બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે યોજાશે ઈ-ભરતી મેળો
- રોજગાર કચેરીના ઉપક્રમે
- વોટસએપ મેસેજ કરનારને ભરતી મેળાની લીંક મોકલવામાં આવશે
બોટાદ, તા. 23 જુલાઇ 2020, ગુરૂવાર
આગામી તા. ૨૮ જુલાઇને મંગળવારે ધો.૮ થી ધો.૧૨ પાસની તથા આઈ.ટી.આઈ ટ્રેડની તકનિકી લાયકાત ધરાવનાર બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે રોજગાર ઇ- ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ઈ-ભરતીમેળામાં ભાગ લેવા માટે બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર કચેરીના ટેલીફોન નંબર૦૨૮૪૯ ૨૭૧૩૧૫ સેવ કરી વોટસએપ એપ્લિકેશન મારફત પોતાના મોબાઇલ નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરવાનો રહેશે. મેસેજ આવ્યે ત્વરીત મેસેજ કરનારના મોબાઇલ નંબર ઉપર આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટેની લિંક મેેસેજથી મળશે, જેમાં જરૂરી વિગત ભરી તા.૨૭/૭ ના સવારે ૧૧ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. ભરતીમેળા સબંધિત વિગતો પણ ઉપરોક્ત મેસેજથી મોકલવામાં આવશે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવા બોટાદ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યુ છે.