દિવાળીના તહેવારોમાં કેટલીક મોટી કંપનીઓેએ ગિફ્ટ તરીકે એપલ અને સેમસંગની સ્માર્ટ વોચ આપી હતી. ગિફ્ટનું પેકેટ મોટું હતું પરંતુ અંદર સ્માર્ટ વોચ મુકી હતી. ફ્લિપ કાટના બિગ બેંગ સેલમાં પણ સ્માર્ટ વોચ તેમજ વેરેબલ ટેકનોલોજી સાથે સંકળાયેલી ચીજો વધુ વેચાઇ હતી. એપલ, સેમસંગ, ગાર્ર્મિન, નોઇઝ જેવી કંપનીઓની વેરેબલ ચીજો ગિફ્ટ તરીકે વધુ જોવા મળતી હતી. એક્ઝિક્યુટીવ સ્તરે આવી ગિફ્ટની આપલે થતી હોય છે. દિવાળીમાં જોવા મળતા ઓનલાઇન સેલમાં એપલ વોચ સિરીઝ ટુ રૂ. ૨૪,૯૦૦ માં જોવા મળી હતી જ્યારે સેમસંગ ગેલેક્સી ૧૫,૯૯૯માં અને ગાર્મિન ૨૬,૯૯૯માં વેચાતી હતી.

- એકલતા દુર કરવાનો નવો આઇડયા
દિવસના નોકરી અને રાત્રે ઓલા ઉબરના કેબ ડ્રાઇવર બનીને ફરવાનો વિચિત્ર મેનિયા બેંગલુરૂના આઇટી એન્જીન્યરોમાં જોવા મળી રહ્યો છે. સામાન્ય કેબ ડ્રાઇવર કરતાં ચાર ગણું કમાનારા આઇટી એન્જીન્યરો રાત્રે કેબ ચલાવે ત્યારે તે પૈસા કમાવવા માટે નહીં હોય તે સ્વભાવિક છે. બેંગલુરૂમાં રહેતા હજારો આઇટી ટેકનોલોજીસ્ટો સવારે જોબ કરે છે અને સાજે ઘેર આવ્યા પછી એકલવાયા બની જાય છેે કેમકે તેમનું ફેમિલી તેમના વતનમાં હોય છે તો કેટલાક સીંગલ હોય છે.
દિવસભર જોબમાં વૈતરૂં કરીને ઘેર આવે ત્યારે ત્યાં કોઇ નથી હોતું. આવા લોકો એકલતાથી કંટાળી જાય છે. પોતાના કંટાળો અને એકલતા દુર કરવા આવા ઇજનેરો રાત્રે ઓલા ઉબેર ચલાવે છે. તેમને થોડા વધારાના પૈસા પણ મળે છે પરંતુ મૂળ આશય લોકોને મળવાનો અને એકલતા દુર કરવાનો હોય છે.
- કબિર વિશ્વાસે ફ્લિપકાર્ટ છોડયું
ફ્લિપકાર્ટના વાઇસ પ્રેસિડેન્ટ કુનાલ ગુપ્તા સાથે જોડાયાના એક વર્ર્ષમાંજ ડૂન્ઝોના કો ફાઉન્ડર કબિર વિશ્વાસ જોબ છોડી રહ્યા છે. ગુપ્તા છેલ્લા એક દાયકાથી ફિલયકાર્ટ સાથે જોડાયેલા છે. ફ્લિપકાર્ટના રેપીડ ડિલીવરી પ્રોજેક્ટ ફ્લિપકાર્ટ મિનિટ માટે કબિર વિશ્વાસ જોડાયા હતા. પોતાના ડિલિવરી પ્રોજક્ટ ડૂન્ઝો છોડીને ફ્લિપકાર્ટમાં તે ગયા ત્યારે દરેકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે એક વર્ષ પણ તે ફ્લિપકાર્ટમાં પુરૂં


