આપણે ત્યાં એઇમ્સ જેવી શિક્ષણ સંસ્થાઓ ઉભી કરવાની મોટી મોટી વાતો થાય છે પરંતુ એક એવી એઇમ્સ છે કે જેને માત્ર બે દરવાજા છે અને તેની આસપાસ કશુંજ નથી. કોઇ ફિલ્મ માટે સેટ ઉભો કર્યો હોય એવા એઇમ્સના માત્ર દરવાજા છે. એક દાયકાથી તેની આવી સ્થિતિ છે. બિહારના દરભંગાની ઓલ ઇન્ડિયા ઇન્સટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) બિહારમાં પટણા પછીની બીજી એઇમ્સ છે. મિથાલી ક્ષેત્રમાં આરોગ્યની સારવાર મળી રહે તે માટે ફેબુ્રઆરી ૨૦૧૫માં ૧૮૭ એકર જમીનમાં એઇમ્સની જાહેરાત કરાઇ હતી અને બે દરવાજા ઉભા કરાઇ દેવાયા હતા. આજે તે દરવાજાની આસપાસ ઝાડવાં ઉગી ગયા છે. રાજકીય રીતે સમૃધ્ધ હોવા છતાં બિહારમાં બે દરવાજા પર એઇમ્સ ઉભી છે. મિથાલી ક્ષેત્રની સારવારની વાતો પણ હવામાં ઉડી ગઇ છે.
માત્ર બે દરવાજા વાળી એઇમ્સ .


