Botad

સાળંગપુર હનુમાનજીનો 178મો ભવ્ય પાટોત્સવ: 3 દિવસ કથા, અન્નકૂટ અને મારુતિયજ્ઞ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

By GS Team
27 Oct 20261 min read
TukuTouch Logo
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો 178મો વાર્ષિક પાટોત્સવ 30 ઓક્ટોબર, 2026ના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ પ્રસંગે 28 ઓક્ટોબરથી ત્રિદિવસીય 'શ્રી હનુમંત ચરિત્ર કથા' અને ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. પાટોત્સવના દિવસે મંગળા આરતી, અભિષેક, અન્નકૂટ આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રદ્ધાળુઓ સંતોના આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ લઈ શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાળંગપુર હનુમાનજીનો 178મો ભવ્ય પાટોત્સવ: 3 દિવસ કથા, અન્નકૂટ અને મારુતિયજ્ઞ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Salangpur Kashtbhanjan Dev Hanuman Temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 178મો વાર્ષિક પાટોત્સવ વિક્રમ સંવત 2082ના આસો વદ-5, 30મી ઓક્ટોબર 2026 રોજ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. આ પાટોત્સવ પ્રસંગે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

28મી ઓક્ટોબરથી ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’ અને પોથીયાત્રા

પાટોત્સવના પાવન અવસર નિમિત્તે 28મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી ત્રિદિનાત્મક 'શ્રી હનુમંત ચરિત્ર કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ પૂર્વે 28મી ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરથી એક ભવ્ય પોથીયાત્રા નીકળશે.

પાટોત્સવના દિવસે ધાર્મિક કાર્યક્રમોનું સમયપત્રક

•મંગળા આરતી: સવારે 5:30 કલાકે
•શણગાર આરતી: સવારે 7:00 કલાકે
•અભિષેક: સવારે 8:00 કલાકે
•અન્નકૂટ આરતી: સવારે 11:00 કલાકે
•કથા પૂર્ણાહૂતિ: બપોરે 11:30 કલાકે
•મારુતિયજ્ઞ પૂર્ણાહૂતી: બપોરે 12:00 કલાકે

સંતોના આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ મળશે

મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય મહારાજશ્રી તથા સદગુરુ સંતોના વરદહસ્તે દાદાનો અભિષેક, પાટોત્સવ પૂજન અને મારુતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન કરવામાં આવશે.