Get The App

કોરોનાનો આંકડો 3 ફીગરે, છેલ્લા 700 કેસ 19 દિવસમાં

- રૂક જાઓ : હજુ ગંભીરતા નહીં લીધી તો હવાની માફક ઘરે ઘરે ફેલાશે મહામારી

- પ્રથમ ૧૦૦ કેસ ૫૦ દિવસમાં નોંધાયા, છેલ્લા ૧૦૦ કેસ માત્ર ત્રણ દિવસમાં સામે આવ્યા

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાનો આંકડો 3 ફીગરે, છેલ્લા 700 કેસ 19 દિવસમાં 1 - image


ભાવનગર, તા. 21 જુલાઈ 2020, મંગળવાર

ભાવનગર જિલ્લામાં બુલેટ ટ્રેનની રફ્તારે દોડતી કોવિડ-૧૯ની મહામારીના કેસ આજે એક હજારને પાર પહોંચી ગયા છે. અનલોક સાથે જ કોરોના વાયરસ પણ અનલોક થઈ ગયો હોય તેમ જુલાઈ માસમાં સરેરાશ ત્રણ દિવસે ૧૦૦ કેસ સામે આવી રહ્યા છે. કોરોના પોઝિટિવના દરરોજ ચિંતાજનક રીતે કેસ સામે આવી રહ્યા હોવા છતાં પણ લોકો તેના પ્રત્યે ગંભીર થવાના બદલે બેદરકા વધુ થઈ રહ્યા છે. રૃક જાઓનો હજુ સમય છે, જો ગંભીરતા નહીં લેવામાં આવે તો અન્ય મહાનગરોની જેમ આ મહામારી ભાવનગર જિલ્લામાં પણ હવાની માફક ઘરે ઘરે ફેલાઈ જશે તો તેને નિયંત્રણ કરવી મુશ્કેલ બની જાઈ તેવી સ્થિતિ ઉભી થશે.

ભાવનગર જિલ્લામાં લોકડાઉનના પ્રથમ ચરણમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. લોકડાઉનના ૫૦ દિવસ દરમિયાન કોરોના પોઝિટિવનો આંકડો ૧૦૦ને આંબ્યો હતો. એટલેે કે દરરોજના સરેરાશ બે કેસ જિલ્લામાં નોંધાતા હતા. ત્યારબાદ કોવિડ-૧૯એ થોડી ગતિ પકડતા બીજા ૧૦૦ કેસ ૩૯ દિવસમાં સામે આવ્યા હતા. ત્યારબાદ તો કોરોનાની બ્રેક જ ફેઈલ થઈ ગઈ હોય, તેમ ૧૦ દિવસમાં ૧૦૦ કેસ સામે આવતા ૨ જુલાઈ સુધીમાં જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૩૦૦ને આંબ્યો હતો. આ પછી કોરોના સંક્રમણ રોકેટગતિએ ફેલાયું હતું અને ૪૦૦ કેસ પાંચ જુલાઈ, ૫૦૦ કેસ ૧૦ જુલાઈ, ૬૦૦ કેસ ૧૨ જુલાઈ, ૭૦૦ કેસ ૧૪ જુલાઈ, ૮૦૦ કેસ ૧૬ જુલાઈ, ૯૦૦ કેસ ૧૮ જુલાઈ અને આજે ૨૧મી જુલાઈએ કોરોના પોઝિટિવનો આંકડો ૧૦૦૦ને પાર પહોંચી ગયો છે.

10 જુલાઈ બાદ દર 2 દિવસે 100 કેસ !

જુલાઈ માસમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ૧૦મી જુલાઈ બાદ તો સરેરાશ દર બે દિવસે ૧૦૦ કેસ સામે આવવા માંડયા છે. ૧૦મી જુલાઈથી ૨૧મી જુલાઈ સુધીમાં નવા ૫૦૦ કોરોના પોઝિટિવ દરદીનો ઉમેરો થયો છે. આ આંકડો ચિંતાજનક છે, હજુ પણ દરરોજના ૩૦-૪૦થી વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે લોકોએ સ્વયં જ તકેદારી રાખવી જરૃરી બની છે.

Tags :