બોટાદમાં નોન જ્યુડીશિયલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ કરી શકશે નહીં

ભાવનગર, તા. 25 સપ્ટેમ્બર 2019, બુધવાર
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇ અનુસારની સ્ટેમ્પ ડયુટીની ચુકવણી કરવા માટે વિવિધ માધ્યમથી સુવિધાઓ પુરી પાડવામાં આવેલ છે. જે પૈકી આગાામી તા. 01 ઓકટોબર 2019થી બોટાદમાં લાયસન્સ સ્ટેમ્પ વેન્ડરો નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપરોનુ વેચાણ કરી શકશે નહી તેવુ ઠરાવેલ છે. જેના વિકલ્પ રૂપે ઇ-સ્ટેમ્પીાંગ, ફ્રેન્કીગ મશીન અને ઇ-પેમેન્ટ સુધવિા ઉપલબ્ધ રહેશે.
આ જોગવાઇઓ પૈકી ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિના અમલીકરણ માટે સ્ટોક હોલડીંગ કોપોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડ સાથે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કરાર અન્વયે આ કંપની દવારા રાજયમાં તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે તથા પરવાના ધરાવતી બેન્કો ખાતે સદર કંપનીના ઓથોરાઇઝડ કલેકશનર સેન્ટર (એસીસી) તરીકે ઈ-સ્ટેમ્પીાંગ સુવિધા કેન્દ્રો હાલ ચાલુમાં છે.
આ સુધારા અનુસાર હવેથી શીડયુઅલ બેન્કો, કેન્દ્ર અને રાજય સરકારનાં નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો અને પોસ્ટ ઓફીસો ઉપરાાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરો, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/ પોર્ટ ખાતેનાં સી અને એફ એજન્ટ, ઈ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સેન્ટર, આર.બી.આઇ. રજીસ્ટ્રડ નોન બેન્કીંગ ફાઇનાન્સીયલ કંપની અને લાયસન્સી નોટરી અથવા રાજય સરકારના પૂર્વ પરામર્શ બાદ કોઇ વ્યકિત/ એજન્સી, એસીસી તરીકે નિમણુંક મેળવવા માાંગતા હોય તો નિયમ-12 હેઠળ નિમણુંક સત્તાધિકારી / સુપ્રિ. ઓફ સ્ટેમ્પ, સ્ટેમ્પ અને નોંધણી ભવન, ખ-પ સકટલ, સેકટર-14, ગાંધીનગર મંજુરી આપી શકશે. જેથી એસીસી તરીકે લાયસન્સ મેળવવા ઇચ્છતાાં સબંધિતોએ સત્તધિકારીઓની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા સ્થાનિકે આ બાબતે કોઇ વિશેષ માહિતીની જરૂરી જણાય તો નાયબ કલેકટરની કચેરી, સ્ટેમ્પ ડયુટી મુલયાાંકન તંત્ર, બોટાદ જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરવાનો રહે છે.
આ બાબતે કલેકટર કચેરી બોટાદમાં સ્ટેમ્પ વેન્ડરો, બેન્કના મેનેજરઓ, નોટરીઓ, સી.એ. તથા ધનવાસી અધિક કલેકટર, બોટાદના અધ્યક્ષસ્થાને એક મીટીંગ યોજી પ્રજાને કોઇ મુશ્કેલી ન પડે તેમજ સરકારનાં અભિગમ મુજબ બોટાદ જિલ્લામાં લોકાભિમુખ ઇ-સ્ટમ્પીંગ કાર્યવાહી થાય તે સારૂ મહત્તમ ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. હાલમાં બોટાદ જિલ્લામાં બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળા મામલતદાર કચેરી તથા તુરખા ગ્રામ પંચાયત સી.વી.સી.સેન્ટર ખાતે ઇ-સ્ટેમ્પીંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

