ભાવનગરમાં કોરોનાનો તરખાટ, વધુ 38 કેસ, કુલ 1016
- શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના 26 કેસ, 457 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
- ફરીયાદકા, શામપરા, અધેવાડા, ગારિયાધાર, નાની વાવડી, સરેરા, પાલિતાણા, સિહોર વગેરે ગામમાં મળી ૧ર કેસ નોંધાતા ફફડાટ
ભાવનગર, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
કોરોનાના વાઈરસે ભાવનગર શહેર અને જિલ્લામાં તરખાટ મચાવ્યો છે તેથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે ભાવનગર શહેર અને જિલ્લામાં એક દિવસમાં વધુ ૩૮ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ર૬ અને જિલ્લામાં ૧ર કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના કુલ ૩૮ પોઝીટીવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામેલ છે. ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ર૬ કેસ નોંધાયા છે, જેમાં ૧૭ પુરૃષ અને ૯ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૧ર કેસ નોંધાયા છે, જેમાં ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના શામપર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, ગારીયાધારના નાની વાવડી ખાતે ૧, મહુવાના સરેરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોરના ભુતિયા ગામ ખાતે ૧ તથા સિહોરના સણોસરા ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે.
દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૧૦૧૬ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૪પ૭ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પ૩ર દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ર૦ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ વધતા લોકોએ જાગૃત બનવાની જરૃરીયાત છે.