Get The App

એપલે મહિને 6.3 કરોડ રૂપિયાના તગડા ભાવેથી ઓફિસ લીધી વર્ષમાં ભાડા પેટે 10,000 કરોડ ચૂકવશે

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
એપલે મહિને 6.3 કરોડ રૂપિયાના તગડા ભાવેથી ઓફિસ લીધી વર્ષમાં ભાડા પેટે 10,000 કરોડ ચૂકવશે 1 - image

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- છેલ્લા પાંચ વર્ષમાં વિદેશની કંપનીઓે ભારતમાં 101 મિલીયન સ્કેવરફૂટ જેટલી ઓફિસ સ્પેસ ભાડે લીધી હતી

- રીયલ એસ્ટેટ ક્ષેત્રે તાજેતરમાં થયેલા એક સોદાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં મુંબઇના રીયલ એસ્ટેટ કંપની ડીજીએસ ગૃપે ગુરૂગાંવ વિસ્તારમાં ૬૫,૭૦૦ સ્કેવર ફૂટનું ટ્રીપ્લેક્સ ૫૬.૨૮ કરોડ રૂપિયામાં ખરીધ્યું છે

- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમરિકી કંપનીઓને ભારતમાં બિઝનેસ નહીં વધારવાનો અનુરોધ કર્યો હોવા છતાં એપલે ભારતમાં નવું રોકાણ 10 વર્ષ માટે કર્યું છે.

50મું વર્ષ ઉજવી રહેલી વિશ્વની ટોપની બીજા નંબરની કંપની એપલે ભારતમાં તેનો પગદંડો મજબૂત કર્યો છે. ૨૦૨૪-૨૫ના નાણા વર્ષમાં  ૧.૫ લાખ કરોડના આઇફોન ભારતથી નિકાસ કરનાર એપલે  તાજેતરમાં બેંગલુરૂ ખાતે ૬.૩ કરોડ રૂપિયાના માસિક ભાડા સાથે ઓફિસ માટે કરાર કરતાં દેશના કોમર્શીયલ પ્રોપર્ટી સાથે સંકળાયેલા લોકોનું ધ્યાન ખેંચાયું છે. એપલ ૧૦ વર્ષમાં ભાડા પેટે  ૨.૭ લાખ સ્કવર ફૂટ માટે ૧૦૦૦ કરોડ ચૂકવશે.

એપલ કંપની પોતે પોતાની સંપત્તિ ખરીદે તો તેના નફામાં વધારો થઇ શકે પરંતુ એપલ ભાડાની ઓફિસ લઇને તેના ખર્ચા રીટર્નમાં બાદ મેળવતું હશે એમ લાગી રહ્યું છે. મોટી કંપનીઓ ઓફિસો ખરીદવાના બદલે તે ભાડા પર લઇને કામ કરતી હોય છે. વિદેશની કંપનીઓ ભારતમાં ઓફિસો ભાડે રાખીનેજ કામ કરતી હોય છે.

રીયલ એસ્ટેટ ફર્મ એમ્બેસી ગૃપે એપલને લીઝ પર આપેલી ઓફિસમાં કાર પાર્કીંગની સ્પેસ,મેન્ટનન્સ ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે. એપલે લીઝની સાથે ૩૧.૫૭ કરોડ રૂપિયાની ડિપોઝિટની રકમ પણ ભરી છે આશ્ચર્યતો એ વાતનું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમરિકી કંપનીઓને ભારતમાં બિઝનેસ નહીં વધારવાનો અનુરોધ કર્યો હોવા છતાં એપલે ભારતમાં નવું રોકાણ ૧૦ વર્ષ માટે કર્યું છે.ભારતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ વધી રહ્યું છે. ૨૦૪૭ સુધીમાં તે ૪.૮ ટ્રિલિયન પર પહોંચવાની ધારણા છે. ૨૦૩૦ સુધીમાં તે એક ટ્રિલિયન પર પહોંચવાની ધારણા છે.

છેલ્લા પાંચ વર્ષમાં વિદેશની કંપનીઓે ભારતમાં ૧૦૧ મિલીયન સ્કેવરફૂટ જેટલી ઓફિસ સ્પેસ ભાડે લીધી હતી.

મધ્યમ વર્ગ ૫૦ લાખનો ફ્લેટ ખરીદીને નિવૃત્તી સુધી હપ્તા ભરે છે તેની પાછળનું મુખ્ય કારણ પોતાનું ઘર બનાવવાનું હોય છે. દર મહિને ભાડું ભરવું તેના બદલે બેંકમાંથી લોન લઇને પોતાનું ઘર બનાવવું યોગ્ય મનાય છે. 

કોમર્શીયલ પ્રોપર્ટી અને રેસીડેન્શ્યલ પ્રોપર્ટીમાં ઘણો ફર્ક હોય છે. બિઝનેસ સાથે સંકળાયેલી કંપની એક્સપાન્સન માટે કોમર્શીયલ પ્રોપર્ટી શોધે છે જ્યારે તેમના ડિરેક્ટરોને રહેવા માટે રેસીડન્શયલ વિસ્તારોની પ્રોપર્ટી શોધે છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્રે તાજેતરમાં થયેલા એક સોદાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં મુંબઇના રીયલ એસ્ટેટ કંપની ડીજીએસ ગૃપે ગુરૂગાંવ વિસ્તારમાં ૬૫,૭૦૦ સ્કેવર ફૂટનું ટ્રીપ્લેક્સ ૫૬.૨૮ કરોડ રૂપિયામાં ખરદ્યું છે. ગુરૂગાંવ પૂર્વમાં વેસ્ટર્ન હાઇવે નજીક ઓબેરોય રીયાલ્ટીએ બાંધેલું છે. તે ૬૨,૬૩ અને ૬૪મા માળે આવેલું છે. તેની સ્ટેમ્પ ડયુટી ૩.૩૭ કરોડની હતી. સોદામાં ૮ પાર્કીગ પ્લેસનો પણ સમાવેશ થાય છે. આજ મકાનમાં કપિલ અરોરો ફેબુ્રઆરી ૨૦૨૬માં ૮૫૭૦ સ્કેવરફૂટનું પેન્ટહાઉસ ૫૫ કરોડમાં ખરીદ્યું હતું.

નવેમ્બર ૨૦૨૫માં ડીએલએફ કંપનીએ અંધેરીના વેસ્ટર્ન પાર્ક પ્રોજેક્ટમાં ૨૦૦૦ સ્કેવર ફૂટનો એપાર્ટમેન્ટ વેચ્યો હતો.ગુરૂગાંવના ઓબેરોય ગાર્ડન સીટી પ્રોજેેક્ટમાં ફેબુ્રઆરી દરમ્યાન ૮,૫૦૦ સ્કેવર ફૂટનું પેન્ટહાઉસ ઓબેરોય રીયલ્ટીએ વેચ્યું હતું.

ધૂરંધર ફેઇમ અક્ષય કુમારે ૨૦૨૪માં બોરીવલીમાં તેમનો ૪ બીએેચકેનો ફ્લેટ ૧૪ કરોડમાં વેચ્યો હતો.

જેમની પાસે પૈસો છે એવા હાઇનેટવર્થ લોકોની યાદીમાં બોલીવૂડના ચહેરા આવે તે સ્વભાવિક છે. તાજેતરમાં સલમાનખાનના સાળા અતુલ અગ્નિહોત્રીએ રીયલ એસ્ટેટમાં મોટા પાયે રોકાણ કર્યું તે અહેવાલો ચમક્યા હતા પરંતુ બોલીવૂડ અને રીયલ એસ્ટેટને બહુ સારો મેળ છે. બોલીવૂડમાં કેટલીક હીટ ફિલ્મો આપનાર વિવેક ઓબેરોયે યુએઇમાં બીએનડબલ્યુ બેનર હેઠળ લકઝરી પ્રોજેક્ટ ઉભો કરી રહ્યો છે. તે યુએઇની તેજીનો તે લાભ લેવા માગે છે.

એવીજ રીતે સુનિલ શેટ્ટીએ એસ-ટુ રીઆલીટી એન્ડ ડેવલોપમેન્ટ કંપની શરૂ કરી છે જે લકઝરી હોમ અને સેકન્ડ હોમ પ્રોજક્ટ બનાવે છે. અતુલ અગ્નિહોત્રીની કંપની શિવાંસી હોમ મેકર બાન્દ્રા, મુંબઇ વગેરે ખાતે રીડેવલોપમેનેટ હેઠળ જુના બિલ્ડીંગની જગ્યાએ નવા બનાવે છે. તેમની કંપની ૬૦ વર્ષ જુની પાલીમાલા હાઉસીંગ સોસાયટીનું રીડેવલોપમેન્ટ કરી રહી છે.

કેટલાક જુની પ્રોપર્ટી વેચીને તગડી કમાણી કરી રહ્યા છે. જેમકે ૨૦૨૫માં જીતેન્દ્ર કપુરે તેમની અંધેરી ખાતેની પ્રોપર્ટી વેચીને ૮૫૫ કરોડ ઘરભેગા કરી દીધા હતા. અક્ષય કુમાર પણ પોતાના ફેલેટ વેચવામાં બહુ એક્ટીવ છે.૨૦૨૫માં તેમણે ૧૦૦ કરોડના એપાર્ટમેન્ટ વેચ્યા હતા.

અમિતાભ અને અભિષેક બચ્ચને મુબંઇની ફરતે તેમજ પૂણે, અયોધ્યા જેવા સ્થળો પર કોમર્શીયલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. ગયા મહિને અભિષેક બચ્ચને એવી જાહેરાત કરી હતી કે તે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લકઝરી હોમ બનાવવાના પ્રોજેક્ટમાં રોકાણ કરશે.

૨૦૨૫માં રીતીક રોશન, તેમના પિતા રાકેશ રોશન, માતા પ્રેમિલા મોશન અને બહેન સુનયના રોશને મુંબઇના રીયલ એસ્ટેટ માર્કેટમાં ૮૦ કરોડ રૂપિયા રોક્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઇની  બાન્દ્રા-કૂર્લા કોમ્પલેક્ષ(બીકેસી) હોય કે બેંગલુરૂનો વ્હાઇટ ફિલ્ડ અને સેનેકી રોડ હોય કે ગુરૂગ્રામ હોય પરંતુ આવા બહુ ઉંચા ભાડા વાળા વિસ્તારોમાં પણ સારૂં લોકેશન મેળવવા વિદેશની કંપનીઓ એજન્ટોને સૂચના આપે છે.

ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર સાથે સંકળાયેલી કંપનીઓનો ગ્રોથ નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યો છે. અમેેરિકાની કંપનીઓની નવી ઓફિસો માટેની ડિમાન્ડ સતત વધતી રહી છે.

વિદેશની કંપનીઓની ઓફિસ ભાડે લેવાના ટ્રેન્ડ પર નજર કરીયેતો ૨૦૨૫માં વિદેશની કંપનીઓ પૈકી ૫૮ ટકાએ ઓફિસ ભાડે લેવા માટે ડિમાન્ડ કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં વિદેશની કંપનીઓે ભારતમાં ૧૦૧ મિલીયન સ્કેવરફૂટ જેટલી ઓફિસ સ્પેસ ભાડે લીધી હતી.

- કરોડોમાં ભાડું ચૂકવતી મલ્ટી

નેશનલ કંપનીઓ પર એક નજર 

ભારતમાં કામ કરતી વિદેશની કેટલીક મલ્ટી નેશનલ કંપનીઓ તગડું ભાડું ચૂકવતી હોય છેટેકનોલોજી,એેરોસ્પેસ અને બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલા ગ્લોબલ કેપેબીલીટી  સેન્ટર સાથેની કંપનીઓ ટોચના શહેરોમાં ઓફિસો ભાડે રાખીને ત્યાંથી કામ કરે છે.

માત્ર એપલે તગડું ભાડું ચૂકવ્યું છે એવું નથી અનેક કંપનીઓ કરોડોમાં ભાડા ચૂકવી રહી છે.

એરબસ ઇન્ડિયાઃ

એરો સ્પેસ સાથે સંકળાયેલી કંપની એરબસ ઇન્ડિયાએ બેંગલુરૂ ખાતે ૬.૫ લાખ સ્કેવર મીટરની ઓફિસ ૪.૧૭ કરોડના માસિક ભાડા સાથે લીધી છે. કંપનીમાં ૩૬૦૦ કર્મચારીઓ કામ કરે છે. કોમર્શીયલ વિમાનો તે બનાવે છે. કંપની ૧૦ વર્ષમાં ૫૦૦ કરોડ જેટલું ભાડું ચૂકવશે.

મોર્ગન સ્ટેનલીઃ

૨૦૨૫માં મોર્ગન સ્ટેનલી કંપનીએ મુંબઇના ગોરેગામ ખાતે અંદાજે ૧.૧ મિલીયન સ્કેવર ફીટ જગ્યા માસિક ૧૫.૯૬ કરોડ રૂપિયાના ભાડાથી લીધી હતી. તેને ભાડાનો રેકોર્ડ સોદો ગણાવાયો હતો.

મેટા (ફેસબુક)ઃ

૨૦૨૬ની શરૂઆતમાં મુંબઇમાં બીકેસી તરીકે ઓળખાતી બાદ્રા કૂર્લા કોમ્પલેક્ષ ખાતે પાંચ વર્ષ માટે ૨૦૦ કરોડના ભાડેથી ઓફિસ લીધી હતી.

જે.પી.મોર્ગનઃ

ફાયનાન્સીયલ સર્વિસ સાથે સંકળાયેલી કંપની જે.પી.મોર્ગેને મુંંબઇના બીકેસી ખાતે ૧૦ વર્ષના ભાડા પટે ઓફિસ લીધા હતી. ૧૦ વર્ષમાં તે ૧૦૦૦ કરોડ ભાડા પેટે ચૂકવશે.

ગુગલ ઇન્ડિયાઃ

ભારતમાં એક્સપાન્સન કરવાના એક ભાગ રૂપે ગુગલે દિલ્હી એનસીઆર ખાતે ગુરૂગ્રામમાં એટ્રીમ પેલેસ ખાતે ૬૧૭,૦૦૦ સ્કેવર ફૂટ ઓફિસ સ્પેસ ભાડે લીધી છે.

નેટફ્લિક્સઃ ૨૦૨૫ની મધ્યમાં મહિનાના ૨.૨ કરોડના ભાડાથી ૭૦,૦૦૦ સ્કેવર ફૂટ જગ્યા મુબંઇના બીકેસી (બોમ્બે-કૂર્લા) ખાતે લીધી હતી.

લુઇસ વીટનઃ

ફ્રાન્સની લક્ઝરી ચીજો બનાવતી કંપનીએ મુંબઇના જીયો વર્લડ પ્લાઝા ખાતે અંદાજે માસિક ૪૦.૫ લાખના ભાડા સાથે સ્પેસ લીધી છે.