Get The App

ચીને ચાંદીની નિકાસ ઉપર લાદેલ પ્રતિબંધથી તેજીમાં ભડકો

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
ચીને ચાંદીની નિકાસ ઉપર લાદેલ પ્રતિબંધથી તેજીમાં ભડકો 1 - image

- કોમોડિટી કરંટ

- ચાંદીમાં તોફાની તેજીના ઉછાળા આગામી ટાર્ગેટ રૂ. અઢી લાખનો

વાયદા બજારમાં ચાંદીએ નવો ઇતિહાસ રચીને ભાવ પ્રતિ કિલોએ બે લાખની સપાટી પાર કરી ઓલટાઈમ હાઈ રેકોર્ડ કર્યો છે. સ્ભઠ ઉપર ફેબુ્રઆરી વાયદો સપ્તાહના અંતે રૂા. ૨૦૨૦૦૦ની સપાટી દર્શાવી ઐતિહાસિક ઘટના સર્જાઈ છે. ચાંદીના ભાવો જોઇને સમગ્ર વિશ્વ ચોકી ઉઠયું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ચાંદી બજારે લાંબી છલાંગ લગાવી સોનાને પણ બીટ કર્યું છે. ચાંદીમાં છવાયેલી લાલચોળ તેજી આજકાલ વૈશ્વિક બજારમાં ટોક ઓફ કોમોડિટી બનાવી દીધું છે. ચાંદીમાં બે લાખની સપાટી પાર જતાં નફારૂપી વેચવાલીનું પ્રેસર પણ રહ્યું છે. સોનું-ચાંદી છવાયેલી હાઈ મૂવમેન્ટના કારણે બંને ધાતુ અત્યંત કિમતી હોવાનું પુરવાર થયું છે. ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી પાછળ કેવળ સટ્ટાબાજી નહિ પરંતુ કેટલાક ફંડામેન્ટલ મજબૂત કારણો પણ બહાર આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ચાંદીનો બજારમાં સતત ઘટી રહેલા સપ્લાયની સામે વપરાશમાં વધતો અસામાન્ય વધારો તેજી પાછળ મુખ્ય જવાબદાર પરિબળ રહ્યું છે. વર્ષ ૨૦૨૧ પછી લંડનમાં ચાંદીનો સ્ટોક સતત ઘટતાં બજારમાં પ્રેસર વધી રહ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં ચીને ચાંદીની નિકાસ ઉપર વર્ષ ૨૦૨૬થી પ્રતિબંધ લાદતાં ચાંદી બજારમાં પુરવઠા ઉપર મોટી અસરો પડવાની ભીતિને કારણે તેજીનો ઉછાળો થયો હોવાનું ચર્ચામાં છે. ચીનના ચાંદી ઉપરના નિયંત્રણને કારણે વિશ્વમાં ઇન્ડસ્ટ્રીઝ તથા ટ્રેડર્સની અચાનક ખરીદી વધતાં તેજીનો ભડકો થયો છે. ચાંદીનું ઉત્પાદન તથા રિસાઇકલીંગ છેલ્લા એક દશકાથી લગભગ સ્થિર છે. પરંતુ ડિમાન્ડ સતત ઉછળી રહી છે. ચાંદીનો વપરાશ ખાદ્ય ચીજોથી માંડીને સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રીક વાહનો તથા સેમીકડંકટર સેકટર્સની સાથે સાથે ઘરેણાંના વપરાશમાં પણ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકા સહિત વિશ્વભરમાં બેંકોના વ્યાજદરો તથા રેપોરેટમાં થઇ રહેલો ઘટાડો થતાં સોના-ચાંદી એક સલામત રોકાણના રૂપમાં માંગ સતત વધી રહી છે. વર્ષ ૨૦૨૫માં ગ્લોબલ અછત વધીને ૧૨૫ મિલીયન ઔંસ થઇ હોવાનો અંદાજ છે. જે સતત પાંચ સાલથી ઘટી રહી હોવાનો દાવો છે. ચાંદીના મુખ્ય સપ્લાયર એવા ચીનમાં પણ ચાંદીનો સ્ટોક છેલ્લા દશકામાં ઘટીને સૌથી નીચા સ્તરે આવેલ છે. જ્યારે ચીનમાંથી ચાંદીની નિકાસ ઓક્ટોબરમાં વધીને ૬૬૦ ટન રેકોર્ડ રહી છે.

આજકાલ સોના-ચાંદીના ભાવો આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ઘટનાઓના ઉપર આધારિત વધઘટ રહે છે. ભારતમાં પણ હવે પ્રતિદિન ચાંદીની આયાતમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં બે પ્રકારે ચાંદીની આયાત છે. સરકારી આયાત અને વ્યક્તિગત અથવા વ્યવસાયિક આવકથી ચાંદીની દેશમાં આયાત થાય છે. મોટેભાગે બેંકો અને સરકારી નાણાંકીય સંસ્થાઓ મારફતે ચાંદીની આયાત દેશમાં થાય છે. ભારતમાં ચાંદી અને તેના ઘરેણાં સોનાની જેમ અતિ લોકપ્રિય છે. સોના કરતાં ચાંદી સસ્તી હોવાથી મધ્યમ તથા નીચલા વર્ગમાં ચાંદીનો વપરાશ સવિશેષ રહે છે.

એક કિલો ચાંદીની કિંમત લગભગ ૧૫ ગ્રામ સોનાની બરોબર સામાન્ય રીતે માનવામાં આવે છે. ચાંદીનો વપરાશ ઘરેણાંની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ તેમજ ઘરેણાંમાં તથા ખાદ્યચીજોમાં પણ સવિશેષ રહે છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે નવેમ્બરમાં ચાંદીનું સૌથી વધુ હોલ્ડીંગ લંડન બુલિયન માર્કેટ એશોસિએશન (ન્મ્સ્છ) માં ગયા મહિને ત્રણેક ટકાના વધારા સાથે કુલ લગભગ ૨૭ હજાર ટનની આસપાસ અને ગોલ્ડનું હોલ્ડીંગ ૮૯૦૦ ટન આસપાસ હોવાના અહેવાલો છે. 

ચાંદીમાં તેજીની રફતાર જોતાં આગામી વર્ષ ૨૦૨૬માં પણ વૈશ્વિક પરિબળો યથાવત રહે તો ટૂંકા ગાળામાં ચાંદીના ભાવો પ્રતિ કિલોએ અઢી લાખ રૂપિયાની આસપાસ રહે તેવી ધારણાઓ તેજ છે. વૈશ્વિક સપ્લાય ટાઈટ હોવાથી ચાંદીની તેજી લાંબી ચાલશે તેમ છે. લોન્ગટર્મ માટે ચાંદીમાં રોકાણ ઉત્તમ વળતર આપે તેવી ગણત્રી છે. સરવાળે ગયા વર્ષે ચાંદીની કુલ સપ્લાય સામે માંગ સવાથી દોઢી હોવાથી લાલચોળ તેજીનો માહોલ યથાવત રહે તેમ છે. જેના કારણે આજકાલ ચાંદીના વેપારમાં ચાંદી ચાંદી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. છ મહિના પહેલાં એક લાખ આસપાસના ભાવની ચાંદી આજે બે લાખ પાર કરતાં બમણાં ભાવ થયા છે.