બોટાદ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ, વધુ 12 કેસ
કોરોનાના કેસ વધતા બોટાદ શહેર-જિલ્લાના લોકોમાં ભયનો માહોલ
- શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૧૯૩ કેસ, ૬૭ દર્દી સારવાર હેઠળ
બોટાદ તા. 21 જુલાઈ 2020, મંગળવાર
કોરોના વાયરસનુ સંક્રમણ બોટાદ શહેર અને જિલ્લામાં વધી રહ્યુ છે તેથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે કોરોનાનો વધુ ૧ર કેસ નોંધાતા હડકંપ મચી જવા પામેલ છે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં.
બોટાદ શહેર-જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના વધુ ૧ર કેસ નોંધાતા હડકંપ મચી જવા પામેલ છે, જેમાં બોટાદ શહેરના હરણકુઈમાં ૬પ વર્ષના વૃધ્ધ ગોવિંદજીની ચાલીમાં ૮૦ વર્ષના વૃધ્ધ, જનામાનાની વાડીમાં ૪૬ વર્ષની મહિલા , ખોજાવાડીમાં પ૦ વર્ષની મહિલા, ખોજાવાડીમાં પપ વર્ષના આધેડ, હિફલીમાં પપ વર્ષની મહિલા, વોરાવાડમાં પ૦ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લામાં પ કેસ નોંધાયા છે, જેમાં બોટાદના વિરડીમાં પ૪ વર્ષની મહિલા, બરવાળાના ખાંભડામાં પપ વર્ષના આધેડ, ગઢડાના પ૯ વર્ષના વૃધ્ધ, રાણપુરના ૬પ અને ણ્૩ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે. દર્દીઓની તબીયત બગડતા તબીબે શંકાના આધારે કોરોનાના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આજે મંગળવારે દર્દીઓના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેથી દર્દીઓને તત્કાલ સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબો દ્વારા તેઓની જરૃરી સારવાર શરૃ કરવામાં આવી હતી. આ દર્દીઓને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી.
દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓ રહે છે તે વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સેનેટાઇઝ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. બોટાદમાં આજે કોરોનાના ૪ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં કોરોનાના આશરે ૧૯૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૧૯ દર્દી સાજા થઈ ગયા છે, જયારે આશરે ૬૭ દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ૬ દર્દીના મોેત નિપજયા છે.