Get The App

માસ્ક ડ્રાઈવ : અનલોકના 55 દિવસમાં 2700 ઝપટે ચડયા

- ધંધુકા પંથકમાં કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્રની તવાઈ

- ૫.૪૦ લાખના દંડની વસુલાત : જાહેરનામાનુ ઉલ્લઘન કરતા ૬૮ શખસ સામે કાર્યવાહી : ૬૦ વાહનો ડિટેઈન કરાયા

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
માસ્ક ડ્રાઈવ : અનલોકના 55 દિવસમાં 2700 ઝપટે ચડયા 1 - image


ધંધુકા, તા.25 જુલાઈ 2020, શનિવાર

કોરોનાના સંક્રમણને અટકાવવા ધંધુકા શહેર અને તાલુકામાં તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.લોકડાઉન બાદ અનલોકના ૫૫ દિવસના સમયગાળા દરમિયાન માસ્ક ન પહેરતા ૨૭૦૦ લોકો ઝપટે ચડી આવતા દંડાત્મક કાર્યવાહી હાથ ધરી ૫.૪૦ લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી જ્યારે  જાહેરનામાનુ ઉલ્લઘન કરતા ૬૮ શખસ સામે કાર્યવાહી કરી ૬૦ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા.

રોપોના  વાયરસને લઈને લોકડાઉનમાં છુટછાટ અપાયા પછી રાજ્ય સરકાર અને જીલ્લા કલેકટરના જાહેરનામાના અમલીકરણ અન્વયે નાગરીકોના જાહેરહીતને ધ્યાનમાં રાખીને ધંધુકા પોલીસે છેલ્લા ૫૫ દિવસમાં તેમની ફરજના ભાગરૃપે કામગીરી કરી હતી. ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહીત કોરોનાના ૨૫ પોઝીટીવ કેશ મળી આવ્યા છે અને ૨ નાગરીકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. રાજ્ય સરકારના આદેશ અને જીલ્લા કલેકટર અમદાવાદના જાહેરનામાના અમલીકરણની કામગીરી પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા સક્રીય ફરજ અદા કરી છે. જેના કારણે કરોના પોઝીટીવ કેસો ઉપર કંટ્રોલ કરી શકાયો છે. 

ધંધુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ગોહીલ અને પી.એસ.આઈ.ના વડપણ હેઠળ રાજ્ય સરકાર અને અમદાવાદ જીલ્લા કલેકટરના જાહેરનામાનું નાગરીકો પાસે ચુસ્ત પાલન કરાવવા કામગીરી કરવામાં આવી હતી. હજુ પણ આ કામગીરી શરૃ છે તા. ૧ જુનથી ૨૪મી જુલાઈ ૨૦ એટલે કે ૫૫ દિવસમાં માસ્ક નહીં પહેરેલા ૨૭૦૦ નાગરીકો પોલીસે પકડી પાડયા હતા તમામ પાસેથી રૃા. ૨૦૦ લેખે દંડ ફટકારી રૃા.૫ લાખ ૪૦ હજાર એકંદરે દંડ કર્યો હતો. જેમજ રાત્રી કરફયુ દરમ્યાન તેનો ભંગ કરવા સબબ ૪૮ કેસો કરીને જાહેરનામાનો ભંગ કરતા ૬૮ આરોપીની અટકાયત આઈપીસી કલમ ૧૮૮ મુજબ કરી હતી. તેમજ ૬૦ વાહનો ડીટેઈન કર્યા હોવાના આધારભુત અહેવાલો મળ્યા છે. 

Tags :