Get The App

સોના-ચાંદી બાદ હવે કોપરમાં (તાંબુ) પણ ઉદ્ભવેલો તોફાની તેજીનો જુવાળ

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદી બાદ હવે કોપરમાં (તાંબુ) પણ ઉદ્ભવેલો તોફાની તેજીનો જુવાળ 1 - image

- કોમોડિટી કરંટ -

- માંગ વધવાને કારણે ભાવો ઉછળવાની શક્યતા

બુલિયન કોમોડિટીઝમાં સોના- ચાંદીનો લાલચોળ તેજીનો નજારો જોયા બાદ હવે નવા વર્ષ ૨૦૨૬મા મેટલ કોમોડિટી તાંબુ પણ સોના- ચાંદીને ટક્કર મારી ન્યુ ગોલ્ડ તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે. ગયા વર્ષે ચાંદીમાં ૧૫૦ ટકા, સોનામાં ૬૬ ટકા વળતર મળેલ છે. ત્યારે તાંબુ કોમોડિટીમાં પણ ૬૦ ટકા રિટર્ન મળતા આજકાલ તાંબુ એટલે કે કોપર ટોક ઓફ કોમોડિટીઝ બની ગઈ છે. વર્ષ ૨૦૨૫માં કોપર તેર હજાર ડોલર પ્રતિ ટનની સપાટી કૂદાવી લાલચોળ તેજીના પડઘા બજારમાં જોવા મળી રહ્યા છે. ટૂંકા ગાળામાં કોપરમાં અસામાન્ય તેજી પાછળ ઓછા પુરવઠા સામે માંગમાં જબરજસ્ત વધારો જવાબદાર રહ્યો છે. સોના- ચાંદી બાદ હવે વધુ રિટર્ન મેળવવા રોકાણકાર વર્ગ કોપર તરફ ફંટાઈ રહ્યો છે. નિષ્ણાતોના મત પ્રમાણે ભવિષ્યની કોમોડિટી સોના-ચાંદી નહીં પરંતુ કોપર એટલે કે તાંબુ છે. આગામી દશકામાં તાંબાનું હવે નવું સ્વરૂપ જોવા મળી શકે છે. તાંબુ (કોપર) એ વિકાસશીલ દેશોની મુખ્ય કરોડરજ્જુ આધારસ્તંભ બની રહ્યું છે. તાંબાની જરૂરિયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલો, ચાર્જીંગ સ્ટેશનો, પાવર ગ્રીડો, ડેટા સેન્ટરો ઉપરાંત દરેક જગ્યાએ તેનો ઉપયોગ વધતો જઈ રહ્યો હોવાથી કોપર એક ઇન્ડસ્ટ્રીયલ મેટલ નહી પરંતુ ભવિષ્ય નિર્માણ માટેનું ન્યુ ગોલ્ડ પણ કહેવાઈ રહ્યું છે. ટ્રેડિશનલ કન્સ્ટ્રક્શન કે મેન્યુફેક્ચરીંગમાં હવે કોપર સીમીત રહ્યું નથી પરંતુ કોપરની ભૂમિકા અન્ય સેક્ટરમાં પણ મહત્ત્વની બની રહી છે. જેમ કે ઇલેક્ટ્રિક વાહનોમાં સામાન્ય વાહનો કરતા ચાર ગણું કોપર વપરાય છે એટલે કે ૫ય્ નેટવર્ક તથા છૈં બેઇઝ્ડ સિસ્ટમોમાં પણ કોપર મહત્ત્વનું અંગ બની રહ્યું છે.

કોપરના અસામાન્ય વધી રહેલા વપરાશ સામે તેના ઉત્પાદન ઉપર નજર કરીએ તો કોપરના મુખ્ય ઉત્પાદક દેશ ચીલીમાં કુલ ઉત્પાદનના ૧૯થી ૨૦ ટકા ઉત્પાદન થાય છે. ત્યારબાદ પેરૂ, ઓસ્ટ્રેલિયામાં ૧૦ ટકા, રશિયામાં આઠ ટકા, અમેરિકા તથા મેક્સિકોમાં પાંચેક ટકા, ચીનમાં ચાર તથા પોલેન્ડમાં ત્રણેક ટકા કોપરનું ઉત્પાદન થાય છે. ચીલીમાં આજકાલ મજૂરોની હડતાળના કારણે તથા પેરૂ દેશમાં ઉત્પાદન પર માઠી અસર પડતા તેજીનો ભડકો થયો છે. કોપરનો વપરાશ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચીનમાં થઈ રહ્યો છે. કુલ વપરાશના ૫૫ ટકા ઉપરાંત ચીનનો ફાળો છે. ચીન દ્વારા સોના ચાંદી બાદ કોપર ઉપર પણ સૌથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી ૮થી ૧૦ હજાર ડોલર પ્રતિ ટનની આસપાસ રહેલું બજાર ટૂંકા ગાળામાં ઝડપથી ઉછળતા કોપર આજકાલ સૌની નજરે ચડી રહ્યું છે.

કોપરનું સૌથી વધુ વપરાશ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૨૬ ટકા, ઇક્વીપમેન્ટ મેન્યુફેક્ચરીંગમાં ૨૩ ટકા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૭ ટકા તથા ટ્રાન્સપોર્ટેશનમાં ૧૩, ઇન્ડસ્ટ્રીયમાં ૧૨ ટકા અને અન્ય સેક્ટરમાં નવથી દસ ટકા થયો હોવાનું જણાવી કોમોડિટીઝના જયવદન ગાંધી વધુમાં જણાવે છે કે, આજકાલ વૈશ્વિક સ્તરે તાંબાના ઓછા થઈ રહેલા સપ્લાય સામે માંગમાં વપરાશના સતત વધારા સાથે સાથે અમેરિકી ટેરિફના કારણે પણ કોપરમાં તેજીનો જુવાળ છવાયો છે. ભારતીય બજાર સ્ભઠ ઉપર પણ તાંબાના ભાવો પ્રતિ કિલોએ ૧૩૦૦ની નજીક પહોંચી ગયા છે તાંબાનો વેપાર કરતી ભારતીય કંપનીઓ હિંદ કોપર, હિનાલ્ડો, નાલ્ડોના શેરોમાં પણ સરેરાશ પાંચથી નવ ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડોલર સામે વિશ્વાસ ઓછો થતા રોકાણકારો મેટલ તરફ શિફ્ટ થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઇક્વિટી તથા પ્રોપર્ટી બજારોમાં અસ્થિરતા વધે તો તાંબુ એક સુરક્ષિત કોમોડિટીના વિકલ્પે તેમાં રોકાણની સંભાવનાઓ વધી શકે છે.

દરમ્યાન અમેરિકા દ્વારા ભારત ઉપર ૫૦૦ ટકા ટેરિફની દરખાસ્તથી ભારતને દશેક લાખ કરોડના અમેરિકા સાથેના કારોબારને ગંભીર અસરો પડવાની શક્યતા ચર્ચાસ્પદ છે. હાલમાં પણ ઇરાન ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ભારતીય બાસમતી ચોખાની નિકાસ અટકી ગઈ છે.