- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
મેઘધનુષ્યના વિવિધ સાત રંગોમાં બનતા બ્યુટી-ટોયલેટ સોપનું માર્કેટ ખૂબ જ બહોળા પ્રમાણમાં વિકસેલ છે. આજે મલ્ટીનેશનલ કંપનીઓના ટોયલેટ સોપ માર્કેટમાં ખૂબ જ વેચાઈ રહ્યાં છે. આ પ્રકારના ટોયલેટ સોપ ઉંચી જાતના પામફેટીમાંથી બનતા હોય છે.
* મોર્ડન પદ્ધતિથી બનતા ટોયલેટ સોપના કી-ઇનગ્રેડીએન્ટ:- ફેટી ન્યૂડલ્સ, મોઈશ્ચરાઈઝીંગ એજન્ટ, ટ્રાયઈથેનોલ એમાઈન, કોકોડાય ઈથેનોલ એમાઈડ, કલર અને પરફ્યુમ્સ નાખી ટોયલેટ સોપ બનાવી શકાય છે.
* ફીલર:- કોસ્ટ એડજેસ્ટમેન્ટ માટે ફીલર તરીકે આઈ.પી.ગ્રેડ ટાલ્ક વાપરી શકાય છે. ટોયલેટ સોપમાં મોઈશ્ચરાઈઝીંગ એજન્ટ વાપરવાથી કોસ્ટમાં ૨૦ ટકાનો ફરક પડે છે. સાથે સોપમાં સારું રીઝલ્ટ મળે છે. મોઈશ્ચરાઈઝીંગ ઇફેક્ટ આપે છે.
* સિન્થેટીક ફેટી આલ્કોહોલ ન્યૂડલ્સમાંથી બનતા ટોયલેટ સોપના કી-ઇનગ્રેડીએન્ટ:- ફેટી આલકોહોલ ન્યૂડલ્સ (એસ.એલ.એસ.ન્યૂડલ્સ), ટ્રાય ઇથેનોલ એમાઈન, કોકોડાય ઈથેનોલ એમાઈડ, એ.ઓ.એસ., મોઈશ્ચરાઈઝીંગ એજન્ટ, ટાલ્ક પાવડર, પરફ્યુમ્સ અને કલર નાંખી આ પ્રકારના ટોયલેટ સોપ બનાવી શકાય છે.
* મશીનરી:- મિક્સચર મશીન, ત્રિપલ રોલ મિલ, પ્લોડર અને કટિંગ મશીન જરૂરી બને છે.
* હર્બલ બ્યુટિ સોપ:- હર્બલ પ્રકારના ટોયલેટ સોપ બનાવવા માટે હર્બલ એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ કરી, સોપ માસ સાથે મેળવીને હર્બલ સોપ બનાવી શકાય છે. જેમાં આમળા, અરીઠા, શિકાકાઈ, મહેંદી જેવા અર્કનો ઉપયોગ કરી શકાય છે.
* એન્ટીસેપ્ટિક સોપ:- આ પ્રકારના ટોયલેટ સોપ ચામડી ઉપર થતા ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ બને છે. એન્ટીસેપ્ટિક ઇન્ગ્રેડીએન્ટ તરીકે ડી.સી.એન.એક્સ અને પી.સી.એમ.એક્સ, ડાયક્લોરો મેટા ઝાઈલીનોલ, પારાક્લોરોમેટાઝાઈલીનોલનો સોપ-માસ સાથે વાપરી ટોયલેટ સોપ બનાવી શકાય છે.
* નિમ-સોપ:- નિમ-સોપ બનાવવા માટે હવે નિમ ઓઈલ વાપરવાની જરૂર નથી. હવે તૈયાર નિમ-એક્સ્ટ્રેક્ટ મળે છે. જે સોપ-માસ સાથે મેળવી નિમ-સોપ બનાવી શકાય છે.
* લાઈસન્સ:- ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીઝ જરૂરી બને છે.
(સંપૂર્ણ)


