- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૮૩૫૭૦.૩૫)૮૫૮૮૩.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૪૧૩૪ ઉપર ૮૪૨૫૮, ૮૪૪૪૦ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૮૩૧૮૫, ૮૨૮૬૧ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર ( ૬૦૧૯૪.૪૦)૫૯૧૨૭.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૦૨૮૦ ઉપર ૬૦૫૩૮ કુદાવે તો ૬૦૯૬૦, ૬૧૩૮૦, ૬૧૮૦૦, ૬૨૨૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯૧૨૭ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર ( ૨૫૭૫૧.૫૦)૨૬૫૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૯૫૮ ઉપર ૨૫૯૪૦, ૨૬૦૩૩ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. નીચામાં ૨૫૬૬૦ નીચે ૨૫૫૭૩, ૨૫૫૫૫, ૨૫૪૨૮ સપોર્ટ ગણાય.
બેંક ઓફ ઈન્ડિયા (૧૫૭.૩૪) ૧૩૬.૭૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૮ ઉપર ૧૬૦, ૧૭૦, ૧૮૦, ૧૯૦ સુધી વધઘટે આવવાની શક્યતા. નીચામાં ૧૪૮ નીચે ૧૪૫ સપોર્ટ ગણાય.
ઈન્ડસ ઈન્ડ બેંક (૯૫૩.૮૫) ૮૨૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૯૬૦ ઉપર ૯૬૬, ૯૯૬, ૧૦૨૬, ૧૦૫૬ સુધીની શક્યતા. નીચામાં ૯૩૬ નીચે ૯૦૫ સપોર્ટ ગણાય.
પીએનબી (૧૩૨.૩૬) ૧૧૫.૧૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૨.૮૦ ઉપર ૧૩૪, ૧૩૭.૩૪ કુદાવે તો ૧૪૧, ૧૪૭, ૧૫૦, ૧૫૪ સુધીની શક્યતા. નીચામાં ૧૨૬ નીચે ૧૨૨ સપોર્ટ ગણાય. આજે (સોમવારે) રીઝલ્ટ છે.
એક્સીસ બેંક (૧૨૯૪.૨૦) ૧૨૧૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૦૯ ઉપર ૧૩૧૩, ૧૩૩૮ સુધીની શક્યતા. ૧૩૩૮ ઉપર ચાલ તો ૧૩૬૩, ૧૪૧૪, ૧૪૪૦ સુધી વધઘટેઆવી શકે. નીચામાં ૧૨૮૭ નીચે ૧૨૭૪, ૧૨૫૪ પેનીક સપોર્ટ ગણાય.
સન ફાર્મા (૧૬૬૮.૩૦) ૧૮૧૦નાં ટોપથી નરમાઈ તરફી થે. ઉપરમાં ૧૬૮૧ ઉપર ૧૭૦૦, ૧૭૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૬૧ નીચે ૧૬૪૪, ૧૬૨૫, ૧૬૦૭ સુધીની શક્યતા.
આઈઓબી (૩૬.૪૮) ૩૩.૭૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૮,૪૦ અને ૪૩ કુદાવે તો ગાડી વિરારની આગળ નીકળી ગઈ છે. એવું સમજવું. નીચામાં ૩૩.૫૦ પેનીક સપોર્ટ ગણાય.
સાયોનારા
દિલમાં કોઈની યાદનાં
પગલાં રહી ગયાં,
ઝાકળ ઉડી ગયું અને ડાઘાં
રહી ગયા.
- આદિલ મન્સૂરી.


