ભારતમાં પરંપરાગત સાડી, સિંદુર અને મંગળ સૂત્ર પહેરનારા જોવા મળે છે પરંતુ જોબ પર જતી મહિલાઓ પરંપરાગત ડ્રેસથી દુર રહેતી હોય એમ લાગે છે. જોકે આકાંક્ષા સેડેકર ચૌહાણ બ્રિટનમાં મિકેનીકલ એેન્જીન્યર છે અને પોતાની ઓેફિસમાં પરંપરાગત ભારતીય સાડી, સિંદૂર અને મંગળ સૂત્ર પહેરીને જાય છે. તે બ્રિટીશ-ઇન્ડિયન એન્જીન્યર છે. તેમની સાથે કામ કરતા લોકો તેમનો ભારતીય ડ્રેસ જોઇને હસતા નથી પણ તેમને માનથી જુવે છે. તે કહે છેકે મારા દેશની સંસકૃતિ લોકો સમક્ષ રજૂ કરતા મને ગર્વ થાય છે. ભારતમાં જોબ કરતી મહિલા મેરીડ હોવા છતાં સિંદુરનો ઉપયોગ કરવાથી દુર રહે છે.

- મહા માયાઃ સ્મિત પણ આપે અને આંખ પણ મારે
ચીને નવો લેડી રોબોટ તૈયાર કર્યો છે. તે સ્મિત પણ આપે છે અને બહુ મૂડમાં હોય તો આંખ પણ મારે છે. તેને વિશ્વનો પહેલેા બાયો મેટ્રીક લેડી રોબોટ કહે છે. તે લેડી રોબોટ ૧.૬૫ મીટર ઉંચો અને ૩૨ કિલોના વજન વાળેા છે. તે બોડી હીટ ૩૨થી ૩૬ સુધી મેન્ટેન કરી શકે છે. તે માણસની જેમ ઉભી રહી શકે છે. આ અગાઉ પણ અનેક વાર માનવ જેવો રોબોટ બજારમાં આવી ગયો છે પરંતુ ચીનનો નવો રોબોટ દેખાવમાં સ્માર્ટ છે. તેને રૂપાળી લેડીનું રૂપ આપવામાં આવ્યું છે.

યશોદા -કૃષ્ણનું પેઇન્ટીંગ 167 કરોડમાં વેચાયું
દિલ્હી સ્થિત એક દાનવીર કિરણ નાદરે ગ્રામ યાત્રાના ટાઇટલ હેઠળના એમ એફ હૂસેનનું પેઇન્ટીંગ ૧૧૮ કરોડમાં વેચાયું ત્યારે તે રેકોર્ર્ડ કહેવાયું હતું જોકે તાજેતરમાં સીરમ ઇન્સટીટયૂટના ફાઉન્ડર સાયરસ એસ પૂનાવાલાએ ચિત્રકાર રવિ વર્માનું પેઇન્ટીંગ ૧૬૭ કરોડમાં ખરીદીને પેઇન્ટીંગ ખરીદવાના ક્ષેત્રે વિક્રમ નોંધાવ્યો છે. રવિવર્માનું પેઇન્ટીંગ બાળ કૃષ્ણ અને મા યશોદાનું હતું. પેન્ટિીંગમાં માતા યશોદા ગાય દોહી રહ્યાં છે જ્યારે માતાને પાછળથી પકડીને બાળ કૃષ્ણ ઉભેલા નજરે પડે છે.


