Get The App

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image

રેલવે મલ્ટી-મોડલ કનેક્ટિવિટીને વેગ આપશે 

રેલવે મંત્રાલયે મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સને મજબૂત બનાવવા અને ડોર-ટુ-ડોર કનેક્ટિવિટી સુધારવાના હેતુથી ત્રણ નવા ફ્રેઇટ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ ત્રણ નવા ફ્રેઇટ પ્રોજેક્ટ્સમાં દિલ્હી અને કોલકાતા વચ્ચે ખાતરીપૂર્વકની ટ્રાન્ઝિટ કન્ટેનર ટ્રેન સેવા, મુંબઈ અને કોલકાતા વચ્ચે ડોર-ટુ-ડોર પાર્સલ સેવા અને સોનિક (લખનૌ ડિવિઝન) ખાતે એક સંકલિત લોજિસ્ટિક્સ હબનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ રેલવે લોજિસ્ટિક્સ શાખા કોન્કોર દ્વારા સંચાલિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ દેશભરમાં ઝડપી, ખર્ચ-અસરકારક અને વિશ્વસનીય લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવા તરફ એક મોટું પગલું છે. 

ખાદ્ય તેલ આયાત જકાત સાથે ફેરફારથી બજાર પર અસર

ભારતના ખાદ્ય તેલ પરના આયાત જકાતમાં વારંવાર થતાં ફેરફાર બજાર પર અસર કરે છે, આયાત આયોજનને જટિલ બનાવે છે જે રિફાઇનર્સ અને વેપારીઓ માટે વ્યવહાર ખર્ચમાં વધારો કરે છે. 

'ભારતના ખાદ્ય તેલ ક્ષેત્રમાં ટેરિફ વોલેટિલિટી અને હિસ્સેદાર ગતિશીલતા શીર્ષકવાળા અહેવાલ મુજબ, ડયુટી વધારાથી રિટેલ ભાવમાં તાત્કાલિક વધારો થાય છે, જ્યારે ડયુટીમાં ઘટાડો ઘણીવાર ગ્રાહકો માટે અપૂર્ણ અથવા વિલંબિત રાહત આપે છે. ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતના લગભગ ૫૭% આયાત કરે છે.

 પામ, સોયાબીન અને સૂર્યમુખી લગભગ ૨૫ મિલિયન ટનના વપરાશનો મોટો હિસ્સો ધરાવે છે. વાર્ષિક ખાદ્ય તેલ આયાત બિલ ૨૦ બિલિયન ડોલરનું છે. આ કવાયતથી નીતિગત અસ્થિરતા, બજારની આગાહીમાં ઘટાડો અને હિસ્સેદાર વિશ્વાસ નબળો પડયો છે તેમ સેન્ટર ફોર ઇકોનોમિક સ્ટડીઝના સંયુક્ત અહેવાલમાં જણાવાયું છે.