહેરાત કરી હતી. આનાથી દક્ષિણ ભારતમાં તેની હાલની ફેક્ટરીની ક્ષમતામાં વાર્ષિક આશરે ૧૦૦,૦૦૦ વાહનોનો વધારો થશે અને મહારાષ્ટ્રમાં એક નવો પ્લાન્ટ પણ બનશે, જે ૨૦૩૦ પહેલા ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે. આનાથી ટોયોટાની ભારતીય ઉત્પાદન ક્ષમતા ૧ મિલિયનથી વધુ વાહનો સુધી પહોંચશે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ભારતનો આર્થિક વિકાસ સરેરાશ ૮% રહ્યો છે. મોદી સરકાર વધુ વિદેશી ઉત્પાદકોને આકર્ષિત કરીને આ વૃદ્ધિ જાળવી રાખવા માંગે છે. સરકાર તેમને સ્થાનિક અને વૈશ્વિક બજારો બંને માટે ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહનો આપી રહી છે. ચીની રોકાણ પર સરકારી પ્રતિબંધો પણ જાપાની કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે.
હોન્ડા માટે, ભારત તેના ટુ-વ્હીલર વ્યવસાય માટે સૌથી મોટું બજાર છે, અને હવે કંપની અહીં તેના ફોર-વ્હીલર વ્યવસાયને પણ વેગ આપવા માંગે છે. હોન્ડા ભારતને તેની 'ઝીરો સિરીઝ' ઇલેક્ટ્રિક કાર માટે ઉત્પાદન અને નિકાસ આધાર બનાવશે, જે ૨૦૨૭ થી જાપાન અને અન્ય એશિયન બજારોમાં નિકાસ કરવામાં આવશે. દરમિયાન, સુઝુકી ભારતમાં ઇં૮ બિલિયન (આશરે રૂા. ૭ ટ્રિલિયન) નું રોકાણ કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય તેની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન ૨.૫ મિલિયનથી વધારીને વાર્ષિક ૪ મિલિયન કાર કરવાનો છે. સુઝુકીના પ્રમુખ તોશીહિરો સુઝુકીએ કહ્યું, 'અમે ભારતને સુઝુકી માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવા માંગીએ છીએ.'


