Updated: Feb 5th, 2023
- વ્હાલી દિકરી યોજના હેઠળ 3368 ની નોંધણી
- આશ્રયસ્થાન એવા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા 554 બહેનોનું કાઉન્સેલીંગ કરાયું
બોટાદ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી વિશે વાત કરીયે તો આ કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આથક સહાય યોજના હેઠળ ૧૪,૯૦૯ લાભાર્થીઓને ઘમ્ના માધ્યમથી સહાય ચૂકવવામાં આવી રહી છે તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આથક સહાય યોજના હેઠળ ૦૨ લાભાર્થીઓએ ઓનલાઇન અરજી કરી છે. ઉપરાંત જિલ્લામાં વ્હાલી દીકરી યોજના હેઠળ ૩૩૬૮ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ તમામ દીકરીઓને આગામી સમયમાં સહાય ચૂકવવામાં આવશે. મુશ્કેલીમાં મુકાયેલ બહેનોને આશ્રય, તબીબી સહાય, કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ સહિતની તમામ મદદ એક જ સ્થળેથી મળી રહે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા બોટાદ જિલ્લામાં માર્ચ-૨૦૧૯થી સખી વન સ્ટોપ
સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા ૫૫૪ જેટલી બહેનોને આશ્રય આપી સમાજમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યાં છે. પોલીસ સ્ટેશનમાં આવતા બહેનોને જરૂરી કાઉન્સેલિંગ તથા કાયદાકીય મદદ મળી રહે તે માટે બોટાદમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર પણ કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં ૨૨૪૨ જેટલી બહેનોનું કાઉન્સેલિંગ
કરવામાં આવ્યુ છે. બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા બોટાદ જિલ્લામાં આજદિન સુધીમાં ૩૩૭૨ જેટલી બહેનોને સ્થળ પર જઇને મદદ કરવામાં આવી હોવાનું જણાયું છે.